CNG Price Hike Mumbai: મધ્યરાત્રિથી CNG ગેસના ભાવમાં ઝીંકાયો વધારો, ઘરેલું પાઈપલાઈન ગેસના ભાવમાં પણ થયો વધારો

|

Jul 14, 2021 | 10:07 PM

કિંમતોમાં વધારો થયા બાદ સીએનજીનો ભાવ હવે એક કિલોના 51.98 રૂપિયા પર પહોંચી ગયો છે. પાઇપલાઇન ઘરેલું ગેસમાં, સ્લેબ 1 માટે યુનિટ દીઠ 30.40 અને સ્લેબ 2 માટે યુનિટ દીઠ 36 રૂપિયા રહેશે. આ માહિતી કંપનીએ આપી છે.

CNG Price Hike Mumbai: મધ્યરાત્રિથી CNG ગેસના ભાવમાં ઝીંકાયો વધારો, ઘરેલું પાઈપલાઈન ગેસના ભાવમાં પણ થયો વધારો
CNG price hike in Mumbai

Follow us on

છેલ્લાં બે મહિનાથી પેટ્રોલ, ડીઝલ અને ઘરેલું એલપીજી (LPG) ગેસના વધતા ભાવોથી પરેશાન મુંબઇકારો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મધ્યરાત્રિ એટલે કે (14 જુલાઈ, બુધવાર) CNG અને ઘરેલું પાઇપલાઇન ગેસ પણ મોંઘા થઈ ગયા છે. મહાનગર ગેસ લિમિટેડ દ્વારા બુધવારથી મુંબઈમાં CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 2 રૂપિયા 58 પૈસા અને ઘરેલુ પાઇપલાઇન ગેસના દરમાં પ્રતિ યુનિટ 55 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

મહાનગર ગેસ લિમિટેડે કિંમતોમાં વધારાનું કારણ પરિવહન અને અન્ય ખર્ચમાં વધારો ગણાવ્યો છે. CNGના આ વધેલા દરથી મુંબઈના લાખો ઓટો અને ટેક્સી ડ્રાઇવરો પર ખર્ચનો બોજો વધી ગયો છે અને ઘરેલુ પાઇપલાઇન ગેસના ભાવમાં વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

ભાવ વધારા પછીનો નવો દર

કિંમતોમાં વધારો થયા બાદ સીએનજીનો ભાવ હવે એક કિલોના 51.98 રૂપિયા પર પહોંચી ગયો છે. પાઇપલાઇન ઘરેલું ગેસમાં, સ્લેબ 1 માટે યુનિટ દીઠ 30.40 અને સ્લેબ 2 માટે યુનિટ દીઠ 36 રૂપિયા રહેશે. આ માહિતી કંપનીએ આપી છે. મહત્વનું છે કે, આ મહિનાના પ્રથમ દિવસે પેટ્રોલિયમ કંપનીએ ઘરેલું ગેસના 14.2 કિલો સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયા વધારો કર્યો હતો. વ્યાવસાયિક ઉપયોગ માટે વપરાતા 19 કિલો ગેસ સિલિન્ડર પણ 84 રૂપિયા મોંઘા થયા છે. હાલમાં મુંબઇમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ 834.50 રૂપિયા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આ પણ વાંચો: મોરે મુકેલા ઈંડા ચોરીને ચાર લોકોએ કર્યું આ કૃત્ય, ગ્રામ્યજનોમાં આક્રોશ બાદ તપાસમાં લાગી પોલીસ

આ પણ વાંચો: Tokyo Olympic 2020: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂનો ઓલિમ્પિક ઉત્સાહ, આકર્ષક નેઇલ આર્ટની તસવીર થઇ વાયરલ

Published On - 11:36 am, Wed, 14 July 21

Next Article