AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : “રાજ્ય સરકાર મતની રાજનીતિ કરી રહી છે”, અમરાવતી હિંસાની તપાસને લઈને દેવેન્દ્ર ફડણવીસનો ચોંકાવનારો દાવો

અમરાવતીમાં હિંસા ભડકાવવા માટે જવાબદાર ગણાતી રઝા એકેડમીને BJPની બી ટીમ કહેવામાં આવી રહી છે, ત્યારે દેવેન્દ્ર ફડણવીસે તેના પર મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું 'ઠીક છે તો અમે માંગ કરીએ છીએ કે રાજ્ય સરકાર રઝા એકેડમી પર પ્રતિબંધ મૂકે. શું આ રાજ્ય સરકારમાં હિંમત છે ?'

Maharashtra : રાજ્ય સરકાર મતની રાજનીતિ કરી રહી છે, અમરાવતી હિંસાની તપાસને લઈને દેવેન્દ્ર ફડણવીસનો ચોંકાવનારો દાવો
Devendra Fadanvis
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 5:03 PM
Share

Maharashtra: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) આજે અમરાવતીની મુલાકાતે છે. તેમણે હિંસાથી (Violence) પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા બાદ જણાવ્યુ  કે ‘અમરાવતીમાં જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ 13મી નવેમ્બરે જે બન્યું તે એક્શનની પ્રતિક્રિયા હતી. તેને એક અલગ ઘટના તરીકે બતાવવામાં આવી રહી છે, જે ખોટું છે.

અમરાવતીમાં 12મી નવેમ્બરના રોજ એક મોરચો કાઢવામાં આવ્યો હતો. જે ઘટના ત્રિપુરામાં (Tripura) બની ન હતી, તેના મીમ્સ બનાવીને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવ્યા હતા. જેમાં મસ્જિદને સળગતી બતાવવામાં આવી હતી, પરંતુ તે મસ્જિદ નહોતી પણ CPI(M)ની ઓફિસ હતી. સમાજને ઉશ્કેરીને 12મી નવેમ્બરે રમખાણો કરવામાં આવ્યા હતા. તે આયોજનબદ્ધ રમખાણ હતું. જ્યાં સુધી મોરચાના ષડયંત્રની તપાસ ન થાય ત્યાં સુધી 13મી નવેમ્બરની હિંસાની તપાસ અધૂરી છે.

સરકાર ચોક્કસ સમાજને નિશાન બનાવી રહી છે

વધુમાં પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘રાજ્ય સરકાર (Uddhav Government) મતની રાજનીતિ કરીને એકપક્ષીય પગલાં લઈ રહી છે. ચોક્કસ સમાજને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. 12 નવેમ્બરની હિંસામાં ચોક્કસ સમાજના લોકોની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. બાદમાં 13મી નવેમ્બરે પણ બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. આ હિંસા માટે જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે 13મી નવેમ્બરના રોજ હિંસામાં સામેલ ન હોય તેવા લોકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંમેલનમાં ગયેલા લોકોની યાદી મંગાવીને કેસ નોંધવામાં આવી રહ્યો છે. હિંદુત્વવાદી સંગઠન સાથે જોડાયેલા લોકો પર માત્ર એટલા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે કારણ કે તેઓ એક વિચારધારા સાથે જોડાયેલા છે.

એક તરફી કાર્યવાહી સામે ભાજપ જેલભરો આંદોલન કરશે

રાજ્ય સરકાર પર પક્ષપાતી કાર્યવાહીનો આરોપ લગાવતા દેવેન્દ્ર ફડણવીસે સરકારને જેલ ભરો આંદોલનની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું જે લોકો દોષિત છે તેમને સજા મળવી જોઈએ. આ માટે અમે પોલીસને મદદ કરવા તૈયાર છીએ. પરંતુ પોલીસ રાજકીય દબાણ હેઠળ એકતરફી કાર્યવાહી કરી રહી છે. જો રાજ્ય સરકાર પણ એવું ઈચ્છે તો અમે પણ તેના માટે તૈયાર છીએ. તેની સામે ભાજપ હવે જેલ ભરો આંદોલન કરશે.

આ પણ વાંચો: Corona Update : મુંબઈમાં કોરોનાનો ફફડાટ ! શહેરમાં કોરોનાના કેસ વધતા BMCએ 13 બિલ્ડીંગને કરી સીલ

આ પણ વાંચો: Farm Laws Withdrawn : આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને સહાય કરવાની ઉઠી માંગ, આ સાંસદે મોદી સરકાર પર કર્યા પ્રહાર

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
g clip-path="url(#clip0_868_265)">