Maharashtra: વધતા કોરોનામાં કાર્યક્રમોની ભીડથી CM ઉદ્ધવ ઠાકરે અકળાયા, કહ્યું- ‘મોટી કિંમત ચૂકવવી પડશે’

મુખ્યમંત્રીએ કહ્યું કે 'ભૂતકાળના અનુભવોને જોતા, હું તમામ રાજકીય પક્ષો અને સંગઠનોને અપીલ કરું છું કે ભીડ વધારનારા રાજકીય કાર્યક્રમો, સભાઓ, મોરચાઓને તાત્કાલિક બંધ કરી દે. અત્યારે તહેવારોનો સમય છે. આવી સ્થિતિમાં, પ્રતિબંધો કોને ગમશે ? પરંતુ કોરોનાની ત્રીજી લહેરને પણ રોકવી પડશે.

Maharashtra: વધતા કોરોનામાં કાર્યક્રમોની ભીડથી CM ઉદ્ધવ ઠાકરે અકળાયા, કહ્યું- 'મોટી કિંમત ચૂકવવી પડશે'
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (ફાઈલ ઈમેજ)

કોરોનાના ત્રીજા લહેરની (Third Wave of Corona) આગાહી સતત વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર કોરોનાનું સંક્રમણ (Corona in Maharashtra) પણ વધ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) પણ આ અંગે ખૂબ જ ચિંતિત  જોવા મળી રહ્યા છે. આજે (6 સપ્ટેમ્બર, સોમવાર) તેમણે રાજકીય કાર્યક્રમોમાં વધતી ભીડને લઈને માત્ર વિપક્ષ જ નહીં પરંતુ શાસક પક્ષના પક્ષો સામે પણ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. તમામ રાજકીય પક્ષોને આગામી પડકારોને જોતા ભીડ વધારનારા રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોને તાત્કાલિક બંધ કરવા પણ કહ્યું.

આગળ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આવા સમયે સરકારને સહકાર આપો, સંયમ રાખો અને કોરોનાના નિયમોનું પાલન કરો, નહીંતર મહારાષ્ટ્રને મોટી કિંમત ચૂકવવી પડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે અત્યારે તહેવારોનો સમય છે. આવી પરિસ્થિતિમાં, પ્રતિબંધો (Lockdown in Maharashtra) કોને ગમશે ? પરંતુ તહેવારો કરતાં માનવ જીવન વધુ મહત્વનું છે. જો જીવન બચશે તો તહેવાર તો આગળ પણ આવશે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એવું તે શું કહ્યું? કે તેમની વાતોથી ડર લાગ્યો ?

મુખ્યમંત્રીએ કહ્યું, “મહારાષ્ટ્ર સહિત આખો દેશ કોરોનાની ત્રીજી લહેર સામે આવીને ઉભો છે. એટલું જ નહીં, કોરોનાએ ફરી એકવાર જોરશોરથી દસ્તક આપવાનું શરૂ કર્યું છે. અમેરિકામાં કોરોનાની ત્રીજી લહેરથી જાહેર જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચીનને પણ ફટકો પડ્યો છે. આપણા દેશની જ વાત કરીએ તો કેરળમાં દરરોજ લગભગ 30,000 નવા કેસ સામે આવી રહ્યા છે. આ એક ચેતવણી છે. જો આપણે આ ચેતવણીને ગંભીરતાથી નહીં લઈએ તો મહારાષ્ટ્રના જનજીવનને મોટી કિંમત ચૂકવવી પડશે. સરકાર તેની તરફથી તૈયારી કરશે. પરંતુ કોરોના સામે લડવા માટે તે તૈયારીઓનો ઉપયોગ ન કરવો પડે, તેવા પ્રયત્નો કરવા જોઈએ.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ રાજકીય પક્ષોને કહ્યું, “બીજી લહેર કેવી રીતે શરૂ થઈ તે આપણે સારી રીતે જાણીએ છીએ. ઓક્સિજનના અભાવે મોટું સંકટ સર્જાયું હતું. ભૂતકાળના અનુભવોને જોતા, હું તમામ રાજકીય પક્ષો અને સંગઠનોને અપીલ કરું છું કે ભીડ વધારનારા રાજકીય કાર્યક્રમો, સભાઓ, મોરચાઓને તાત્કાલિક બંધ કરી દે. કડક નિયમોને અનુસરીને પણ બાકીના કાર્યક્રમોનું આયોજન કરી શકાય છે. આપણે કોઈપણ રીતે ત્રીજી લહેરને આવતા અટકાવવી પડશે. જાહેર જનતાના જીવનને પ્રથમ પ્રાથમિકતા આપવી પડશે. આજે મુખ્યમંત્રીના વર્ષા નિવાસસ્થાને આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત મહત્વની બેઠક  યોજાઇ હતી. ઉદ્ધવ ઠાકરેએ આ બેઠકમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

શું રાજ્યમાં ફરી રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવશે? 

મુખ્યમંત્રીની નારાજગીને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ફરી એકવાર નાઇટ કર્ફ્યુ અને કોરોના પ્રતિબંધક નિયમોને કડક બનાવવાની (Night Curfew in Maharashtra) શક્યતા વધી છે. જ્યારે આ આશંકાઓને કારણે વિવિધ પ્રશ્નો ઉભા થવા લાગ્યા, ત્યારે કોંગ્રેસના નેતા અને કેબિનેટ મંત્રી વિજય વડેટ્ટીવારે (Vijay Wadettiwar) સ્પષ્ટતા કરી કે અત્યારે મુખ્યમંત્રીના મનમાં આવો કોઈ વિચાર નથી.

મુખ્યમંત્રીના વર્ષા નિવાસસ્થાને આપત્તિ વ્યવસ્થાપન અંગે યોજાયેલી મહત્વની બેઠક અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે મુખ્યમંત્રીના મનમાં નાઇટ કર્ફ્યુ અથવા લોકડાઉન જેવા પ્રતિબંધો ફરીથી લાદવાનો વિચાર નથી. પરંતુ ફરી એકવાર તેઓ કોરોના સંક્રમણની વધતી ગતિથી ચોક્કસપણે ચિંતિત છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પહેલા તમારી પાર્ટીને સંભાળો, પછી અમને ભાષણ આપો

ઉદ્ધવ ઠાકરેની અપીલનો જવાબ આપતા ભાજપ (BJP) વતી વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કહ્યું કે પહેલા તમારી પાર્ટી પર નિયંત્રણ રાખો અને પછી અન્યને સૂચના આપો. મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ (Raj Thackeray) પહેલેથી જ પ્રશ્ન ઉઠાવ્યો છે કે નિયમો બધા માટે સમાન હોવા જોઈએ. જ્યારે શિવસૈનિકો શેરીઓમાં ઉતરે છે, ત્યારે શા માટે કશું બોલતા નથી?

‘ભીડને નિયંત્રિત કરીશું, પૂર્વ આયોજિત કાર્યક્રમો પણ રદ કરીશું’ – નવાબ મલિક

બીજી બાજુ, એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે (Nawab Malik, NCP)  મુખ્યમંત્રીની અપીલનો હકારાત્મક જવાબ આપતા કહ્યું કે, ભીડ વધારનારા રાજકીય કાર્યક્રમો મુલતવી રાખવામાં આવશે. ભીડ વધવાની સંભાવના હોય તેવા એક પણ કાર્યક્રમ નહીં કરે. તેમણે એનસીપીના પૂર્વ આયોજિત કાર્યક્રમને રદ કરવાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.

આ પણ વાંચો :  Maharashtra : મુંબઈમાં કોરોનાનાં નવા લક્ષણો આવ્યા સામે, જાણો આ લક્ષણો વિશે

Click on your DTH Provider to Add TV9 Gujarati