AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : લવજેહાદનો વધુ એક કેસ સામે આવ્યો, વસ્ત્રાપુર પોલીસે એક આરોપીને ઝડપી લીધો

વસ્ત્રાપુર પોલીસે આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે આરોપી રિયાઝ ખાને ઈન્સ્ટાગ્રામ પર કબીર ખાન નામનું એકાઉન્ટ બનાવ્યું હતું, જે એકાઉન્ટ થકી યુવતી સાથે મીત્રતા કરી તેને ફસાવી હતી. 3 વર્ષથી યુવતીને ફસાવી થોડા સમય પહેલા જ યુવકે પોતાનાં ધર્મની યુવતી સાથે લગ્ન કર્યા લીધા હતા.

Ahmedabad : લવજેહાદનો વધુ એક કેસ સામે આવ્યો, વસ્ત્રાપુર પોલીસે એક આરોપીને ઝડપી લીધો
અમદાવાદ-લવજેહાદ કેસ
Mihir Soni
| Edited By: | Updated on: Dec 27, 2021 | 7:42 PM
Share

અમદાવાદનાં વસ્ત્રાપુરમાં યુવતીને ભગાડી લઈ જઈ બળજબરી પૂર્વક તેનું ધર્મ પરિવર્તન કરાવવા મામલે ગુનો નોઁધાયો છે. આ મામલે પોલીસે આરોપી યુવકને ઝડપી ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ કરી છે. આ મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે.

વસ્ત્રાપુર પોલીસની ગીરફ્તમાં આવેલા શખ્સનું નામ છે રિયાઝ મેમણ. પકડાયેલો આરોપી બનાસકાંઠાનો રહેવાસી છે. આરોપીએ અમદાવાદમાં કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષની યુવતીને ઈન્સ્ટાગ્રામ મારફતે ફસાવી હતી..બાદમાં યુવતી સાથે મીત્રતા કરી અવારનવાર મળતો હતો. વર્ષ 2018થી અત્યાર સુધી અનેક વાર બનાસકાંઠાથી અમદાવાદ આવીને યુવતીને મળતો હતો. યુવતીની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયા પછી આરોપી તેને ભગાડીને બનાસકાંઠામાં પાલનપુર લઈ ગયો હતો. આરોપીએ યુવતી સાથે મરજી વિરુધ્ધ અનેક વાર શારિરીક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં જયપુર લઈ જઈ જબરદસ્તી યુવતીનો ધર્મ પરિવર્તન કરાવ્યો અને તેની સાથે લગ્ન કર્યા હતા.

વસ્ત્રાપુર પોલીસે આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે આરોપી રિયાઝ ખાને ઈન્સ્ટાગ્રામ પર કબીર ખાન નામનું એકાઉન્ટ બનાવ્યું હતું, જે એકાઉન્ટ થકી યુવતી સાથે મીત્રતા કરી તેને ફસાવી હતી. 3 વર્ષથી યુવતીને ફસાવી થોડા સમય પહેલા જ યુવકે પોતાનાં ધર્મની યુવતી સાથે લગ્ન કર્યા લીધા હતા. જે બાદ યુવતીનું જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવી તેની સાથે લગ્ન કર્યાં હતા. આ મામલે ફરિયાદનાં આધારે વસ્ત્રાપુર પોલીસે દુષ્કર્મ સહિત ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 મુજબ ગુનો નોંધી આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.

મહત્વનું છે કે અમદાવાદમાં છેલ્લાં એક વર્ષનાં સમયગાળામાં લવજેહાદની 4 ફરિયાદો નોંધાઈ ચુકી છે. જેમાં સેટેલાઈટ, વસ્ત્રાપુર અને વેજલપુર બાદ હવે વસ્ત્રાપુરમાં આ પ્રકારનો કિસ્સો નોંધાતા ચર્ચાનો વિષય બન્યો છે. આ ગુનામાં પોલીસે આરોપી યુવકની વધુ પુછપરછ શરૂ કરી છે. ત્યારે આરોપીઓ સોશિયલ મીડિયા થકી અન્ય કોઈ યુવતીને ફસાવી છે કે કેમ તે પોલીસ તપાસમાં સામે આવશે.

આ પણ વાંચો : Year Ender 2021: ગુજરાત DRUGS હેરાફેરીનું એપીસેન્ટર બન્યું, જાણો કયા અને કેટલા કરોડનો કાળો કારોબાર થયો ?

આ પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2022 : પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટમાં વધુ 16 MOU થયા, ડિફેન્સ સેક્ટર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હોટલ પ્રોજકટ સામેલ

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">