મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, અહમદનગર નવોદય વિદ્યાલયમાં ફરી સામે આવ્યા 20 કેસ, નાંદેડ અને નાગપુરમાં મળ્યા ઓમિક્રોનના દર્દી

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, અહમદનગર નવોદય વિદ્યાલયમાં ફરી સામે આવ્યા 20 કેસ, નાંદેડ અને નાગપુરમાં મળ્યા ઓમિક્રોનના દર્દી
File Image

અહમદનગરની આ નવોદય વિદ્યાલયમાં 400થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કોરોના પોઝિટીવ મળેલા વિદ્યાર્થીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Dec 27, 2021 | 8:03 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના અને કોરોનાના નવા વેરિએન્ટનું સંક્રમણ વિસ્ફોટક રૂપ લઈ રહ્યું છે. અહમદનગરના નવોદય વિદ્યાલયમાં સોમવારે ફરી 20 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ (Corona Positive) આવ્યા છે. રવિવારે 31 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ મળ્યા હતા. આ પ્રકારે અહીં કોરોના પોઝિટીવ વિદ્યાર્થીઓની સંખ્યા 70 સુધી પહોંચી ગઈ છે. આ આંકડો હાલમાં વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વિદ્યાલય અહમદનગરના પારનેરના ટાકલી ઢોકેશ્વર વિસ્તારમાં સ્થિત છે. આ તમામ કોરોના પોઝિટીવ વિદ્યાર્થીઓને પારનેરની ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અહમદનગરની આ નવોદય વિદ્યાલયમાં 400થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કોરોના પોઝિટીવ મળેલા વિદ્યાર્થીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. આના પરથી જાણી શકાશે કે આ વિદ્યાર્થીઓમાંથી કોઈને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે કે નહીં? જણાવી દઈએ કે સોમવારે પૂણેના એમઆઈટી વર્લ્ડ પીસ યૂનિવર્સિટી શિક્ષણ સંસ્થાનમાં પણ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષના 13 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ મળ્યા, પરંતુ આમાંથી કોઈ પણ ઓમિક્રોન સંક્રમિત જણાયું ન હતું. આ કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓની સારવાર શરૂ કરવામાં આવી છે.

નાંદેડમાં મળ્યા ઓમિક્રોનના 2 કેસ, નાગપુરમાં પણ મળ્યો ઓમિક્રોનનો ત્રીજો કેસ

ઓમિક્રોનની વાત કરીએ તો તે હવે મોટા શહેરો અને ગામડાઓમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મરાઠાવાડાના ઔરંગાબાદ, ઉસ્માનાબાદ, લાતૂર બાદ હવે નાંદેડ જિલ્લામાં ઓમિક્રોનના બે કેસ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં નાંદેડ આવેલા 302 લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, જેમાંથી દક્ષિણ આફ્રિકાથી નાંદેડના હિમાયત નગરમાં આવેલા 3 મુસાફરો કોરોના પોઝિટીવ આવ્યા. જિલ્લા તંત્રએ તેમના સેમ્પલ પૂણે સ્થિત લેબમાં મોકલ્યા હતા. આ ત્રણેયના રિપોર્ટ સોમવારે આવ્યા. જેમાંથી બે લોકો ઓમિક્રોન પોઝિટીવ મળ્યા અને બંનેની સારવાર ચાલી રહી છે.

આ પ્રકારે નાગપુરમાં પણ ઓમિક્રોનનો ત્રીજો કેસ સામે આવ્યો છે. દુબઈથી આવેલી 29 વર્ષની મહિલા ઓમિક્રોન સંક્રમિત મળી, અત્યાર સુધી નાગપુરમાંથી ઓમિક્રોનના ત્રણ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી એક દર્દી સાજો થઈ ચૂક્યો છે અને બેની સારવાર ચાલી રહી છે. નાગપુરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પણ 13 કેસ સામે આવી ચૂક્યા છે.

આ પણ વાંચો: Ahmedabad : લવજેહાદનો વધુ એક કેસ સામે આવ્યો, વસ્ત્રાપુર પોલીસે એક આરોપીને ઝડપી લીધો

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વિસ્ફોટ યથાવત, નવા 204 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1086 થયા, ઓમિક્રોનના નવા 24 કેસ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati