Breaking News : મહારાષ્ટ્ર પૂણેના રાવેત કિવલેમાં હોર્ડિંગ પડ્યું, 5ના થયા મોત
મહારાષ્ટ્રના (maharashtra) પુણે જિલ્લાના પિંપરી ચિંચવાડ શહેરના રાવેત કિવલે વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બની છે. રાવેત વિસ્તારમાં હોર્ડિંગ પડવાથી 5 લોકોના મોત થયા છે. ભારે પવન સાથે અચાનક આવેલા વરસાદને કારણે હોર્ડિંગ્સ પડી ગયા હતા. આ દુર્ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના પિંપરી ચિંચવાડ શહેરના રાવેત કિવલે વિસ્તારમાં લોખંડનું હોર્ડિંગ બોર્ડ તૂટી પડતાં ચાર મહિલાઓ અને એક પુરુષ સહિત પાંચ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. પોલીસે આ વિશે જાણકારી આપી હતી. ભારે વરસાદ અને ભારે પવન દરમિયાન રાવેત કિવલેમાં એક રોડ પર એક વિશાળ બિલબોર્ડ પડી ગયું હતું.
પોલીસ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા
પોલીસ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના જવાનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. હોર્ડિંગ હટાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે છ ક્રેન તૈનાત કરવામાં આવી હતી. અકસ્માત બાદ રેસ્ક્યુ ટીમ હોર્ડિંગ નીચે ફસાયેલા એક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
Maharashtra | Five people, including four women and a man, dead while two others injured after an iron hoarding board collapsed in Ravet Kiwle area of Pimpri Chinchwad city in Pune district: Police pic.twitter.com/WekUqlNcpL
— ANI (@ANI) April 17, 2023
મુંબઈ પુણે હાઈવે પર સર્વિસ રોડ પર બની આ ઘટના
આ ઘટના રાવત કિવલે વિસ્તારમાં મુંબઈ પુણે હાઈવે પર સર્વિસ રોડ પર બની હતી. “ભારે પવનને કારણે કેટલાક લોકોએ લોખંડના હોર્ડિંગ હેઠળ સહારો લીધો હતો. અચાનક હોર્ડિંગ તેમના પર તૂટી પડ્યું હતું, જેમાં પાંચ લોકોના મોત થયા અને બે અન્ય ઘાયલ થયા,” એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ ઘટના વિશે વાત કરતાં પોલીસે કહ્યું કે પાંચ મૃતદેહો મળી આવ્યા છે અને હોર્ડિંગ નીચે અન્ય કોઈ ફસાયું છે કે નહીં તે શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. આગળ વધુમાં અધિકારીએ કહ્યું છે કે ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
મહારાષ્ટ્ર સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…