Maharashtra Political Crisis: બાળાસાહેબ ઠાકરેની શિવસેના દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ ધરાવતા લોકોને કેવી રીતે સમર્થન આપી શકે?, એકનાથ શિંદેનો સણસણતો સવાલ
શિંદેએ પોતાના બીજા ટ્વીટમાં લખ્યું છે કે હિંદુ હ્રદય સમ્રાટ વંદનીય બાળાસાહેબ ઠાકરેના (Balasaheb Thackeray) હિંદુત્વ વિચારો અને બાળાસાહેબની શિવસેનાને બચાવવા માટે અમારે મરવું પડે તો પણ સ્વીકાર્ય છે. જો આવું થશે, તો અમે તેને અમારું ભાગ્ય સમજીશું.
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) સાથે સંબંધ ધરાવનારાઓ સાથે બાળાસાહેબ ઠાકરેની શિવસેના (Shiv Sena) કેવી રીતે સંબંધ રાખી શકે? મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કરનારાઓને શિવસેના કેવી રીતે સમર્થન આપી શકે? આ સવાલો શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ (Eknath Shinde) ઉઠાવ્યા છે. એકનાથ શિંદેએ રવિવારે રાત્રે ટ્વિટ કરીને આ સવાલ પૂછ્યો હતો. શિવસેનાના સાંસદ સંજય રાઉતે એકનાથ શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ આકરા નિવેદન આપ્યું છે. આ જ નિવેદનના જવાબમાં એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું છે. એકનાથ શિંદેએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે જો બાળાસાહેબની શિવસેનાને બચાવવા માટે મરી જવું પડે તો પણ સ્વીકાર્ય છે.
એકનાથ શિંદેએ પોતાના ટ્વીટમાં લખ્યું, મુંબઈમાં બોમ્બ વિસ્ફોટો કરાવીને નિર્દોષ મુંબઈકરોની હત્યા કરનાર દાઉદ સાથે સબંધ રાખનારાઓનું હિન્દુ હ્રદય સમ્રાટ વંદનીય બાળાસાહેબ ઠાકરેની શિવસેના સમર્થન કેવી રીતે કરી શકે છે ? તેનો વિરોધ કરવા માટે જ આ પગલું ભરવામાં આવ્યું. એકનાથ શિંદેએ આગળ લખ્યું છે કે તેના માટે મરવું પડે તો પણ સ્વીકાર્ય છે. જો આવું થશે, તો અમે તેને અમારૂં ભાગ્ય ગણીશું. શિંદેએ આ ટ્વિટ કરીને સંજય રાઉતને પણ ટેગ કર્યા છે. આ ટ્વીટ સાથે તેણે ‘મી શીવસૈનિક’ (#MiShivsainik)નું હેશટેગ પણ ઉમેર્યું છે.
શિંદેના રાત્રિના ટ્વીટથી શિવસેનાને કિક
मुंबई बाँबस्फोट घडवून निष्पाप मुंबईकरांचा जीव घेणाऱ्या दाऊदशी थेट संबंध असणाऱ्यांना हिंदुहृदयसम्राट वंदनीय बाळासाहेब ठाकरे यांची शिवसेना समर्थन कशी करू शकते…? यालाच विरोध म्हणून उचललेलं हे पाऊल; आम्हा सर्वांना मृत्यूच्या दारात घेऊन गेले तरी बेहत्तर..#MiShivsainik @rautsanjay61
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 26, 2022
સંજય રાઉતે આપ્યું આ વિવાદાસ્પદ નિવેદન, પશુ સાથે કરી તુલના
સંજય રાઉતે રવિવારે મુંબઈમાં દહિસર રેલીમાં કહ્યું હતું કે, ’40 ધારાસભ્યોની જીવતી લાશો ગુવાહાટીથી આવશે. તેમને પોસ્ટમોર્ટમ માટે સીધા શબઘરમાં મોકલવામાં આવશે. ગુવાહાટીમાં એક મંદિર છે. આ મંદિરમાં ભેંસોની બલિ ચઢાવવામાં આવે છે. અમે અહીંથી 40 ભેંસ મોકલી છે.’ સંજય રાઉતના આ વિવાદાસ્પદ નિવેદનના જવાબમાં એકનાથ શિંદેએ ટ્વિટ કર્યું છે.
શિંદેએ એક પછી એક એમ બે ટ્વિટ કર્યા છે. પોતાના બીજા ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, હિંદુ હ્રદય સમ્રાટ વંદનીય બાળાસાહેબ ઠાકરેના હિંદુત્વ વિચારો અને બાળાસાહેબની શિવસેનાને બચાવવા માટે અમારે મરવું પડે તો પણ સ્વીકાર્ય છે. જો આવું થશે, તો અમે તેને અમારું ભાગ્ય સમજીશું.
हिंदुहृदयसम्राट वंदनीय बाळासाहेब ठाकरे यांच्या हिंदुत्वाच्या विचारांसाठी आणि बाळासाहेबांची शिवसेना वाचविण्यासाठी आम्हाला मरण जरी आलं तरी बेहत्तर…. तसे झाल्यास आम्ही सारे आमचं भाग्य समजू…#MiShivsainik @rautsanjay61
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 26, 2022