નવા રેલવે મંત્રીએ એન્જિનિયરને કેમ કહ્યું- સર નહીં, તમે મને બોસ કહેશો! જુઓ Viral Video

કાર્યભાર સંભાળતા બાદ નવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ચર્ચામાં રહ્યા છે. તેમની એન્જિનિયરો સાથેની મુલાકાતનો એક વિડીયો હવે ખુબ વાયરલ થઇ રહ્યો છે. ચાલો જણાવીએ આ વિડીયો વિશે.

નવા રેલવે મંત્રીએ એન્જિનિયરને કેમ કહ્યું- સર નહીં, તમે મને બોસ કહેશો! જુઓ Viral Video
New Railway Minister Ashwini Vaishnaw's Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 8:28 AM

તાજેતરમાં ગુરુવારે મોદી સરકારની ટીમમાં મોટા બદલાવ થયા. બીજી વાર ચૂંટાઈને આવ્યા બાદ પહેલી વાર મોદીના મંત્રીમંડળમાં ફેરબદલ (Cabinet Reshuffle) અને વિસ્તરણ જોવા મળ્યું. આ વિસ્તરણમાં ઘણા નામો ખુબ ચર્ચાયા. તેમાંથી એક નામ છે અશ્વિની વૈષ્ણવ. અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw)ને રેલવે મંત્રાલય તેમજ આઈટી ખાતા (Information and Technology)ની જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રથમ તો તેઓ ભૂતપૂર્વ IPS અધિકારી હોવાના કારણે તેમનું નામ ખુબ ચર્ચામાં આવ્યું. આ ઉપરાંત વાજપેયીની સરકારમાં પીએમોમાં ડેપ્યુટી સેક્રેટરી પણ તેઓ રહી ચૂક્યા છે. અશ્વિની વૈષ્ણવના મજબુત અનુભવને લીધે તેઓ પર લોકોની આશા વધુ હોય તેવું જોવા મળી રહ્યું છે. ખાસ વાત તો એ થઇ જ્યારે કાર્યભાર સંભાળ્યાના પહેલા જ દિવસે તેમણે પોતાના કાર્યાલયમાં કામ કરવાનો સમય બદલી દીધો. જી હા રેલવે મંત્રીનો સ્ટાફ હવે 2 શિફ્ટમાં કામ કરશે. સવારે 7:૦૦ વાગ્યાથી લઈને રાત્રે 12:૦૦ વાગ્યા સુધી આ સ્ટાફ હવે કાર્યરત રહેશે. હવે ફરી એકવાર રેલવે મંત્રી ચર્ચામાં આવ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વાત જાણે એમ છે કે નવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે રેલવેમાં સિગ્નલ વિભાગના એન્જિનિયરોની મુલાકાત લીધી. આ મુલાકાત સમયનો એક વિડીયો વાયરલ થઇ ગયો. આ સમયે ત્યાં એક એન્જિનિયર કહે છે કે તેઓ એ જ કોલેજના છે, જેમાં રેલવે મંત્રી ભણ્યા હતા. આ વાત પર અશ્વિની વૈષ્ણવ જવાબ આપે છે “આવો ગળે મળીએ”. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે ઘર જેવું જ કામ કરીશું. મજા આવી જશે, એવું કામ કરીશું.

પૂર્વ IAS અશ્વિની વૈષ્ણવે રાજસ્થાનના જોધપુરની M.B.M કોલેજથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. અને એક એન્જિનિયર પણ આ જ કોલેજથી નીકળતા માહોલ હળવો બની ગયો હતો.

અશ્વિની વૈષ્ણવે એન્જિનિયરને ગળે લગાવીને કહ્યું કે ‘સર નહીં, હવે તમે મને બોસ કહેશો. સિનીયર જુનિયરમાં, જુનિયર બોસ બોલાવે છે સિનીયરને.’ જી હા કોલેજ કાળમાં ચાલતા આવા ઉલ્લેખોને મજાકના રૂપે કહીને રેલવે મંત્રીએ માહોલ ખુશનુમા કરી દીધો હતો. ત્યાં ઉપલબ્ધ દરેક એન્જીનિયર ખુશ જણાઈ રહ્યા હતા. આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: MUMBAI : લોન્ચ થયું મુંબઈ મેટ્રો વન કાર્ડ, યાત્રીઓને પહેલી વાર મળશે આ સુવિધાઓ

આ પણ વાંચો: Jamnagar : કોરોના કાળમાં વેપારી સાથે છેતરપિંડી કરનારા ત્રણની પોલીસે ધરપકડ કરી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">