‘નો વેક્સિન, નો ફાસ્ટફૂડ’: મહારાષ્ટ્રમાં નિયમો કડક કરવા અંગે આરોગ્ય પ્રધાને આપ્યા સંકેત

તરૂણોને અપીલ કરતા આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે 'જો તરૂણો સુરક્ષિત રહેવા ઈચ્છતા હોય તો રસીકરણ કરાવે, ઉપરાંત જો તમારે બર્ગર અને પિઝા ખાવા હશે તો પણ રસીકરણ કરાવવુ જરૂરી છે.'

'નો વેક્સિન, નો ફાસ્ટફૂડ': મહારાષ્ટ્રમાં નિયમો કડક કરવા અંગે આરોગ્ય પ્રધાને આપ્યા સંકેત
Health Minister Rajesh Tope (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 2:43 PM

Maharashtra: મહારાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનો કહેર (Covid 19) જોવા મળી રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં 40 હજારથી વધુ કોરોના કેસ (Corona Case) નોંધાયા છે. જેમાં માત્ર મુંબઈમાં જ 20 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવતા તંત્રની ચિંતા વધી છે. આવી સ્થિતિમાં કોરોનાથી બચવા રસીકરણ (Vaccination) ખુબ જરૂરી છે.

કોરોનાના વધતા સંક્રમણને પગલે કડક પ્રતિબંધો

બીજી તરફ રાજ્યમાં કોરોના વધતા સંક્રમણને પગલે કડક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. તેમજ પોલીસને પણ આ નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે લોકો કોરોના નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરે તેમની સામે કેસ નોંધવા પણ તંત્રએ આદેશ કર્યા છે. વધતા કોરોના સંક્રમણને લઈને મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ 15થી 18 વર્ષની વયના યુવાનોને રસીકરણ માટે ઉત્સાહ દાખવવા અપીલ કરી છે.

રાજેશ ટોપેએ (Rajesh Tope) કહ્યું ‘રસીકરણથી સારો કોઈ વિકલ્પ નથી. રાજ્યમાં ત્રીજા લહેરની (Third Wave) આશંકા વચ્ચે આ શ્રેષ્ઠ ઉપાય છે. કોરોનાના ત્રીજી લહેરને રોકવા માટે આગામી દિવસોમાં નિયમો વધુ કડક કરવામાં આવશે અને તેનું ચુસ્તપણે પાલન કરવા પણ નિદર્શ કરવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ શહેરોમાં બેકાબુ બન્યો કોરોના

મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પૂણેમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યુ છે. તેથી આ શહેરોમાં કોરોના અને ઓમિક્રોનના (Omicron Case) જોખમને ધ્યાનમાં રાખીને શાળા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ રાજ્યના અન્ય શહેરોમાં શાળાઓ બંધ કરવામાં આવી નથી. જો કે સંક્રમણ વધુ ફેલાશે તો બાકીના શહેરોમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ કરવા અંગે રાજ્યના આરોગ્ય પ્રઘાન રાજેશ ટોપેએ સંકેત આપ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે સમયાંતરે કોરોના સંબંધિત સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. જરૂર પડશે તો મુખ્યમંત્રી (CM Uddhav Thackeray) દ્વારા નિયંત્રણો વધુ કડક કરવામાં આવશે. જેથી રાજેશ ટોપેએ નાગરિકોને કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે ઘરની બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરો, ઘરે આવ્યા પછી તમારા હાથ સાબુથી સારી રીતે ધોવા. જો તમને કોરોનાના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

આ પણ વાંચો : શું થશે લોકડાઉન ? મુંબઈમાં લોકડાઉનના ડરથી ફરી એકવાર પરપ્રાંતિય મજુરો વતન જવા રવાના

g clip-path="url(#clip0_868_265)">