Maharashtra : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે વિરુધ્ધ અરેસ્ટ વૉરંટ, ધરપકડ કરવા નિકળી નાસિક પોલીસ

TV9 GUJARATI

|

Updated on: Aug 24, 2021 | 1:55 PM

નારાયણ રાણેએ તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં ઠાકરેની ટીકા કરવાની સાથે સાથે 'થપ્પડ' મારવા સુધીની વાત કહી હતી.

Maharashtra : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે વિરુધ્ધ અરેસ્ટ વૉરંટ, ધરપકડ કરવા નિકળી નાસિક પોલીસ
Narayan Rane (File Photo)

Follow us on

Maharashtra : જન આશીર્વાદ યાત્રા દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પર આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ((Narayan Rane) ધરપકડ માટે આદેશ આપવામાં આવ્યા છે. નારાયણ રાણેએ તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં ઠાકરેની ટીકા કરવાની સાથે સાથે ‘થપ્પડ’ મારવા સુધીની વાત કહી હતી.

રાણેના આ નિવેદન બાદ તેમની સામે FIR નોંધવામાં આવી છે. જે બાદ આજે મંગળવાર 24મી ઓગસ્ટે નાસિક પોલીસ રાણેની ધરપકડ કરવા માટે ચિપલૂન જઈ રહી છે.  નાસિક પોલીસ કમિશનર દીપક પાંડેએ નારાયણ રાણેની ધરપકડનો આદેશ આપ્યો છે, જે બાદ પોલીસ ટીમ ત્યાં જવા રવાના થઈ છે.  દીપક પાંડેએ જણાવ્યું હતું કે જે રીતે નારાયણ રાણેએ મુખ્યમંત્રીને લઈને નિવેદન આપ્યુ હતુ તે બાદ ફરિયાદ આવી હતી, તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને FIR નોંધવામાં આવી હતી અને નાસિક પોલીસની એક ટીમ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા ગઈ છે.

તેમણે કહ્યું કે નારાયણ રાણેને કોર્ટમાં રજૂ કરીને કરવામાં આવશે. કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરવામાં આવશે.      બીજી તરફ શિવસેનાના કાર્યકરોનો ગુસ્સો પણ નારાયણ રાણે પર જોવા મળ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાસિકમાં ભાજપ કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારાની તસવીરો પણ સામે આવી છે. આરોપ છે કે શિવસેનાના કાર્યકરોએ આ પથ્થરમારો કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

યુવા સેના અને બીજેપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ, પોલીસે કર્યો લાઠી ચાર્જ 

યુવા સેનાના કાર્યકરો અને નારાયણ રાણેના સમર્થકો, ભાજપના કાર્યકરો જુહુમાં આમને-સામને આવી ગયા. યુવા સેનાના કાર્યકરો અને નારાયણ રાણેના સમર્થકો એકબીજા સાથે અથડાયા.   બંનેના કાર્યકરોને આક્રમક થતા જોઈને પોલીસે લાઠીચાર્જ કર્યો.યુવા સેનાના કાર્યકરોએ રાણેના સમર્થકો પર ટિપ્પણી કરતા કહ્યું કે બાળાસાહેબ ઠાકરે નારાયણ રાણેને કોબંડી (મુર્ગી) ચોર કહેતા હતા.    આ પછી કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના સમર્થકો ગુસ્સે ભરાયા. બાદમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

હું કોઇ નાનો માણસ નથી,હું કેન્દ્રીય મંત્રી છુ, ધરપકડના સવાલ પર બોલ્યા નારાયણ રાણે

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું છે કે તેઓને તેમના ધરપકડના આદેશની ખબર નથી. ધરપકડના પ્રશ્ન પર કેન્દ્રીય મંત્રી મને અરેસ્ટ કરશે, પોલીસ નિકળી ચુકી છે, મેં આ વિશે સાંભળ્યું છે, મને ઓફિશિયલી કંઈ ખબર નથી નારાયણ રાણેએ કહ્યું કે જાણ્યા વગર હું કશું નહીં કહું.નારાયણ રાણેએ કહ્યું છે કે જે મને આવો સવાલ પૂછશે, હું તેની સામે FIR દાખલ કરીશ.

બકૌલ રાણે, કોણ શિવસેના કયા શિવસેના નેતા આ કહી રહ્યા છે, નામ જણાવો.  હું કોઇ નાનો માણસ નથી, હું કેન્દ્રીય મંત્રી છું. હું કોઈને જવાબદાર નથી હું મીડિયાનો આદર કરું છું, તેથી હું જવાબ આપી રહ્યો છું. રાણેએ કહ્યું કે મેં કોઈ ગુનો કર્યો નથી.

રાણેને મંત્રીમંડળમાંથી હટાવવાની માંગ, સાંસદ વિનાયક રાઉતે પીએમ મોદીને પત્ર લખ્યો

આ સાથે જ લોકસભા સાંસદ વિનાયક રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નારાયણ રાણેને મંત્રીમંડળમાંથી હટાવવાની માંગ કરી છે.વિનાયક રાઉતે પોતાના પત્રમાં લખ્યું છે કે જે રીતે નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાની વાત કરી છે તે અપમાનજનક છે અને કેન્દ્રીય મંત્રીનું આવું નિવેદન વાજબી નથી.

આ પણ વાંચો : Maharashtra: FIR પછી નારાયણ રાણેએ કહ્યું – મારા વિરુધ્ધ આદેશ કાઢનારા રાષ્ટ્રપતિ થોડા છે ? હુ નાનો માણસ નહી કેન્દ્રીય પ્રધાન છુ

આ પણ વાંચો  : Maharashtra: મુખ્ય પ્રધાન ઉદ્ધવને ‘થપ્પડ’ મારવાનું કહીને ફસાયા કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે, નાસિક-પુણેમાં નોધાઈ FIR, શિવસેનાએ લગાવ્યા ‘મરઘી ચોર’ના પોસ્ટર

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati