Maharashtra : ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી, BKC પોલીસે હાથ ધરી તપાસ

સૂત્રોના જણાવ્યું અનુસાર મંગળવારે સાંજે 4.30 વાગ્યે એક વ્યક્તિએ સ્કૂલના લેન્ડલાઈન ફોન પર ફોન કર્યો હતો અને કહ્યું કે મેં તમારી સ્કૂલમાં ટાઈમ બોમ્બ લગાવ્યો છે. આટલું કહી ફોન કરનારે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો.

Maharashtra : ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી, BKC પોલીસે હાથ ધરી તપાસ
BKC police investigates Dhirubhai Ambani International School after bomb threatImage Credit source: FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 2:12 PM

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઘણી વાર ધમકી ભર્યા ફોન આવતા હોય છે. મહારાષ્ટ્રના મુંબઈમા BKCમાં આવેલી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. સૂત્રોના જણાવ્યું અનુસાર મંગળવારે સાંજે 4.30 વાગ્યે એક વ્યક્તિએ સ્કૂલના લેન્ડલાઈન ફોન નંબર પર ફોન કર્યો હતો અને કહ્યું કે મેં તમારી સ્કૂલમાં ટાઈમ બોમ્બ લગાવ્યો છે. આટલું કહી ફોન કરનારે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો. અંબાણી પરિવારને વારંવાર ધમકીઓ મળતી રહે છે. તેને ધ્યાનમાં રાખીને આ ફોન અંગેની માહિતી સ્કૂલે સૌથી પહેલા BKC પોલીસને જાણ કરી હતી. આ અંગે BKC પોલીસને જાણ કરી હતી. શાળાની ફરિયાદના આધારે, BKC પોલીસે અજાણ્યા કોલર વિરુદ્ધ IPCની કલમ 505(1)(B) અને 506 હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર નામ મેળવવાની ચાહ

ધમકી ભર્યો ફોન કરનારે કહ્યું કે જો ‘હું આવું કરીશ તો પોલીસ મને પકડી લેશે, જેલમાં ધકેલી દેશે, જેના કારણે તેનું નામ સોશિયલ મીડિયા પર વાયરલ થશે જેના કારણે તેને મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ પૂછશે’. ધમકી ભર્યો ફોન કરનારે દાવો કર્યો છે કે તે ગુજરાતમાં છે. મળતી માહિતી અનુસાર BKC પોલીસની તપાસમાં ધમકી ભર્યો ફોન કરનાર આરોપીની ઓળખાણ થઈ ગઈ છે. પોલીસે તેને ધરપકડ  કરવાની કડક કાર્યવાહી હાથ ધરશે.

BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું

અગાઉ પણ મળી હતી અંબાણી પરિવારને ધમકી

આ અગાઉ પણ મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અંગેના ઓછામાં ઓછા ચારથી પાંચ કોલ આવ્યા હોવાનું જાણવા મળે છે. મુંબઈ પોલીસ તપાસ કરશે તેમ જાણવા મળે છે. આ મામલે અંબાણી પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવશે તેવા અહેવાલ છે. તેઓ ડી. બી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે તેવું જાણવા મળે છે. મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી રિલાયન્સ હોસ્પિટલના લેન્ડલાઈન પરથી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. પ્રાથમિક અનુમાન છે કે ધમકીભર્યો ફોન કોલ કરનાર વ્યક્તિ માનસિક રીતે બિમાર હોઈ શકે છે.

g clip-path="url(#clip0_868_265)">