ચેતવણી: દેશમાં કોરોના ફરી બની રહ્યો છે ઘાતક! માત્ર આ બે રાજ્યોમાંથી જ 50 ટકાથી વધુ કેસ

|

Jul 10, 2021 | 9:02 AM

કોરોનાની બીજી લહેર પુરેપુરી સમી નથી. ત્યાં લોકોએ ટૂરિસ્ટ પ્લેસો પર ભીડ એકથી કરી દીધી છે. કેન્દ્રએ આ બાબતને લઈને ચિંતા વ્યક્ત કરતા કોરોનાને લઈને માહિતી આપી.

ચેતવણી: દેશમાં કોરોના ફરી બની રહ્યો છે ઘાતક! માત્ર આ બે રાજ્યોમાંથી જ 50 ટકાથી વધુ કેસ
More than 50 percent new cases of the corona are from Maharashtra and kerala

Follow us on

કોરોનાની બીજી લહેર ઘટતા સૌએ રાહતના શ્વાસ લીધા હતા. બીજી લહેર દરમિયાન જે તારાજી સર્જાઈ હતી તે સમયે તો સૌને મહામારીની ગંભીરતા વિશે ભાન થયું હતું. પરંતુ કેસોમાં જેવો ઘટાડો શરુ થઇ ગયો લોકો ભાન ભૂલીને રસ્તે ઉતારી આવ્યા. જી હા ઠેર ઠેરથી ભીડભાડની તસ્વીરો આવવા લાગી. ટૂરિસ્ટ પ્લેસ એટલે કે ફરવા લાયક જગ્યાઓએ ટ્રાફિક જોવા મળ્યો. અહેવાલ આવ્યા કે ટૂરિસ્ટ સ્થાનોએ હોટલ્સમાં પણ જગ્યા નથી રહી. લોકો બેફામ અને બેફીકર બની ગયા.

પરંતુ તમને જણાવી દઈએ કે કોરોનાનો આતંક હજુ ઓછો નથી થયો. લોકોના મનમાંથી ભલે ચિંતા ઓછી થઇ ગઈ પરંતુ હજુ વધુ સાવધાની જરૂરી છે. કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું કે ગયા અઠવાડિયામાં કોરોનાના વધુ કેસો મહારાષ્ટ્ર(Maharashtra) અને કેરળમાંથી (Kerala) આવ્યા છે. મંત્રાલયે ભીડની તસ્વીરોને લઈને ચિંતા વ્યક્ત કરી. અને કહ્યું કે મહામારી આટલી જલ્દી પૂરી થવાની નથી.

આપણે ભ્રામક ધારણા બનાવી લીધી છે!

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, ‘દેશ હજુ પણ મહામારીની બીજી લહેર સાથે લડી રહ્યો છે. આપણે આત્મનિરીક્ષણ કરવું પડશે. જોવું પડશે કે શું આપણે ભ્રામક ધારણા તો નથી બનાવી દીધીને કે મહામારી પૂરી થઇ ગઈ.’

આ રાજ્યોમાં ચિંતા વધુ

ગયા અઠવાડિયામાં કોરોનાના વધુ કેસો મહારાષ્ટ્ર(Maharashtra) અને કેરળમાંથી (Kerala) આવ્યા છે. અહેવાલ અનુસાર આ રાજ્યોમાંથી 50% થી વધુ કોરોનાના કેસો આવી રહ્યા છે. લવ અગ્રવાલના કહ્યા અનુસાર છેલ્લા અઠવાડિયામાં મહારાષ્ટ્રમાંથી 21% અને કેરળમાંથી 32% કેસ સામે આવ્યા છે.

15 રાજ્યોમાંથી 80% કોરોના કેસ

લવ અગ્રવાલના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાના નવા કેસોમાં મહારાષ્ટ્ર, કેરળ, ઓડીશા, આંધ્રપ્રદેશ, કર્નાટક સહીત 15 રાજ્યો એવા છે જ્યાંથી 80% કોરોના કેસ સામે આવી રહ્યા છે. આ 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 90 જિલ્લાઓથી સામે આવેલા આંકડા છે. આ ક્ષેત્રો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

તેમણે કહ્યું કે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 66 જિલ્લાઓમાં, 8 જુલાઈના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં કોવિડ -19 ના કેસોનો દર 10 ટકાથી વધુ હતો.

આ સ્થિતિ તેમજ ફરવા લાયક સ્થળોએ વધી રહેલી ભીડભાડ જોઇને કેન્દ્રએ અને કેન્દ્રિય મંત્રાલયના અધિકારીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે.

 

આ પણ વાંચો: નવા રેલવે મંત્રીએ એન્જિનિયરને કેમ કહ્યું- સર નહીં, તમે મને બોસ કહેશો! જુઓ Viral Video

આ પણ વાંચો: MUMBAI : લોન્ચ થયું મુંબઈ મેટ્રો વન કાર્ડ, યાત્રીઓને પહેલી વાર મળશે આ સુવિધાઓ

Next Article