Maharashtra: ‘કોંગ્રેસ-એનસીપીના ખોળામાં બેઠેલા, અમને કહી રહ્યા છે દગાબાજ’, ઉદ્ધવ ઠાકરેના હુમલા પર સીએમ શિંદેનો પલટવાર

ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને આદિત્ય ઠાકરેએ (Aditya Thackeray) શિંદે પર હુમલો કરતા કહ્યું કે, તેમણે શિવસેનાની પીઠ પર ખંજર ભોંક્યુ છે. આ મામલે શિંદેએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, જે કોંગ્રેસ અને એનસીપીના ખોળામાં જઈને બેઠા છે તે અમને કહેશે કે ખંજર કોણે માર્યું છે?

Maharashtra: 'કોંગ્રેસ-એનસીપીના ખોળામાં બેઠેલા, અમને કહી રહ્યા છે દગાબાજ', ઉદ્ધવ ઠાકરેના હુમલા પર સીએમ શિંદેનો પલટવાર
Uddhav Thackeray & Cm Eknath Shinde (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 12:39 PM

મહારાષ્ટ્રની રાજનીતિમાં (Maharashtra Politics) સીએમ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચેની ખેંચતાણ દિવસેને દિવસે વધી રહી છે. રવિવારે (24 જુલાઈ) સાંજે મુંબઈમાં શિવડી નજીક કાલાચોકી વિસ્તારમાં શિવસેના (Shiv Sena) શાખાનું ઉદ્ઘાટન કરવા આવેલા ઉદ્ધવ ઠાકરેએ શિંદે જૂથ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે શિંદે જૂથ માત્ર પાર્ટી જ નથી ચોરી રહ્યા, પરંતુ તેમના પિતાને પણ ચોરી કરવા નિકળ્યા છે. તેઓ મર્દ નથી, ચોર છે. બળવાખોર નહી ગદ્દાર છે. તેમણે શિવસેનાની પીઠ પર ખંજર મારી દીધું છે.

ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું છે કે જો હિંમત હોય તો ઠાકરેના નામને બદલે માતા-પિતાના નામ પર પોતાનું અસ્તિત્વ બનાવીને દેખાડે. આ હુમલાના જવાબમાં સીએમ શિંદેએ કહ્યું, કે બાળાસાહેબ ઠાકરે અમારા જેવા અસંખ્ય શિવસૈનિકો માટે પિતા સમાન હતા. તેઓ પણ શિવસેનાને એક પરિવાર માનતા હતા અને તેઓ આ પરિવારના વડા હતા. એટલા માટે અમને બાળાસાહેબનું નામ લેતા કોઈ રોકી શકે તેમ નથી.

અમે જ બાળાસાહેબના વિચારોના રખેવાળ

સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે જે લોકો કોંગ્રેસ-એનસીપીના ખોળામાં બેસીને હિંદુ વિરોધી શક્તિઓના વમળમાં ફસાયેલા પડ્યા છે, તેઓ કહી રહ્યા છે કે અમે શિવસેનાની પીઠ પર ખંજર ભોંકી દીધું છે. જેમણે બાળાસાહેબના વિચારો સાથે સમાધાન કર્યું છે, તેઓ અમારા પર આરોપ લગાવી રહ્યા છે કે અમે છેતરપિંડી કરી છે. અમે કોંગ્રેસ અને એનસીપીના રખેવાળ નથી, અમે સાચા અર્થમાં બાળાસાહેબના વિચારોના રખેવાળ છીએ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

‘બાળાસાહેબ શિવસૈનિકોના પિતા સમાન, તેમનું નામ લેતા રહીશું’

એકનાથ શિંદેએ એમ પણ કહ્યું હતું કે સમય આવશે ત્યારે તેઓ કહેશે કે કોણે કોની પીઠ પર ખંજર મુક્યું છે. અત્યારથી શું કહેવું કે ધનુષ્યનું તીર છાતીની અંદર કેટલું દૂર પહોંચ્યું છે. વાસ્તવમાં, એકનાથ શિંદે દિલ્હી જતા પહેલા ગઈ કાલે મુંબઈના રંગશારદા ઓડિટોરિયમમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યાં મહારાષ્ટ્રના ધનગર સમાજે ઓબીસી આરક્ષણ લાગુ કરવા બદલ તેમનું સન્માન કર્યું. આ કાર્યક્રમ પૂરો થયા બાદ પત્રકારોએ તેમને ઘેરી લીધા અને ઉદ્ધવ ઠાકરેના આરોપો પર તેમનો જવાબ માંગ્યો. ત્યારબાદ સીએમ શિંદેએ આ નિવેદનો આપ્યા હતા.

તમને જણાવી દઈએ કે માત્ર ઉદ્ધવ ઠાકરે જ નહીં, આદિત્ય ઠાકરે પણ તેમની શિવસંવાદ યાત્રામાં સતત આરોપ લગાવી રહ્યા છે કે જે શિવસેનાએ શિંદે જૂથના નેતાઓને આટલા મોટા બનાવ્યા, આજે તેઓ શિવસેનાને ખતમ કરવાનું કાવતરું કરી રહ્યા છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">