યુક્રેનથી પરત ફરેલા નવસારીના વિદ્યાર્થીની હૈયુ હચમચાવી દે તેવી આપવીતિ, માઇનસ 8 ડિગ્રીમાં 40 કિલોમીટર ચાલીને પોલેન્ડ બોર્ડર પહોંચ્યો

સંઘર્ષ કર્યા પછી અંતે પોતાનો પુત્ર ઘરે પરત ફરતા દર્શના માતા-પિતાની આંખોમાં હરખના આંસુ નથી સમાતા. દર્શ ઘરે પરત ફરતા તેના માતા-પિતાએ હાંશકારો અનુભવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 10:58 AM

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની (Russian Ukraine war )સ્થિતિમાં અનેક નિર્દોષો ફસાઇ રહ્યા છે. દુનિયાના જુદા જુદા દેશો તરફથી આ યુદ્ધ બંધ થાય તે માટે પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. જો કે આ વચ્ચે ત્યાં ફસાયેલો લોકોની દયનીય સ્થિતિ સામે આવી રહી છે. રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનથી ગુજરાત પરત ફરેલા નવસારી (Navsari)ના એક વિદ્યાર્થી (Student)એ પણ પોતાની આપવીતિ જણાવી છે. જેને સાંભળીને કોઇપણ માણસના રુંવાટા ઊભા થઇ જાય.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ ઓપરેશન ગંગા હેઠળ સ્વદેશ પરત ફરી રહ્યા છે. ત્યારે નવસારીનો વિદ્યાર્થી પણ યુક્રેનથી હેમખેમ ઘરે પરત પહોંચ્યો છે. વિદ્યાર્થી વતન પહોંચતાં તેના પરિવારજનોમાં ખુશી જોવા મળી રહી છે. નવસારીનો દર્શ સહીસલામત પરત ફરતાં પરિવારજનોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. જો કે પરત ફરેલા દર્શ મહેતાએ ભારત પરત ફરવા સુધીની જણાવેલી તેની આપવીતિથી કોઇપણ વ્યક્તિનું હૈયું હચમચી શકે છે. દર્શ મહેતાએ જણાવ્યુ કે તેમની પાસે પૈસા ખુટી ગયા હતા. ખોરાકની પણ પુરતી વ્યવસ્થા નહોતી.

દર્શ મહેતાએ ભારત પરત ફરવા માટે યુક્રેનની બોર્ડર સુધી પહોંચવુ પડે તેમ હતુ. જેથી તે માઇનસ 8 ડિગ્રીમાં 40 કિલોમીટર ચાલીને પોલેન્ડ બોર્ડર પહોંચ્યો હતો. ઠંડીમાં તેના માટે બોર્ડર સુધી પહોંચવુ અઘરુ હતુ આમ જતા હિંમત કરીને તે બોર્ડર સુધી પહોંચ્યો હતો. પોલેન્ડની બોર્ડર સુધી પહોંચી ભારતીય વાયુસેનાના વિમાનમાં તે ભારત પહોંચ્યો હતો.

આટલો સંઘર્ષ કર્યા પછી અંતે પોતાનો પુત્ર ઘરે પરત ફરતા દર્શના માતા-પિતાની આંખોમાં હરખના આંસુ નથી સમાતા. દર્શ ઘરે પરત ફરતા તેના માતા-પિતાએ હાંશકારો અનુભવ્યો છે.

આ પણ વાંચો-

ડાંગ દરબાર 2022ની તડામાર તૈયારી શરૂ, એક દિવસનાં રાજાઓને અપાતા સાલિયાણાની રકમને લઈ કચવાટ

આ પણ વાંચો-

BAPSના વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય તે માટે કરી પ્રાર્થના

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">