AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં મુશ્કેલી, NDRFની 13 ટીમો તહેનાત, પરિસ્થિતિનો સામનો કરવા માટે NDRFએ બનાવી ખાસ યોજના

ભારે વરસાદ બાદ મુંબઈ (Mumbai) સહિત અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાંથી લગભગ 4,500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 1 જૂનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં વરસાદને કારણે 65 લોકોના મોત થયા છે. જ્યારે, 57 ઘાયલ થયા છે.

ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં મુશ્કેલી, NDRFની 13 ટીમો તહેનાત, પરિસ્થિતિનો સામનો કરવા માટે NDRFએ બનાવી ખાસ યોજના
NDRF (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 11:13 AM
Share

ભારે વરસાદ બાદ મહારાષ્ટ્રની (Maharashtra) હાલત ખરાબ થઈ ગઈ છે. ભારે વરસાદ (Heavy Rain) બાદ રાજધાની મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાંથી લગભગ 4,500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 1 જૂનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં વરસાદના કારણે 65 લોકોના મોત થયા છે. જ્યારે 57 લોકો ઘાયલ થયા છે.

ભારે વરસાદ વચ્ચે, NDRF (National Disaster Response Force) ની ટીમ રાહત કાર્યમાં લાગેલી છે. TV9 ભારતવર્ષની ટીમે NDRFની તૈયારીઓને લઈને NDRFના ડેપ્યુટી કમાન્ડન્ટ આશિષ કુમાર સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન TV9 સંવાદદાતાએ આશિષ કુમાર પાસેથી જાણ્યું કે તેમની ટીમ આ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરશે.

પ્રશ્ન– આ વર્ષે મહારાષ્ટ્રમાં NDRF દ્વારા શું તૈયારી કરવામાં આવી છે?

જવાબ– આ વર્ષે મહારાષ્ટ્રમાં અમારી 13 ટીમો તૈનાત છે. કેટલીક ટીમો ઓન ધ વે છે. અહીં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ જોઈએ તો જ્યાં જરૂર પડે છે ત્યાં અમે પહોંચી જઈએ છીએ.

પ્રશ્ન– આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવામાં આવે છે ?

જવાબ– દરેક પરિસ્થિતિ માટે અમારી પાસે અલગ ટીમ છે. ભૂસ્ખલન માટે અલગ, બિલ્ડીંગ ધરાશાયી થાય તો તે માટે અલગ, ડ્રાઉનિંગ માટે અલગ. દરેક જવાનને 18 મહિનાની તાલીમ લેવાની હોય છે. અમારી પાસે સારા સાધનો હોય છે, જેથી અમે સારી રીતે કામ કરી શકીએ છીએ.

પ્રશ્ન– મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિમાં કયા પડકારોનો સામનો કરવો પડે છે?

જવાબ– સૌથી મોટો પડકાર એ છે કે લોકો જાગૃત નથી. લોકો અગાઉથી તૈયાર હોતા નથી. તેઓ વિચારે છે કે પૂર આપણા સુધી નહીં પહોંચે.

પ્રશ્ન– મુંબઈમાં શું પડકારો સામે આવતા હોય છે?

જવાબ– મુંબઈમાં ભૂસ્ખલન અને મકાન ધરાશાયી થવાના કિસ્સા વધુ પ્રકાશમાં આવતા હોય છે. અમારી પાંચ ટીમો મુંબઈમાં તૈનાત કરવામાં આવી છે.

પ્રશ્ન– લોકોને શું અપીલ કરશો?

જવાબ– લોકોએ સુરક્ષિત રહેવું જોઈએ અને પોતાના ઘરે જ રહેવું જોઈએ. સૌથી મહત્વની બાબત એ છે કે સતર્ક રહેવું.

g clip-path="url(#clip0_868_265)">