Maharashtra : નવરાત્રી પહેલા સરકાર એક્શનમાં, BMCએ નવરાત્રીને લઈને ગાઈડનલાઈન કરી જાહેર

|

Oct 01, 2021 | 4:46 PM

BMC દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, જાહેર પંડાલોની આરતી દરમિયાન માત્ર 10 લોકોને જ પંડાલમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે.

Maharashtra : નવરાત્રી પહેલા સરકાર એક્શનમાં, BMCએ નવરાત્રીને લઈને ગાઈડનલાઈન કરી જાહેર
BMC Issue Guidelines for Navratri

Follow us on

Maharashtra :  મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) નવરાત્રિની ઉજવણી માટે માર્ગદર્શિકા જારી કરી છે અને નાગરિકોને કોવિડ -19 અને ડેન્ગ્યુના ખતરાને ધ્યાનમાં રાખીને તહેવાર ઉજવવાની સલાહ આપવામાં આવી છે. BMC દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ મૂર્તિ વિસર્જન યાત્રા દરમિયાન માત્ર પાંચ લોકોને જ એકત્ર થવાની મંજૂરી છે.

જાહેર પંડાલોમાં માત્ર 10 જ લોકો હાજર રહી શકશે

માર્ગદર્શિકા અનુસાર, જાહેર પંડાલોની આરતી સમયે પંડાલમાં માત્ર 10 લોકો જ હાજર રહી શકશે. તેમજ દરેક લોકોએ સામાજિક અંતરનું સખત પાલન કરવું જરૂરી છે. આ સાથે ગણેશ ચતુર્થી ઉત્સવ વખતે લાદવામાં આવેલા પ્રતિબંધોની જેમ, BMC (Bombay Municipal Corporation) એ જાહેર પંડાલ માટે દુર્ગા મૂર્તિની ઉંચાઈ 4 ફૂટ અને ખાનગી સમારોહ માટે 2 ફૂટ સુધીની મર્યાદા નક્કી કરી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઘરોમાં મૂર્તિઓનું વિસર્જન કરવાની અપીલ

માર્ગદર્શિકા મુજબ જો વિસર્જનના દિવસ સુધીમાં જાહેર પંડાલ વિસ્તાર જો કન્ટેનમેન્ટ ઝોનમાં (Containment zone)ફેરવાઈ જાય, તો મૂર્તિનું મંડળ પરિસરમાં જ વિસર્જન કરવું પડશે. આ સાથે, સરકારે લોકોને પ્લાસ્ટર ઓફ પેરિસ ઉપર માટીની મૂર્તિઓને પ્રાધાન્ય આપવા અને ઘરોમાં અથવા નાગરિક સંસ્થાઓ દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ BMC એ ગણેશ ઉત્સવ બાદ તેમના વતનથી શહેરમાં પરત ફરતા લોકોનું ફરજીયાત પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે.

નવરાત્રિ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ચાલશે

દુર્ગા પૂજાનો આ નવ દિવસનો તહેવાર શારદીય નવરાત્રી (Navratri) તરીકે ઓળખાય છે. આ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ માટે કલશની સ્થાપના કરવામાં આવે છે અને ઘરોમાં શાશ્વત જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ વખતે શારદીય નવરાત્રિ 7 ઓક્ટોબરના રોજ શરૂ થશે અને 15 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે.

 

આ પણ વાંચો: Maharashtra : રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો આજથી હડતાલના માર્ગ, લેખિત ખાતરી આપવાની માંગ સાથે ડોક્ટરો અડગ

આ પણ વાંચો: Video : આ ખુરશી તો ભારે શોખીન ! મહારાષ્ટ્રથી માન્ચેસ્ટર સુધીની મુસાફરી કરી આ ખુરશીએ, કારણ જાણીને તમને પણ આશ્વર્ય થશે

Published On - 3:43 pm, Fri, 1 October 21

Next Article