સમીર વાનખેડેના ધર્મને લઈને કેમ થઈ રહ્યો છે વિવાદ ? જાણો TV9 સાથેની વાતચીતમાં તેમના પરિવારે શું કહ્યુ……

નવાબ મલિકના આરોપોને નકારી સમીર વાનખેડેએ દાવો કર્યો હતો કે તેણે ક્યારેય પોતાનો ધર્મ બદલ્યો નથી. તેની માતાની ઈચ્છા હતી તેથી તેણે મુસ્લિમ યુવતી સાથે નિકાહ કર્યા હતા. જોકે, બાદમાં તેણે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ શબાના સાથે લગ્ન પણ કર્યા હતા.

સમીર વાનખેડેના ધર્મને લઈને કેમ થઈ રહ્યો છે વિવાદ ? જાણો TV9 સાથેની વાતચીતમાં તેમના પરિવારે શું કહ્યુ......
Sameer Wankhede (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 12:33 PM

Sameer Wankhede Case : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે હાલ ગેરકાયદેસર ફોન ટેપિંગ અને લાંચ લેવા સહિતના અનેક આરોપોનો સામનો કરી રહ્યા છે. તેમણે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટને (Bombay High court) ધરપકડમાંથી વચગાળાની રાહત આપવા માટે વિનંતી કરી હતી.

જેમાં હાઈકોર્ટે વાનખેડેને આંશિક રાહત આપી છે. હાઈકોર્ટે વાનખેડેની અરજી પર સુનાવણી કરતા જણાવ્યુ કે, જો મુંબઈ પોલીસ તેની ધરપકડ કરવા માંગે છે તો ત્રણ દિવસ પહેલા વાનખેડેને નોટિસ આપીને જાણ કરવી પડશે. આ સાથે કોર્ટે મુંબઈ પોલીસને પણ કેસની તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપી છે.

સમીર વાનખેડે હિન્દુ છે કે મુસ્લિમ ?

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

નવાબ મલિકના આરોપ બાદ હાલ દરેકના મનમા સવાલ ઉઠી રહ્યો છે કે, સમીર વાનખેડે હિન્દુ છે કે મુસ્લિમ ? આ પ્રશ્ન શા માટે ? ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા NCB ઝોનલ ડાયરેક્ટર સામે નવાબ મલિકે (Nawab malik) આરોપ લગાવ્યો હતો કે, તે મુસ્લિમ છે. બીજી તરફ સમીરે દાવો કર્યો છે કે, તે હિન્દુ છે અને ક્યારેય તેમણે ધર્મ પરિવર્તન કર્યુ નથી.

NCP નેતા નવાબ મલિકે લગાવ્યા ગંભીર આરોપ

NCP નેતા નવાબ મલિકે સૌથી પહેલા સમીરનું જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) ટ્વીટ કર્યું હતું, જેમાં તેના પિતાનું નામ દાઉદનું વાનખેડે અને માતાનું નામ ઝાહિદા બાનો અને ધર્મની કોલમમાં મુસ્લિમ લખેલું છે. આ પછી નવાબ મલિકે સમીર વાનખેડેના પહેલા લગ્નના નિકાહનામા જાહેર કર્યા હતા. જે મુજબ સમીર દાઉદ વાનખેડે અને શબાના કુરેશીના લગ્ન 7 ડિસેમ્બર 2006ના રોજ લોખંડવાલા કોમ્પ્લેક્સમાં થયા હતા.

વાનખેડેના પરિવાર સાથે TV9ની ખાસ વાતચીત

અહી સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે સમીર વાનખેડેના ધર્મ (Sameer Wankhede) પર સવાલો કેમ ઉઠાવવામાં આવી રહ્યા છે ? સમીર વાનખેડે હિન્દુ છે કે મુસ્લિમ? આ પ્રશ્નના જવાબમાં વાનખેડેના ભૂતપૂર્વ સસરા એટલે કે શબાના કુરેશીના પિતાએ જણાવ્યુ કે,તેઓ તેમના પરિવારને વર્ષોથી મુસ્લિમ પરિવાર તરીકે ઓળખતા હતા. જ્યારે સમીરના પુત્રનો બચાવ કરતા જોવા મળ્યા.જ્યારે આ પ્રશ્ન વિશે સમીર અને શબાના કુરેશીને નિકાહ શીખવનારા કાઝીએ કહ્યું કે સમીર લગ્ન સમયે મુસ્લિમ હતો.

ત્યારે હાલ સમીર વાનખેડે હિંદુ છે કે મુસ્લિમ (Religion) તે અંગેનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. બીજી તરફ સમીર વાનખેડેએ પણ દાવો કર્યો હતો કે તેણે ક્યારેય પોતાનો ધર્મ બદલ્યો નથી. તેની માતાની ઈચ્છા હતી તેથી તેણે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા. જોકે, બાદમાં તેણે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ શબાના સાથે લગ્ન પણ કર્યા હતા.

આ પણ વાંચો: Aryan Khan Bail: શું આર્યન ખાન આજની રાત પણ જેલમાં વિતાવશે ? જાણો જામીન મળ્યા બાદ શું છે છૂટવાની પ્રક્રિયા

આ પણ વાંચો: Aryan Khan Case: દર શુક્રવારે NCBની સામે હાજર થવું પડશે, પાસપોર્ટ જમા કરવો પડશે, આ શરતો પર આર્યન ખાનને મળશે જામીન

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">