Anil Deshmukh Judicial Custody: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખને 14 દિવસની ન્યાયિક કસ્ટડી, CBI કોર્ટનો ચુકાદો

સુનાવણી બાદ સીબીઆઈ કોર્ટે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh) 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. અનિલ દેશમુખ હવે 29 એપ્રિલ સુધી કસ્ટડીમાં રહેશે.

Anil Deshmukh Judicial Custody: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખને 14 દિવસની ન્યાયિક કસ્ટડી, CBI કોર્ટનો ચુકાદો
Former Maharashtra Home Minister Anil Deshmukh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 10:22 PM

મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની (Anil Deshmukh) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 100 કરોડના વસુલી કેસમાં મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે (CBI Special Court) તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. મુંબઈ સેશનની વિશેષ સીબીઆઈ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. અનિલ દેશમુખ હવે 29 એપ્રિલ સુધી કસ્ટડીમાં રહેશે. અનિલ દેશમુખની ED દ્વારા 2 નવેમ્બર, 2021 ના ​​રોજ 100 કરોડની ખંડણી અને મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. દેશમુખ હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.

CBI કોર્ટે કસ્ટડી લંબાવી હતી

મની લોન્ડરિંગ કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ દ્વારા 12 એપ્રિલે સુનાવણી દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની કસ્ટડી શુક્રવાર સુધી લંબાવવામાં આવી હતી. બીજી તરફ અનિલ દેશમુખને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી બાદ સીબીઆઈ કોર્ટે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. અનિલ દેશમુખ હવે 29 એપ્રિલ સુધી કસ્ટડીમાં રહેશે. છેલ્લી સુનાવણીમાં, અનિલ દેશમુખના વકીલે સવાલ કર્યો હતો કે ED હજી સુધી બાકીના આરોપીઓની ધરપકડ કેમ કરી શક્યું નથી.

નવેમ્બર 2021 માં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની 100 કરોડની ખંડણી અને મની લોન્ડરિંગના સંબંધમાં નવેમ્બર 2021 માં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દેશમુખ હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDનો આરોપ છે કે અનિલ દેશમુખે તેમના ગૃહમંત્રી પદનો દુરુપયોગ કર્યો હતો. બીજી તરફ અનિલ દેશમુખે EDના આરોપને નકારી કાઢ્યા છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

EDએ કર્યો હતો જામીનનો વિરોધ

અગાઉ, ઇડીએ એપ્રિલની શરૂઆતમાં અનિલ દેશમુખના જામીનનો વિરોધ કર્યો હતો. EDએ દલીલ કરી હતી કે અનિલ દેશમુખ મની લોન્ડરિંગ કેસમાં માસ્ટર માઇન્ડ છે. જો તેમને જામીન પર છોડવામાં આવે તો તેઓ પુરાવા સાથે ચેડા કરી શકે છે અને પોતાના પ્રભાવનો દુરુપયોગ કરી શકે છે. EDએ કહ્યું હતું કે અનિલ દેશમુખે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને બેહિસાબી સંપત્તિઓ એકઠી કરી છે.

આ પણ વાંચો : Kolhapur North Assembly By-Poll Results 2022: કોલ્હાપુર સીટ પર ન ચાલ્યો કમળનો જાદુ, કોંગ્રેસને મળી મોટી જીત

g clip-path="url(#clip0_868_265)">