મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને છાતીમાં દુખાવા બાદ આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા, ભોગવી રહ્યા છે જેલની સજા
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh) છાતીમાં દુખાવો, હાઈ બીપી અને ખભામાં દુખાવા બાદ મુંબઈની KEM હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ મની લોન્ડરિંગ કેસમાં જેલની સજા ભોગવી રહ્યા છે.
મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh) છાતીમાં દુખાવો, હાઈ બીપી અને ખભામાં દુખાવા બાદ મુંબઈની કેઈએમ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ મની લોન્ડરિંગ કેસમાં જેલની સજા ભોગવી રહ્યા છે. અનિલ દેશમુખને ગયા વર્ષે એપ્રિલમાં વસુલીના આરોપોને પગલે રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેમની વિરુદ્ધ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચાર સંબંધિત ઘણા કેસ નોંધવામાં આવ્યા હતા.
ઈડીએ વસુલીના આરોપો બાદ નવેમ્બરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખની ધરપકડ કરી હતી. આ પછી, આ વર્ષે એપ્રિલમાં, સીબીઆઈએ ભ્રષ્ટાચારના આરોપોની તપાસના સંદર્ભમાં અનિલ દેશમુખને કસ્ટડીમાં લીધા હતા. સીબીઆઈની એક ટીમે દેશમુખને આર્થર રોડ સેન્ટ્રલ જેલમાંથી તેમની કસ્ટડીમાં લીધા હતા, જ્યાં તેઓ પાંચ મહિનાથી વધુ સમયથી વિશેષ પીએમએલએ કોર્ટની ન્યાયિક કસ્ટડીમાં હતા.
Former Maharashtra Home Minister Anil Deshmukh admitted to ICU of KEM Hospital in Mumbai after he complained of chest pain, high BP and shoulder pain.
He is currently in jail in connection with Money laundering matter pic.twitter.com/UitN5d3gUX
— ANI (@ANI) May 27, 2022
દેશમુખ, સંજીવ પલાંડે અને કુંદન શિંદે હાલમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે, જ્યારે સચિન વાજે તલોજા જેલમાં છે. સીબીઆઈએ 21 એપ્રિલ 2021ના રોજ દેશમુખ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી હતી. સીબીઆઈએ આ પહેલા દેશમુખને ક્લીનચીટ આપી હતી, પરંતુ બાદમાં તેમણે આ મામલાની તપાસ માટે એફઆઈઆર દાખલ કરી હતી.
પરમબીર સિંહે 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો
અનિલ દેશમુખ મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ દ્વારા મુંબઈના હોટેલીયર્સ પાસેથી ખંડણી, પોલીસમાં પ્રમોશન/ટ્રાન્સફર માટે ચૂકવણી, મની લોન્ડરિંગ ઉપરાંત અનેક આરોપોનો સામનો કરી રહ્યા છે. પરમબીર સિંહે દેશમુખ પર પદ પરથી ચૂકવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે દેશમુખ તેમને મુંબઈના બાર અને રેસ્ટોરન્ટ્સમાંથી દર મહિને 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવા દબાણ કરવામાં આવતું હતું. પોલીસ કમિશનરના પદ પરથી હટાવવામાં આવતાં તેમણે આ આક્ષેપો કર્યા હતા. દેશમુખે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
રાજ્યસરકારમાં મંત્રી અને એનસીપી પાર્ટીના નેતા નવાબ મલિક વિરૂદ્ધ પણ લાગ્યા આરોપો
વિશેષ પીએમએલએ કોર્ટ દ્વારા મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક વિરુદ્ધ ઈડીની ચાર્જશીટની નોંધ લેવામાં આવી છે. કોર્ટે કહ્યું કે આ અંગે પ્રથમદર્શી પુરાવા છે કે કુર્લા ખાતે ગોવાલા કમ્પાઉન્ડ પર કબજો કરવા માટે નવાબ મલિક અન્ય લોકો સાથે મની લોન્ડરિંગ અને ગુનાહિત કાવતરામાં સીધા અને ઈરાદાપૂર્વક સામેલ હતા. આ કેસમાં નવાબ મલિકની 23 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. EDના વકીલોએ કહ્યું કે કોર્ટની રજિસ્ટ્રીમાં 5,000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.