Cash for Vote ! ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે પર રૂપિયા વહેંચવાનો આરોપ

|

Nov 19, 2024 | 3:05 PM

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે પર રૂપિયા વહેંચવાનો ગંભીર આરોપ લાગ્યો હતો, જેના કારણે ભારે હોબાળો મચ્યો છે. BVAના વડા હિતેન્દ્ર ઠાકુરે દાવો કર્યો હતો કે, ભાજપના નેતા પાસેથી એક ડાયરી પણ મળી આવી છે. જેમાં રૂપિયાની લેતી દેતીની વાત છે.

Cash for Vote ! ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે પર રૂપિયા વહેંચવાનો આરોપ

Follow us on

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા રાજકીય ગરમાગરમી સર્જાઈ છે. પાલઘરના વિરાર પાસે એક હોટલમાં ભારતીય જનતા પાર્ટી અને બહુજન વિકાસ અઘાડીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો હતો. જેના કારણે સમગ્ર હોબાળો થયો હતો. બહુજન વિકાસ અઘાડીના વડા હિતેન્દ્ર ઠાકુરે દાવો કર્યો હતો કે, ભાજપના નેતા પાસેથી એક ડાયરી પણ મળી આવી છે.

નાલાસોપારાના ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુરે પણ આરોપ લગાવ્યો છે કે, બીજેપી નેતા વિનોદ તાવડે 5 કરોડ રૂપિયા રોકડા લાવ્યા હતા. આ રકમ ભાજપના ઉમેદવાર રાજન નાઈકને વહેંચવાની હતી. ક્ષિતિજ ઠાકુરે દાવો કર્યો હતો કે, ડાયરીમાં રૂ. 15 કરોડના ટ્રાન્ઝેક્શનની વાત લખાયેલ છે જે ડાયરીના શબ્દો પુષ્ટિ કરે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તાવડેની કારની પણ તપાસ કરવામાં આવી હતી. ઠાકુર વતી ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવામાં આવી છે. ક્ષિતિજ ઠાકુરના પિતા હિતેન્દ્ર ઠાકુરનું કહેવું છે કે વિનોદ તાવડેએ તેને ઘણી વખત ફોન કરીને માફી માંગી છે.

Garlic Benefit : બસ ખાઈ લો રોજ એક કળી વિટામીન B12ની ઉણપ પુરી, આ રીતે કરો ઉપયોગ
Vastu Tips : ઘરના મંદિરમાં પિતૃનો ફોટો રાખવો જોઈએ કે નહીં
આજનું રાશિફળ તારીખ : 19-11-2024
શેરબજાર પર બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી ! 2025 માટે કહી મોટી વાત
શું છે LIC ની જીવન શિરોમણી પોલિસી, જેમાં તમને મળશે 1 કરોડ રૂપિયા
શ્રીવલ્લી નહીં, તો કોણ છે આ એક્ટ્રેસ, જેને અલ્લુ અર્જુને ગણાવી ફેવરિટ

વિનોદ તાવડેને બહાર કાઢવાનો પ્રયાસ

અહેવાલ મુજબ, આ ઘટના વિરાર પૂર્વમાં હોટલ વિવાંતા ખાતે બની હતી, જ્યાં વિનોદ તાવડે ચૂંટણીની આખરી રણનીતિ ઘડવા માટે આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હોબાળો હજુ પણ ચાલુ છે. BVAના કાર્યકરોએ હોટલને ઘેરી લીધી છે. પોલીસ તાવડેને રિસોર્ટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે, જેના માટે મોટી ટીમ મોકલવામાં આવી છે.

પોલીસ દ્વારા હોટલના રૂમની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી કરીને ઠાકુરે લગાવેલા આરોપોનું સત્ય બહાર આવી શકે. હોટલમાં હંગામાની સમગ્ર ઘટના મીરા ભાયંદર વસઈ વિરાર પોલીસના અધિકારક્ષેત્રમાં છે. તે જાણીતું છે કે BVA સ્થાનિક સંગઠન છે અને તેમની પાસે ત્રણ ધારાસભ્યો છે.

સંજય રાઉતે કહ્યું- ભાજપની ગેમ પૂરી

આ ઘટના પર શિવસેના યુબીટી નેતા સંજય રાઉતનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે ભાજપનો ખેલ ખતમ થઈ ગયો છે. ચૂંટણી પંચે જે કામ કરવાનું હતું તે ક્ષિતિજ ઠાકુરે કર્યું છે. જોકે, ભાજપે પૈસાની વહેંચણીના આરોપોને નકારી કાઢ્યા છે. બીજેપી નેતા પ્રવીણ દરેકરે BVAના આરોપોને ખોટા ગણાવતા કહ્યું કે ‘મને લાગે છે કે તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ હાસ્યાસ્પદ છે. એમવીએને લાગે છે કે તેઓ ચૂંટણી હારી ગયા છે. તેથી જ તેઓ આવી મનઘડત કથા બનાવી રહ્યા છે.’

Next Article