AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election Results 2022: પંજાબ-યુપી અને ગોવાને લઈને શરદ પવારે આપ્યુ નિવેદન, ઉતાર-ચઢાવ એ ચૂંટણીની રાજનીતિનો ભાગ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગોવા પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે અમે તમામ વિપક્ષી દળો આગામી સંસદ સત્ર દરમિયાન સાથે બેસીને વિચારીશું કે ભવિષ્યમાં અમે શું કરી શકીએ. આજે  કોંગ્રેસના કોઈ નેતા સાથે મારી વાત થઈ નથી.

Assembly Election Results 2022: પંજાબ-યુપી અને ગોવાને લઈને શરદ પવારે આપ્યુ નિવેદન, ઉતાર-ચઢાવ એ ચૂંટણીની રાજનીતિનો ભાગ
Sharad Pawar
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 5:21 PM
Share

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી  (Counting of Votes)  ચાલી રહી છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ સત્તાધારી કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. તે જ સમયે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં ભાજપને ફાયદો થયો છે. આ દરમિયાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગોવા વિશે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે અમે તમામ વિપક્ષી દળો આગામી સંસદ સત્ર દરમિયાન સાથે બેસીને વિચારીશું કે ભવિષ્યમાં શું કરી શકીએ. આજે મેં કોંગ્રેસના કોઈ નેતા સાથે વાત કરી નથી. સાથે જ કોંગ્રેસના ચરણજીત ચન્ની અંગે તેમણે કહ્યું કે આ તેમની પાર્ટીનો નિર્ણય છે. તેમને કોઈપણ નિર્ણય લેવાનો અધિકાર છે.

પવારે કોંગ્રેસ વિશે કહ્યું

શરદ પવારે કહ્યું કે ઉતાર-ચઢાવ એ ચૂંટણીની રાજનીતિનો ભાગ છે. 70ના દાયકામાં લગભગ તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. પરંતુ હવે જોવાનું રહેશે કે તેની પાછળ શું રાજકીય કારણો છે. કોંગ્રેસની નેતાગીરી અને કાર્યકરો સંગઠનને મજબૂત કરીને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે રસ્તા પર ઉતરવાની તૈયારી બતાવશે તો લોકો તમને ફરીથી સ્વીકારશે. આજનો ચુકાદો ભાજપની તરફેણમાં છે, આપણે તેને સ્વીકારવો જોઈએ.

પંજાબમાં કોંગ્રેસનો નિર્ણય, તેનો વિશેષાધિકાર

શરદ પવારે કહ્યું કે કોંગ્રેસ શા માટે પરાજિત થઈ તે અંગે વાત કરવી મારા માટે યોગ્ય નથી. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કોંગ્રેસે જે પણ નિર્ણય લીધો છે તે તેમનો વિશેષાધિકાર છે. મેં આ અંગે કોંગ્રેસના કોઈ નેતા સાથે વાત કરી નથી. પરિણામો આવ્યા પછી કોઈ ઉતાવળિયા તારણો કાઢવા યોગ્ય રહેશે નહીં. આ તમામ બાબતો પર આવતા મહિને વિચાર કરવામાં આવશે.

ગોવા પર પવારની પ્રતિક્રિયા

પવારે કહ્યું કે કોંગ્રેસ પાસે ગત વખતે સંખ્યા હતી, પરંતુ ભાજપે કેટલીક યુક્તિઓ કરી અને સરકાર બનાવી. પરંતુ હજુ પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે, જોઈએ આગળ શું થાય છે.

આ પણ વાંચો : Maharashtra : કચરાના ઢગમાંથી મળી આવ્યા પાંચ ભ્રૃણ, આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">