Gujarati NewsMumbai। Maharashtra Kolhapur North By Election Results 2022 Live counting and updates online
Kolhapur North Assembly By-Poll Results 2022: કોલ્હાપુર સીટ પર ન ચાલ્યો કમળનો જાદુ, કોંગ્રેસને મળી મોટી જીત
Maharashtra Kolhapur North Election Results 2022: કોલ્હાપુર ઉત્તર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. મહા વિકાસ આઘાડી સાથે જોડાયેલા ત્રણેય પક્ષોની સંયુક્ત તાકાત દેખાઈ હતી.
Jayashree Jadhav
Follow Us:
મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર વિધાનસભા પેટાચૂંટણી (Maharashtra Kolhapur North By-Poll Results 2022) નું પરિણામ સામે આવ્યું છે. મહા વિકાસ આઘાડી સાથે જોડાયેલા ત્રણેય પક્ષોની સંયુક્ત તાકાત દેખાઈ હતી. જ્યારે કમળનો જાદુ ચાલ્યુ ન હતું. કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવે મોટી જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવને 96 હજાર 226 વોટ મળ્યા જ્યારે ભાજપના ઉમેદવાર સત્યજીત કદમને 77 હજાર 426 વોટ મળ્યા. આ રીતે કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવે 18 હજાર 800 મતોની સરસાઈથી મોટી જીત મેળવી છે. પ્રથમ રાઉન્ડની મતગણતરીથી લઈને 26માં રાઉન્ડની મતગણતરી સુધી કોંગ્રેસના ઉમેદવારે સતત લીડ જાળવી રાખી હતી અને અંતે મોટો વિજય મેળવ્યો હતો.
ટક્કર માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ નહીં પરંતુ મહા વિકાસ આઘાડી અને ભાજપ વચ્ચે થઈ હતી. તેથી આ ચૂંટણીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ની લિટમસ ટેસ્ટ તરીકે ગણવામાં આવી રહી હતી અને કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવે આ ટેસ્ટ સારા માર્જિનથી પાસ કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવના ઘરની બહાર કાર્યકરો દ્વારા આતશબાજી શરૂ કરવામાં આવી હતી અને ઉજવણી પણ કરવામાં આવી.
આ પેટાચૂંટણી ડિસેમ્બર 2021માં કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રકાંત જાધવના કોરોનાથી મૃત્યુને કારણે થઈ હતી. કોંગ્રેસે મહા વિકાસ અઘાડીના તેના સાથી પક્ષો (શિવસેના અને NCP) સાથે પરામર્શ કરીને ચંદ્રકાંત જાધવની પત્ની જયશ્રી જાધવને નામાંકિત કર્યા. શિવસેના અને એનસીપીએ કોંગ્રેસ સામે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા નથી. બીજી તરફ ભાજપે અત્યાર સુધી નગરપાલિકાની ચૂંટણીમાં સક્રિય રહેલા સત્યજીત કદમને પોતાના ઉમેદવાર બનાવ્યા.
મતદારોનો નિર્ણય સ્વીકાર્યો, ભાજપના પ્રદેશ પ્રમુખે હાર સ્વીકારી
આ પરિણામ પર પ્રતિક્રિયા આપતા ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મીડિયાને જણાવ્યું હતું કે ભાજપ મતદારોના નિર્ણયને નમ્રતાથી સ્વીકારે છે.જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હિંદુત્વનો મુદ્દો નથી ચાલ્યો?તો તેમણે જવાબ આપ્યો કે ભાજપે વિકાસનો મુદ્દો આગળ કર્યો છે.
આ ચૂંટણીનું પરિણામ ભાજપ અને મહાવિકાસ આઘાડી બંને માટે કેમ મહત્વનું છે?
ભાજપની સ્પર્ધા મહા વિકાસ આઘાડીની સંયુક્ત તાકાત સાથે હતી. અહીં મહા વિકાસ આઘાડીના ઉમેદવારની જીત બાદ આઘાડીની એકતા વધુ મજબૂત થશે. 2024ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપને હવે મહા વિકાસ અઘાડીની એકઠી કરેલી તાકાતનો અંદાજ આવશે અને આ ચૂંટણી પરિણામ આગળની રણનીતિ તૈયાર કરવામાં ઉપયોગી થશે. બિહાર અને ગોવામાં જીત મેળવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કોલ્હાપુર ઉત્તર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં પણ પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી.
પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ, વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા પ્રવીણ દરેકર, ભાજપની પ્રભાવશાળી અને મજબૂત પછાત મહિલા નેતૃત્વ પંકજા મુંડે, મુંબઈ અને આસપાસના વિસ્તારના મોટા વ્યૂહરચનાકાર અને નેતા આશિષ શેલાર, બધાએ જોરદાર પ્રચાર કર્યો હતો. પરંતુ મહા વિકાસ આઘાડીનો વિજય થયો હતો.
બીજી તરફ કોલ્હાપુર ઉત્તર વિધાનસભા ક્ષેત્ર કોંગ્રેસ અને શિવસેનાનો ગઢ રહ્યો છે. કોંગ્રેસના સંરક્ષક મંત્રી સતેજ પાટીલની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોંગ્રેસની તરફેણમાં અને ભાજપ વિરુદ્ધ જોરદાર પ્રચાર કર્યો હતો. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પણ કોંગ્રેસની તરફેણમાં મોટી બેઠક યોજી હતી. કોંગ્રેસે 2019ની જીત જાળવી રાખી છે. આ રીતે, ભાજપ માટે આગામી વિધાનસભા ચૂંટણી 2024માં મહારાષ્ટ્રમાં સત્તા હાંસલ કરવાનું સપનું પૂરું કરવું સરળ દેખાતું નથી.