AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મહારાષ્ટ્રમાં મંત્રાલયને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, મુંબઈ પોલીસનું સર્ચ ઓપરેશન શરુ

Bomb Threat in Mumbai: મહારાષ્ટ્રના મંત્રાલયને મંત્રાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ફોન પર વાત ન કરાવતા ફોન કરનારે કહ્યું, મંત્રાલયમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. ધમકીભર્યા કોલ બાદ મુંબઈ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. છેલ્લા 15 દિવસમાં બીજી વખત મંત્રાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અજાણ્યા ફોન કરનારે અહેમદનગરથી ફોન કર્યો હતો.

Breaking News : મહારાષ્ટ્રમાં મંત્રાલયને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, મુંબઈ પોલીસનું સર્ચ ઓપરેશન શરુ
Maharashtra Ministry Bomb Threat
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2023 | 7:17 PM
Share

Mumbai : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી એક ચોંકાવનારા સમચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સ્થિતિ મંત્રાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આજે ગુરુવારે એક વ્યક્તિએ મંત્રાલયમાં ફોન કરીને મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે વાત કરવાની ડિમાન્ડ કરી. તેની ઈચ્છા પૂરી ના થતા તેણે મંત્રાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી. આ ઘટનાને કારણે મુંબઈ પોલીસે (Mumbai Police) આખા મંત્રાલયમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું છે.

છેલ્લા 15 દિવસમાં બીજી વખત મંત્રાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અજાણ્યા ફોન કરનારે અહેમદનગરથી ફોન કર્યો હતો.જોકે, સર્ચ ઓપરેશન દરમિયાન મંત્રાલયમાંથી કોઈ ખતરનાક કે શંકાસ્પંદ વસ્તુઓ મળી નથી. પોલીસે આ ધમકી ભરેલા કોલને ફર્જી જાહેર કર્યો છે.

આ પણ વાંચો  : Sachin Tendulkar : મુંબઈના બાંદ્રામાં સચિન તેંડુલકરના ઘરની બહાર ધમાલ, જાણો શું છે સમગ્ર મામલો

મુંબઈ એરપોર્ટ પર મળી હતી બોમ્બની ધમકી

આજથી 6 દિવસ પહેલા એટલે કે 25 ઓગસ્ટના દિવસે મુંબઈ એરપોર્ટ પર એક વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસના કંટ્રોલ રુમમાં ફોન કરીને એરપોર્ટ પર હુમલાની ધમકી આપી હતી. ધમકી ભરેલા કોલ બાદ થયેલી પોલીસ તપાસમાં એરપોર્ટ કે વિમાનમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી ના હતી. શરુઆતની તપાસમાં આ કોલ મહારાષ્ટ્રના સતારાથી આવ્યો હોવાની વાત સામે આવી હતી.

આ પણ વાંચો : ‘ઐશ્વર્યા રાય જેવી આંખો’, મહારાષ્ટ્રના મંત્રીએ વિવાદિત નિવેદન પર મહિલા આયોગને આપ્યો આ જવાબ

મુંબઈમાં ફરી એકવાર 26/11 જેવો આતંકવાદી હુમલો ?

ગયા મહિનામાં પાકિસ્તાની નંબરથી મુંબઈમાં બોમ્બ હુમલાની ધમકી મળી હતી. પાકિસ્તાની નંબરથી ફોન કરનાર કોલરે જણાવ્યું કે મુંબઈમાં ફરી એકવાર 26/11 જેવો આતંકવાદી હુમલો થશે. આ કોલ પર એમ પણ કહેવામાં આવ્યું કે આ વખતે દેશના મોટા નેતાઓ અમારા નિશાના પર છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ધમકી ભરેલો ફોન વાસ્તવમાં મુંબઈથી જ હતો.

આ પણ વાંચો : Breaking News: પૂણે માં હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ, 4 લોકોના દર્દનાક મોત, જુઓ Video

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">