AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: પૂર્વ મુખ્યમંત્રીની પત્નીના સંગીતને લઈને સીએમ ઉદ્ધવ ઠાકરેએ માર્યો ટોણો, અમૃતા ફડણવીસે પણ ટ્વીટ કરીને આપ્યો આ જવાબ

ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) કહ્યું હતું કે, 'મને લાગતું હતું કે એક જ વ્યક્તિ ગીત ગાય છે.' તેના પર ટ્વીટ કરીને અમૃતા ફડણવીસે (Amrita Fadnavis) જવાબ આપ્યો, 'મને લાગ્યું કે પરિવારમાં તમે એકમાત્ર અબજોપતિ છો. હવે ખબર પડી કે તમારી પત્નીનો ભાઈ પણ અબજોપતિ છે.

Maharashtra: પૂર્વ મુખ્યમંત્રીની પત્નીના સંગીતને લઈને સીએમ ઉદ્ધવ ઠાકરેએ માર્યો ટોણો, અમૃતા ફડણવીસે પણ ટ્વીટ કરીને આપ્યો આ જવાબ
CM Uddhav Thackeray Rashmi Thackeray, & Amrita Fadnavis (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 1:32 PM
Share

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપ અને શિવસેના (BJP vs Shiv Sena) વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ આરોપમાં માત્ર નેતાઓની જ ખેંચતાણ નથી થઈ રહી, પરંતુ તેમના પરિવારના સભ્યો પર પણ હુમલા થઈ રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ (Amruta Fadnavis) એક પ્રોફેશનલ બેંકર છે. પરંતુ સાથે જ તેમને ગાવાનો પણ શોખ છે. પરંતુ તેમના સંગીતને લઈને સોશિયલ મીડિયામાં ઘણા ટોણા પણ આપવામાં આવે છે. ગઈ કાલે મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે આયોજિત મહા ઉત્સવ નામના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) નામ લીધા વિના તેમના ગીતને લઈને ટોણો માર્યો હતો. પછી શું, અમૃતા ફડણવીસે પણ ટ્વીટ કરીને જવાબ આપ્યો.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ‘મને લાગતું હતું કે એક જ વ્યક્તિ ગીત ગાય છે.’ તેના પર ટ્વીટ કરીને અમૃતા ફડણવીસે જવાબ આપ્યો, ‘મને લાગ્યું કે પરિવારમાં તમે એકમાત્ર અબજોપતિ છો. હવે ખબર પડી કે તમારી પત્નીનો ભાઈ પણ અબજોપતિ છે.

સંગીત પર ટોણો મારવા પર  વિવાદ વધ્યો

મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે ઠાકરે સરકારે મહા ઉત્સવ નામના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ, મંત્રાલયના કર્મચારીઓ તેમજ IAS અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સૌએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. એ જ કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘રાજ્યના મુખ્ય સચિવ મનુકુમાર શ્રીવાસ્તવ સારું ગાય છે. આ મને આદિત્ય (આદિત્ય ઠાકરે)એ કહ્યું હતું. મને આજ સુધી એ જ ખબર હતી કે એક જ વ્યક્તિ ગાય છે. નામ ન લેતા સીએમ ઠાકરેએ આ શબ્દોમાં અમૃતા ફડણવીસ પર નિશાન સાધ્યું.

અમૃતા ફડણવીસે ટ્વીટ કરીને આપ્યો આ જવાબ

આના જવાબમાં અમૃતા ફડણવીસે ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકર સામે EDની કાર્યવાહીની યાદ અપાવી હતી, જેમાં EDએ તેમની 6.45 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું, ‘મને પણ આઘાત લાગ્યો, મને લાગ્યુ હતું કે, અબજોપતિ ફક્ત તમે જ છો. હવે ખબર પડી કે તમારા પત્નીના ભાઈ પણ અબજોપતિ છે. ખૂબ ઉત્તમ!’

‘તેમની વાતને અમે મજાકમાં લઈએ છીએ, ચિરકુટ લોકો પર ધ્યાન નથી આપતા’

આ આરોપ પ્રત્યારોપના વિવાદમાં મુંબઈના ભૂતપૂર્વ મેયર અને શિવસેનાના નેતા કિશોરી પેડનેકર પણ કૂદી પડ્યા હતા. અમૃતા ફડણવીસના આ ટ્વીટના જવાબમાં તેમણે કહ્યું, ‘ઠાકરે સરકાર પર બોલ્યા વિના તેમને પ્રસિદ્ધિ મળતી નથી. અમે તેના શબ્દોને મજાક તરીકે લઈએ છીએ. અમે આવા ચિરકુટ લોકો પર ધ્યાન આપતા નથી.

આ પણ વાંચો : Maharashtra: નવાબ મલિકના જામીનનો EDએ કર્યો વિરોધ, PMLA કોર્ટે માંગ્યો આરોગ્ય રિપોર્ટ

g clip-path="url(#clip0_868_265)">