Maharashtra : સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદનથી નારાજ શિવસેના, શરદ પવારે કોંગ્રેસ નેતાને આપી આ સલાહ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી નેતાઓની બેઠકમાં શરદ પવારે કહ્યું કે, વીર સાવરકર પર હુમલો કરવાથી રાજ્યમાં વિપક્ષી ગઠબંધનને નુકસાન થશે.

Maharashtra : સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદનથી નારાજ શિવસેના, શરદ પવારે કોંગ્રેસ નેતાને આપી આ સલાહ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 8:21 AM

સાવરકર પર રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને વિપક્ષની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ હાજરી આપી ન હતી. આ મામલે શરદ પવારે ગાંધી પરિવારને સલાહ આપી હતી કે કોંગ્રેસે શિવસેનાના નેતાઓ માટે ભાવનાત્મક વિષય પર બોલવાનું ટાળવું જોઈએ. તમને જણાવી દઈએ કે, 2019માં પવારે વૈચારિક રીતે અલગ કોંગ્રેસ, NCP અને શિવસેનાને એકસાથે લાવીને મહા વિકાસ અઘાડી ગઠબંધનની રચના કરી હતી.

કોંગ્રેસે ભાવનાત્મક વિષય પર બોલવાનું ટાળવું જોઈએ

સાવરકર પર રાહુલની ટિપ્પણી બાદ મહારાષ્ટ્ર ગઠબંધનમાં તિરાડ જોવા મળી રહી છે. જેને જોતા શરદ પવારે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. તેમણે આ અંગે સોનિયા અને રાહુલ ગાંધી બંને સાથે વાત કરી હતી. પવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના આદરણીય વ્યક્તિ સાવરકરને નિશાન બનાવવાથી રાજ્યમાં વિપક્ષી ગઠબંધનને કોઈ ફાયદો થશે નહીં. આ વિષય પર તેને મોટું નુકસાન થઈ શકે છે.

તો વધુમાં પવારે સલાહ આપતા કહ્યું કે, વીર સાવરકર RSSના સભ્ય નથી. તેમણે કહ્યું કે વિપક્ષની અસલી લડાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સાથે છે, આપણે આ મુદ્દાથી હટવું જોઈએ નહીં. તેમણે વધુમાં કહ્યું કે આપણે લોકશાહીના મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ અને વિવાદો ટાળવા જોઈએ અને વાસ્તવિક મુદ્દાઓને વળગી રહો.આપને જણાવી દઈએ કે, આ બેઠકમાં વિપક્ષના 18 પક્ષોએ ભાગ લીધો હતો. જેનો હેતુ રાહુલ ગાંધીને ગુજરાતની અદાલતે બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ ગેરલાયક ઠેરવવા મુદ્દે કોંગ્રેસ સાથે એકતા દર્શાવવાનો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ નિવેદનથી વિવાદ વણસ્યો

માનહાનિના કેસમાં બે વર્ષની સજા થયા બાદ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે તેઓ સરકારથી ડરતા નથી, તેથી તેઓ માફી નહીં માંગે કારણ કે તેમનું નામ ગાંધી છે, સાવરકર નથી અને ગાંધી ક્યારેય કોઈની માફી માંગતા નથી.

રાહુલના આ નિવેદનથી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાહુલ પર નારાજગી વ્યક્ત કરી હતી. અને કહ્યું કે સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન કરનારાઓને અમારી પાર્ટી સહન નહીં કરે. જેના કારણે તેઓ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી નેતાઓની બેઠકમાં હાજર રહ્યા ન હતા.

g clip-path="url(#clip0_868_265)">