Nawab Malik Charge Sheet: નવાબ મલિકની મુશ્કેલીમાં વધારો, ઈડીએ નવાબ મલિક વિરુદ્ધ 5000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી
નવાબ મલિક (Nawab Malik) સામે મુશ્કેલીમાં વધારો થશે તેવું લાગી રહ્યું છે. નવાબ મલિક હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, પરંતુ હવે જ્યારે ઈડીએ 5,000 પાનાના દસ્તાવેજો સાથે ચાર્જશીટ દાખલ કરી હોવાથી મલિકની ચિંતા વધી જશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં વિશેષ પીએમએલએ કોર્ટમાં નવાબ મલિક (Minority Affairs Minister Nawab Malik) વિરુદ્ધ લગભગ 5000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. નવાબ મલિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા છે અને મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારમાં મંત્રી પણ છે. ધરપકડ બાદ પણ તેમણે મંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી. નવાબ મલિક સામે મુશ્કેલીમાં વધારો થશે તેવું લાગી રહ્યું છે. નવાબ મલિક હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, પરંતુ હવે જ્યારે ઈડીએ 5,000 પાનાના દસ્તાવેજો સાથે ચાર્જશીટ દાખલ કરી હોવાથી મલિકની ચિંતા વધી જશે અને વિપક્ષને બીજો એક મુદ્દો પણ મળી ગયો હોવાની ચર્ચા છે.
કોર્ટે કસ્ટડી લંબાવી
નવાબ મલિકની ધરપકડ બાદ તેમના પરિવારના સભ્યોની મિલકતો પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં તેમની કસ્ટડી 22 એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી. નવાબ મલિકની ન્યાયિક કસ્ટડી પણ લંબાવવામાં આવી હતી કારણ કે તેણે તેની સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટમાં ચાર્જશીટ લઈ જવાઈ રહી હોવાની તસવીર પણ સામે આવી છે. પોલીસ કર્મચારીઓ ચાર્જશીટને મોટા બોક્સમાં લઈને જતા જોવા મળે છે. વિશેષ PMLA કોર્ટે નવાબ મલિકની ન્યાયિક કસ્ટડી લંબાવી છે. જો કે, કોર્ટે તેમને ઘરે બનાવેલું ભોજન અને દવાઓ માટે મંજૂરી આપી છે.
Mumbai | Enforcement Directorate submits around 5000-page chargesheet against NCP leader and Maharashtra minister Nawab Malik in Special PMLA court, in connection with a money laundering case pic.twitter.com/E1nFoqY5xf
— ANI (@ANI) April 21, 2022
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓ સાથે કથિત રીતે સંડોવાયેલા પ્રોપર્ટી ડીલના સંબંધમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ વર્ષે 23 ફેબ્રુઆરીએ મલિકની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ પછી, મલિકે હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી અને દાવો કર્યો હતો કે ED દ્વારા તેમની ધરપકડ અને ત્યારબાદની કસ્ટડી ગેરકાયદેસર છે.
હવે જ્યારે EDએ નવાબ મલિક સામે 5,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, ત્યારે તેમની ન્યાયિક કસ્ટડીનું શું થશે તેના પર તમામની નજર છે. ન્યાયિક કસ્ટડીમાં રહેલા મલિક હાલમાં વિવિધ બિમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. તેઓ પોતાના પગમાં સોજા અને કિડનીની સમસ્યા સાથે પણ લડી રહ્યા છે, જો કે તેમની સારવાર દવા દ્વારા કરવામાં આવી રહી હતી, પરંતુ તેમને કાયમી સારવાર લેવા પણ જણાવાયું છે.