Farm Laws Withdrawn : આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને સહાય કરવાની ઉઠી માંગ, આ સાંસદે મોદી સરકાર પર કર્યા પ્રહાર

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું, "PM કેર ફંડમાં ઘણા પૈસા પડ્યા છે, આ ફંડમાંથી ખેડૂતોને મદદ કરી શકાય છે. માત્ર ખેડૂતો અને દેશની માફી માંગવાથી કામ નહી ચાલે. "

Farm Laws Withdrawn : આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને સહાય કરવાની ઉઠી માંગ, આ સાંસદે મોદી સરકાર પર કર્યા પ્રહાર
Sanjay Raut and PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 3:22 PM

Maharashtra: ખેડૂતોની સામે આખરે કેન્દ્રની મોદી સરકારે ઝુકવુ પડ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા હતા. વડાપ્રધાને દેશને (PM Narendra Modi) સંબોધન કરતા જણાવ્યુ હતુ કે આ કાયદા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યા હતા, પરંતુ સરકાર કેટલાક ખેડૂતોને તેના ફાયદા સમજાવવામાં નિષ્ફળ રહી છે. જેથી આ કૃષિ કાયદાઓ (Farm Laws) પાછા ખેંચી લેવામાં આવશે. 

આ કાયદાઓ રદ કરાવવા માટે રસ્તા પર ઉતરેલા ઘણા ખેડૂતો મૃત્યુ પામ્યા હતા. ત્યારે આવા ખેડૂતોના પરિવારોને મદદની કરવાની માંગ ઉઠી છે. રવિવારે પત્રકારો સાથે વાત કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) પણ આ માંગને સમર્થન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું કે, “મૃતક ખેડૂતોના પરિવારને મદદ કરવા દેશભરમાંથી આ માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં 700 જેટલા ખેડૂતોના મોત થયા છે. તેમાંથી કેટલાક સિંધુ સરહદમાં, કેટલાક ગાઝીપુર સરહદમાં મૃત્યુ પામ્યા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સરકારની ભુલની સજા ખેડૂતોએ ભોગવવી પડી 

વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ આ કાયદાઓ પાછા ખેંચી લીધા છે. સરકારને પોતાની ભૂલ સમજાતા તેમણે આ નિર્ણય લીધો, પરંતુ આ ભૂલની સજા ખેડૂતોએ ભોગવવી પડી હતી. ખેડૂતોના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. તેથી કેન્દ્ર સરકાર અને વડાપ્રધાને તેમની મદદ કરવી જોઈએ.”

PM મોદી સહાનુભૂતિ ધરાવે છે,તે મૃતક ખેડૂતોના પરિવારને મદદ કરશે

વધુમાં સંજય રાઉતે કહ્યું “પીએમ કેર ફંડમાં ઘણા પૈસા પડ્યા છે. તે ફંડમાંથી ખેડૂતોને મદદ કરી શકાય છે. ખેડૂતો અને દેશની માફી માંગવાથી કામ નહીં ચાલે. તે 700 પરિવારોને આધાર આપવો જરૂરી છે. મને ખાતરી છે કે વડાપ્રધાન મૃતક ખેડૂતોના પરિવારને મદદ કરશે.”

તેલંગાણા સરકારે મૃતક ખેડૂત પરિવારોને 3 લાખ રૂપિયાની રાહતની જાહેરાત કરી

તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) પક્ષના વડા અને મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર. રાવે (CSR)શનિવારે તે ખેડૂતોના પરિવારોને ત્રણ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી , જેમના પરિવારના સભ્યો ખેડૂતોના આંદોલનમાં મૃત્યુ પામ્યા છે. આ સિવાય કેસીઆરે કેન્દ્ર સરકાર પાસે આવા પરિવારો માટે 25 લાખ રૂપિયાની સહાયની પણ માંગ કરી છે.

આ પણ વાંચો: Sameer Wankhede Case: સમીર વાનખેડે સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી, નોકરીમાંથી બરતરફ કરવાની માંગણી

આ પણ વાંચો: Aryan Khan Case: આર્યન ખાનના જામીન ડિટેલ ઓર્ડર પર નવાબ મલિકનું ટ્વીટ, ‘વસૂલી કરવા માટે બનાવટી કેસ રચવામાં આવ્યો, તે સાબિત થઈ ગયું’

g clip-path="url(#clip0_868_265)">