Breaking News : રાયગઢમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, 4ના મોત, 100 લોકો ફસાયા, જુઓ Video
Maharashtra Raigad Landslide News : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. કાટમાળમાં 100 લોકો ફસાયા હોવાના સમાચાર છે. 4 લોકોના મોત થયા છે. 22 લોકોને બચાવી લેવાયા છે. NDRFની બે ટીમો સ્થળ પર તૈનાત છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે ઘટનાસ્થળની મુલાકાત લેશે.
Raigad : ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બનતી હોય છે. આજે ગુરુવારની સવારે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની (Landslide) ઘટના સામે આવી છે. કાટમાળમાં 100 લોકો ફસાયા હોવાના અને 4 લોકોના મોત થયા હોવાના સમાચાર મળ્યા હતા. જેમાંથી 75 લોકોને બચાવી લેવાયા છે. NDRFની 4 ટીમો, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેટલાક મંત્રીઓએ આ સ્થનની મુલાકાત લીધી હતી.
રાયગઢના ખાલાપુર તાલુકામાં ઈરશાલગઢ વાડી નામના ગામમાં આ ભૂસ્ખલનની ઘટના બની છે. ઈરશાલગઢ પર્વતનો કેટલોક ભાગ ભારે વરસાદને કારણે નીચે પડયો હતો. 19 જુલાઈની મોડી રાત્રે 11.30 થી 12 કલાકની વચ્ચે આ ઘટના બની હતી. આ સ્થળે 50થી 60 ઘરો હતા. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં શરુ કરવામાં આવી હતી.
રાયગઢમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન
RAIGAD (MAHARASHTRA) LANDSLIDE 25-30 rescued so far. 5 bodies have been brought down. Appx 100+ are feared trapped inside debris#MumbaiRains pic.twitter.com/b0lEGlMV0b
— Siddhant Anand (@JournoSiddhant) July 20, 2023
#WATCH | Maharashtra CM Eknath Shinde arrives at the site of the landslide in Irshalwadi village of Khalapur tehsil of Raigad district.
According to the Raigad police, four people have died and three others have been injured. Rescue operation is underway. pic.twitter.com/nu087axCrz
— ANI (@ANI) July 20, 2023
महाराष्ट्र के रायगड में बड़ा हादसा। रायगड के इरसालवाड़ी गांव में लैंडस्लाइड होने से 100 से ज्यादा लोग उसके नीचे दबे। अब तक 4 लोगों की मौत। @News18India @RaigadPolice @CollectorRaigad @InfoRaigad @Raigad pic.twitter.com/CM3woLhPnZ
— Diwakar Singh (@Diwakar_singh31) July 20, 2023
खालापूर येथील इरसाल गडाच्या पायथ्याशी असलेल्या वसाहतीवर दरड कोसळली आहे. चौक गावापासून ६ किमी डोंगर भागात मोरबे धरणाच्या वरच्या भागात आदिवासी वाडी आहे.#NDRF टीम जागेवर पोहचली आहे. pic.twitter.com/ZtsxR0Dd3l
— जिल्हा माहिती कार्यालय,रायगड-अलिबाग (@InfoRaigad) July 20, 2023
Maharashtra Ministers Uday Samant and Dada Bhuse reached Khalapur’s Irshalwadi in Raigad district where a landslide took place late at night. NDRS and Raigad Police carry out rescue operations. pic.twitter.com/8LKIHbINMO
— ANI (@ANI) July 20, 2023
19 જુલાઈના દિવસે રાયગઢમાં પડયો ભારે વરસાદ
હવામાન વિભાગે રાયગઢ જિલ્લામાં 19 જુલાઈના રોજ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. IMD એ 19મી જુલાઈ માટે પાલઘર રાયગઢ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતુ. થાણે મુંબઈ અને રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતુ. ભારે વરસાદને કારણે જ રાયગઢમાં આ દુર્ઘટના બની હતી.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાનું રસાયણી પોલીસ સ્ટેશન બુધવારે સવારે સતત વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે કામમાં અડચણ આવી રહી હતી. રૂમ સહિત સમગ્ર પોલીસ સ્ટેશન પરિસરમાં પાણી ભરાઈ ગયા હતા અને પોલીસકર્મીઓને એક ફૂટથી વધુ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો