ટીન શેડની નીચે એક પછી એક 10 જેટલા સિલિન્ડર ફાટ્યા, પૂણેના કાત્રજ વિસ્તારમાં બનેલી ઘટનાએ ચકચાર મચાવી, જુઓ વીડિયો

|

Mar 29, 2022 | 8:47 PM

પૂણેના કાત્રજ વિસ્તારમાં ગાંધર્વ લૉન પાસે એક ટીન શેડમાં સિલિન્ડરોનો મોટો સ્ટોક રાખવામાં આવ્યો હતો. અહીં એક પછી એક 10થી વધુ સિલિન્ડર ફાટ્યા. મંગળવારે (29 માર્ચ) સાંજે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો.

ટીન શેડની નીચે એક પછી એક 10 જેટલા સિલિન્ડર ફાટ્યા, પૂણેના કાત્રજ વિસ્તારમાં બનેલી ઘટનાએ ચકચાર મચાવી, જુઓ વીડિયો
Cylinders blast in katraj area in pune

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra)ની સાંસ્કૃતિક રાજધાની પૂણેના કાત્રજ વિસ્તારમાં એક પછી એક સિલિન્ડર બ્લાસ્ટના (Cylinders blast in Pune) સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટીન શેડની નીચે રાખવામાં આવેલા 10થી વધુ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો છે. મંગળવારે (29 માર્ચ) સાંજે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સિલિન્ડર વિસ્ફોટમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. કાત્રજ વિસ્તારમાં ગાંધર્વ લૉન પાસે એક ટીન શેડમાં સિલિન્ડરોનો જંગી સ્ટોક રાખવામાં આવ્યો હતો.  પ્રાપ્ત માહિતી અનુસાર આ સિલિન્ડરો અહીં ગેરકાયદેસર રીતે છુપાવવામાં આવ્યા હતા. અચાનક એક સિલિન્ડર ફાટ્યો. જે બાદ એક પછી એક ઘણા સિલિન્ડર ફાટ્યા.

હ્રદયને ધ્રુજાવી દેતો અવાજ વીડિયોમાં સ્પષ્ટપણે સંભળાય રહ્યો છે. વિસ્ફોટના આ અવાજો સાંભળીને વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ વિસ્ફોટો શા માટે થયા? તે હજુ સ્પષ્ટ નથી. હાલ આ વિસ્ફોટો બાદ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે હાજર છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

એક પછી એક વિસ્ફોટોનો અવાજ સંભળાયો, પછી દેખાઈ એક ભીષણ આગ

આ પણ વાંચો :  Maharashtra Schools: રજાઓ રદ થતાં નિરાશ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, જો અભ્યાસક્રમ પૂરો નહીં થાય તો જ એપ્રિલમાં શાળાઓ રહેશે શરૂ

Published On - 8:45 pm, Tue, 29 March 22

Next Article