Maharashtra : મુંબઈમાં કોરોનાનાં નવા લક્ષણો આવ્યા સામે, જાણો આ લક્ષણો વિશે
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી ઓનલાઈન કોન્ફરન્સમાં એમ. પંડિતે જણાવ્યું હતું કે, કોરોના વાયરસને 17 મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં, નવા લક્ષણો હજુ પણ વિકસી રહ્યા છે અને તેમના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.
Maharashtra : તાજેતરમાં કોવિડ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા કોરોનાનાં નવા લક્ષણો વિશે જણાવવામાં આવ્યુ છે. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. રાહુલ પંડિતના જણાવ્યા મુજબ, “કોવિડ -19 દર્દીઓમાં વધુને વધુ જોવા મળતા કેટલાક નવા લક્ષણોમાં સાંભળવાનું ઓછું થવું, શુષ્ક મોં, માથાનો દુખાવો, લાળનો સ્ત્રાવ ઓછો થવો અને ચામડી પર ફોલ્લીઓ હોવાનું સામે આવ્યુ છે.”
17 મહિનાથી વધુ સમય છતાં, નવા લક્ષણો હજુ પણ વિકસી રહ્યા છે : એમ પંડિત
રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી ઓનલાઈન કોન્ફરન્સમાં (Online Conference) એમ પંડિતે જણાવ્યું હતું કે, કોરોના વાયરસને 17 મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં, નવા લક્ષણો હજુ પણ વિકસી રહ્યા છે અને તેમના પર ધ્યાન આપવાની જરૂર છે.
કોવિડના નવા લક્ષણો જોવા મળ્યા : ડો. સમીર ભાર્ગવ
મુંબઈની કૂપર હોસ્પિટલના ENT ના વડા ડો. સમીર ભાર્ગવે (Sameer Bhargav) જણાવ્યું હતું કે, કોરોનાનાં નવા ઈન્ફેક્શનમાં સ્મેલ સેન્સની સાથે શ્રાવ્ય સેન્સ (Hearing Sens) પર અસર જોવા મળી છે, જો કે અમુક કેસોમાં જ આ નવા લક્ષણો જોવા મળ્યા છે.
દરેક દર્દીમાં સરખા લક્ષણ જોવા મળતા નથી : ટાસ્ક ફોર્સના ચેરમેન ડો. સંજય
ટાસ્ક ફોર્સના ચેરમેન ડો. સંજયે નવા કોવિડ લક્ષણો (Covid-19 Symptoms) વિશે જણાવ્યુ હતુ કે, કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વેરિએન્ટને કારણે ઘણા દર્દીઓમાં ઝાડા, ઉબકા અને ઉલટી જેવા લક્ષણો (New Symptoms) જોવા મળ્યા હતા. જોકે આ લક્ષણોમાં પણ સમયાંતરે ફેરફાર જોવા મળ્યા હતા.
ઉપરાંત દરેક વ્યક્તિમાં સરખા લક્ષણ જોવા મળ્યા નહોતા, ત્યારે હાલ કોવિડના કેટલાક નવા કેસો સામે આવ્યા છે, જેમાં શ્રવણ શક્તિ અને માથાના દુખાવા જેવા નવા લક્ષણો જોવા મળ્યા છે. જો કે અમુક દર્દીઓમાં જ આ પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે.
સંપૂર્ણ સ્વસ્થ થવામાં ત્રણથી ચાર અઠવાડિયાનો સમય લાગે : ડો. અજીત દેસાઈ
આરોગ્ય નિષ્ણાંતોએ આ અંગે જણાવ્યુ હતુ કે,”કોરોનામાંથી સંપૂર્ણ સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા ત્રણથી ચાર અઠવાડિયાનો સમય લાગે છે. ડો. અજીત દેસાઈએ જણાવ્યું હતું કે કોવિડ પછી 40 ટકા દર્દીઓ ન્યુરોસાયકિયાટ્રિક (Neuropsychiatric) ક્ષતિઓ જોવા મળે છે. જેમાં ચિંતા, હતાશા, ઉંઘ ન આવવી, તણાવનો સમાવેશ થાય છે જ્યારે 5 ટકા દર્દીઓમાં થ્રોમ્બોએબોલિક અસર પણ જોવા મળે છે.”
આ પણ વાંચો: Crime: દીકરીને થઈ માતાના પ્રેમ પ્રકરણની જાણ, માતાનું Whatsapp Hack કર્યું તો મળી ચોંકાવનારી તસ્વીરો
આ પણ વાંચો: Maharashtra : ન માથા ઉપર છત કે ન તો ખિસ્સામાં પૈસા ! કેન્સરના સેંકડો દર્દીઓ મુંબઈમાં ફૂટપાથ પર રહેવા મજબૂર