CM ઉદ્ધવ ઠાકરેની થઈ ઈમરજન્સી સર્જરી, કરોડરજ્જુની સર્જરી બાદ થઈ હતી આ સમસ્યા

|

Nov 19, 2021 | 5:05 PM

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ગરદન અને કરોડરજ્જુમાં દુખાવાના કારણે ઘણા કાર્યક્રમો રદ્દ કર્યા હતા. સીએમ ઉદ્ધવ ઠાકરેની સર્જરીનો દુખાવો વધી જતાં તેમણે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો.

CM ઉદ્ધવ ઠાકરેની થઈ ઈમરજન્સી સર્જરી, કરોડરજ્જુની સર્જરી બાદ થઈ હતી આ સમસ્યા
CM Uddhav Thackeray

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની ગુરુવારે સવારે ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા સીએમ ઠાકરેની કરોડરજ્જુની સર્જરી (Spinal surgery) કરવામાં આવી હતી. તે સ્વસ્થ પણ થઈ ગયા હતા. જોકે અચાનક તેમની કરોડરજ્જુમાં લોહી ગંઠાઈ જવાની વાત સામે આવતાં જ ડોક્ટરોએ તેમની ઈમરજન્સી સર્જરી કરવી પડી.

 

દુખાવો વધી જતા સર્જરીનો નિર્ણય

સમાચાર મુજબ ગરદન અને કરોડરજ્જુમાં દુખાવાના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ઘણા કાર્યક્રમો રદ્દ કર્યા હતા. પરેશાનીના કારણે તે લોકો સાથેની મુલાકાત પણ ઓછી કરી રહ્યા હતા. દિવાળીના દિવસે તેઓ ભાગ્યે જ તેમના વર્ષા બંગલામાં મુલાકાતીઓને મળતા હતા. જ્યારે સીએમ ઠાકરેને દુખાવો વધી ગયો, ત્યારબાદ તેમણે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો.

 

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કરોડરજ્જુમાં લોહીના ગઠ્ઠા થઇ ગયા હતા

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ ઠાકરેના કરોડરજ્જુમાં લોહીના ગઠ્ઠાને કારણે ડોકટરોએ ફરી એકવાર સર્જરી કરવી પડી હતી, જેથી લોહીના ગઠ્ઠાને દૂર કરી શકાય. સીએમ ઉદ્ધવ ઠાકરેની બીજી સર્જરી ગુરુવારે સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના 18માં માળે આવેલા સ્પેશિયલ ઑપરેટિંગ થિયેટરમાં કરવામાં આવી હતી.

 

તેમની નવી સર્જરી શિવસેના પ્રમુખના સ્પાઈન સર્જન ડૉ. શેખર ભોજરાજ અને હૃદયરોગના નિષ્ણાત ડૉ. અજિત દેસાઈના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. મહત્વનું છે કે સીએમ ઉદ્ધવ ઠાકરે ઘણા દિવસોથી ગરદન અને પીઠના દુખાવાથી ઝઝૂમી રહ્યા હતા.

 

થોડા દિવસ પહેલા થઇ હતી પહેલી સર્જરી

તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરેની પહેલી સર્જરી 12 નવેમ્બરે મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવી હતી. કરોડરજ્જુની સમસ્યાને કારણે તેમને 10 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

હાલમાં મેડિકલ ટીમની દેખરેખ હેઠળ

સીએમ ઉદ્ધવ ઠાકરેએ દુખાવો વધી જતા ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરોએ સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. ઈમરજન્સી સર્જરી થઈ ગઈ છે ત્યારે હવે એક મેડિકલ ટીમ મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.

 

આ પણ વાંચો : India Post Recruitment 2021: રમતવીરો માટે સરકારી નોકરીની ઉત્તમ તક, 257 જગ્યાઓની વેકેન્સી માટે આ રીતે કરો અરજી

 

આ પણ વાંચો : BEL Recruitment 2021: ભારત ઈલેક્ટ્રોનિક્સમાં સિનિયર એન્જિનિયર અને ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

Next Article