અજીબો-ગરીબ ચલણ, હેલમેટ ના પહેરવા પર ઓટો ડ્રાઈવરને લાગ્યો 500 રૂપિયાનો દંડ!

અજીબો-ગરીબ ચલણ, હેલમેટ ના પહેરવા પર ઓટો ડ્રાઈવરને લાગ્યો 500 રૂપિયાનો દંડ!

ઓટો રિક્ષા ચાલકે કલ્યાણ ટ્રાફિક પોલીસ પાસેથી આ મામલે પૂછ્યુ તો તેમને થાણે અને મુંબઈ જવા માટે કહ્યું. તેની પર રિક્ષા ચાલકનું કહેવું છે કે જ્યારે મારી ભૂલ નથી તો હું કામ બંધ કરીને મુંબઈ અને થાણેના ચક્કર કેમ લગાવું?

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Mar 04, 2022 | 11:22 AM

મહારાષ્ટ્રના (Maharashtra) કલ્યાણમાંથી (Kalyan) એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં ટ્રાફિક પોલીસે (Traffic Police) ઓટો ડ્રાઈવરને હેલમેટ (Helmet) નહીં પહેરવા પર 500 રૂપિયાનું ચલણ (Challan) કાપ્યું છે. જાણકારી મુજબ 3 ડિસેમ્બર 2021એ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં એક ટૂ વ્હીલર ચાલક હેલમેટ પહેર્યા વગર ક્યાંક જઈ રહ્યો હતો, ત્યારે ટ્રાફિક પોલીસે તેનો ફોટો લઈ લીધો હતો પણ ચલણ ઓટો ચાલક ગુરૂનાથ ચિકનકરના નામ પર આવી ગયુ. ચલણમાં ફોટો બાઈક ચાલકનો જ છે પણ રિક્ષા નંબર, નામ અને મોબાઈલ નંબર ગુરૂનાથનું છે. ઓટો રિક્ષા ડ્રાઈવર ગુરૂનાથ ચિકનકરને જ્યારે મોબાઈલ ફોન દ્વારા 500 રૂપિયા દંડની જાણ થઈ તો તે ચોંકી ઉઠ્યા.

ત્યારબાદ ઓટો રિક્ષા ચાલકે કલ્યાણ ટ્રાફિક પોલીસ પાસેથી આ મામલે પૂછ્યુ તો તેમને થાણે અને મુંબઈ જવા માટે કહ્યું. તેની પર રિક્ષા ચાલકનું કહેવું છે કે જ્યારે મારી ભૂલ નથી તો હું કામ બંધ કરીને મુંબઈ અને થાણેના ચક્કર કેમ લગાવું? ગુરૂનાથનું કહેવું છે કે ટ્રાફિક પોલીસે પોતાની ભૂલ સુધારવાની જરૂર છે.

નિયમોનું ઉલ્લંઘન કરનારને સજા કરવામાં આવશે

આજતકના અહેવાલ મુજબ રિક્ષા ચાલકે દંડ અને નોટિસને તરત જ હટાવવાની માંગ કરી છે. કલ્યાણમાં ઈ-ચલણની વ્યવસ્થા હાલમાં જ શરૂ કરવામાં આવી છે. તેના કારણે ઘણી ખામીઓ સામે આવી રહી છે. ઓટોચાલકના સંબંધી મદન ચિકનકરે કહ્યું કે ટ્રાફિક પોલીસને તેમની ઈ-ચલણ સિસ્ટમ પર કામ કરતી વખતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સજા થવી જોઈએ.

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ

મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ કાબૂમાં આવી રહ્યો છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 467 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. આજે રાજ્યમાં 12 લોકોના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,144 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા બુલેટિન મુજબ આજે આવેલા ચેપના નવા કેસોમાંથી 234 કેસ ઓમિક્રોનના છે. નોંધપાત્ર વાત એ છે કે બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ચેપને કારણે કોઈનું મોત થયું નથી. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 78,67,391 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે અને ચેપને કારણે 1,43,718 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો: યુક્રેનથી પરત ફરેલા નવસારીના વિદ્યાર્થીની હૈયુ હચમચાવી દે તેવી આપવીતિ, માઇનસ 8 ડિગ્રીમાં 40 કિલોમીટર ચાલીને પોલેન્ડ બોર્ડર પહોંચ્યો

આ પણ વાંચો: Surat : આખરે સુરતને બે સરકારી કોલેજ આપવાની ગુજરાત સરકારની જાહેરાતથી વિદ્યાર્થીઓને રાહત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati