Narayan Rane : નિતેશ રાણેએ ફિલ્મી અંદાજમાં શિવસેનાને આપી ચેતવણી !

યુવા સેનાના નેતાઓને મળ્યા બાદ શિવસેના (Shiv Sena) દ્વારા એક તસવીર બહાર પાડવામાં આવી છે. જેમાં નારાયણ રાણેનો વિરોધ કરી રહેલા તમામ યુવા નેતાઓ જોવા મળી રહ્યા છે.

Narayan Rane :  નિતેશ રાણેએ ફિલ્મી અંદાજમાં શિવસેનાને આપી ચેતવણી !
Nitesh Rane warns Shiv Sena
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 12:13 PM

Narayan Rane :  મુંબઈમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના ઘરની બહાર વિરોધ કરનાર યુવાસેનાના નેતાઓએ સીએમ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સાથે મુલાકાત કરી હતી.તમને જણાવી દઈએ કે,યુવા સેનાના નેતા વરુણ સરદેસાઈ, અમેય ઘોલે, પૂર્વ મંત્રી રામદાસ કદમના પુત્ર યોગેશ કદમ મુખ્યપ્રધાનને મળવા પહોંચ્યા હતા.ઉલ્લેખનીય છે કે, નારાયણ રાણે (Narayan rane) વિરુદ્ધ આંદોલનમાં વરુણ સરદેસાઈની મહત્વની ભુમિકા હતી અને તેમના નેતૃત્વમાં જ તેમના નિવાસ્થાન બહાર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

યુવા સેનાના નેતાઓને મળ્યા બાદ શિવસેના (Shiv Sena)દ્વારા એક તસવીર બહાર પાડવામાં આવી છે. જેમાં નારાયણ રાણે સામે વિરોધ કરી રહેલા તમામ યુવા નેતાઓ જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે,આદિત્ય ઠાકરેના નજીકના સહયોગી અમૈયા ઘોલેએ દાદર વિસ્તારમાં ભાજપના નેતા વિરુદ્ધ ‘મુર્ઘી ચોર’ના પોસ્ટરો પણ લગાવ્યા હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આક્રમક અંદાજમાં જોવા મળ્યા યુવા સેનાના નેતા

મંગળવારે શિવસેના અને યુવા સેનાએ નારાયણ રાણે સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં દરેક વ્યક્તિ રસ્તા પર આક્રમક રીતે આંદોલન કરતા જોવા મળ્યા હતા.નારાયણ રાણેના ઘર પર પથ્થરમારો  કરતા, પોલીસ દ્વારા લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો હતો.

નિતેશ રાણેની શિવસેનાને ચેતવણી

મંગળવારે નારાયણ રાણે સામે રાજકીય ધમાસાણ બાદ આખરે તેમને રાત્રે જામીન મળી ગયા. ત્યારે હાલમાં નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેએ (nitesh rane )શિવસેના પર પ્રહાર કર્યા છે. તેમણે શિવસેનાને ટ્વીટ કરીને યોગ્ય જવાબ આપવાની ચેતવણી આપી છે. ઉપરાંત ચેતવણી સાથે તેમણે અભિનેતા મનોજ બાજપેયીની એક ફિલ્મની વીડિયો ક્લિપ (Video Clip) શેર કરી છે. જેમાં તે આક્રમક રીતે વિરોધીઓને ચેતવણી આપતો જોવા મળે છે.

આ પણ વાંચો: Narayan Rane Bail : નારાયણ રાણેને જામીન મળ્યા બાદ ભાજપની મહત્વની જાહેરાત, ‘જન આશિર્વાદ યાત્રા’ ગુરુવારથી થશે શરૂ

આ પણ વાંચો:  મુંબઇ પોલીસે જેમ્સ બોન્ડની થીમ પર આપ્યુ ગજબ પરફોર્મન્સ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

g clip-path="url(#clip0_868_265)">