AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમૃતા ફડણવીસે કહ્યું ‘મહાત્મા ગાંધી જુના રાષ્ટ્રપિતા, નવા ભારતના રાષ્ટ્રપિતા વડાપ્રધાન મોદી’

તમને જણાવી દઈએ કે 3 વર્ષ પહેલા પણ અમૃતા ફડણવીસે વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ રાષ્ટ્રપિતા કહીને કર્યો હતો. ત્યારે પણ તેમની પર ટીકા-ટિપ્પણી થઈ હતી પણ ત્યારબાદ પણ તે પોતાના નિવેદન પર અડગ છે.

અમૃતા ફડણવીસે કહ્યું 'મહાત્મા ગાંધી જુના રાષ્ટ્રપિતા, નવા ભારતના રાષ્ટ્રપિતા વડાપ્રધાન મોદી'
Amrita Fadnavis And PM Modi Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2022 | 5:20 PM
Share

મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે વડાપ્રધાન મોદીને લઈને એક નિવેદન આપ્યું છે. ડેપ્યુટી મુખ્યપ્રધાનના પત્નીએ વડાપ્રધાન મોદીને નવા ભારતના રાષ્ટ્રપિતા ગણાવ્યા છે. એટલું જ નહીં અમૃતા ફડણવીસે કહ્યું કે મારૂ માનવું છે કે મહાત્મા ગાંધી ભારતના રાષ્ટ્રપિતા છે, ત્યારે વડાપ્રધાન મોદી નવા ભારતના રાષ્ટ્રપિતા છે. ભારતના બે રાષ્ટ્રપિતા છે. એક પહેલા હતા, એક નવા ભારતના રાષ્ટ્રપિતા છે. તમને જણાવી દઈએ કે 3 વર્ષ પહેલા પણ અમૃતા ફડણવીસે વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ રાષ્ટ્રપિતા કહીને કર્યો હતો. ત્યારે પણ તેમની પર ટીકા-ટિપ્પણી થઈ હતી પણ ત્યારબાદ પણ તે પોતાના નિવેદન પર અડગ છે.

માત્ર બે વ્યક્તિથી જ ડરૂ છું: અમૃતા ફડણવીસ

વધુમાં અમૃતા ફડણવીસે કહ્યું કે હું માત્ર મારી માતા અને સાસુથી ડરૂ છું. હું વધારે રાજકીય નિવેદન તે માટે નથી આપતી કારણ કે તેનાથી મને અને દેવેન્દ્રજી, અમને બંનેને નુકસાન થાય છે. તેનો ફાયદો બીજા લોકો ઉઠાવે છે. હું વધારે બોલુ છું તેવી ફરિયાદ આરએસએસને પણ કરવામાં આવી હતી, આ સાચુ છે પણ હું જેવી છું, તેવી છું. ઈમેજ બનાવવા માટે હું કોઈ ફેરફાર કરતી નથી.

વડાપ્રધાનના જન્મદિવસ પર કર્યુ હતું ટ્વીટ

આ પહેલા પણ અમૃતા ફડણવીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર એક અલગ જ અંદાજમાં ટ્વીટ કર્યુ હતું. તેમને 17 સપ્ટેમ્બરે લખ્યું હતું કે ‘આજે આધુનિક ભારતના રાષ્ટ્રપિતા માનનીય નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પર અમે તેમના વિઝન, મિશન અને સપનાના અનુરૂપ કામ કરવાનો સંકલ્પ લઈએ છીએ, જે તેમને ન્યૂ ઈન્ડિયા માટે જોયું છે. આવો બધા સાથે મળીને પોતાના દેશને સ્વચ્છ, ભ્રષ્ટ્રાચાર મુક્ત અને આર્થિક ગતિવિધિઓને કેન્દ્ર બનાવો.’

રાજનીતિમાં આવવાની કોઈ ઈચ્છા નથી: અમૃતા ફડણવીસ

અમૃતા ફડણવીસે કહ્યું કે જે 24 કલાક રાજનીતિ અને સમાજ માટે આપી શકે છે અને જે તેના લાયક છે, તેમને જ મુખ્યમંત્રી હોવું જોઈએ. દેવેન્દ્રજી 24 કલાક સમાજના કામ માટે આપે છે. હું રાજનીતિના કામમાં મારા 24 કલાક આપી શકતી નથી. તેથી મારી રાજનીતિમાં આવવાની કોઈ ઈચ્છા નથી.

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">