Akola Violence: મહારાષ્ટ્રના અકોલામાં 2 જૂથ વચ્ચે હિંસક અથડામણ, પથ્થરમારા પછી ઘણા વાહનો સળગ્યા, કલમ 144 લાગુ
શનિવારે મોડી રાત્રે અકોલાના જૂના શહેરમાં બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન મામલો એટલો ગરમાયો હતો કે બંને જૂથના લોકો રસ્તા પર આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કરવા લાગ્યા હતા.
મહારાષ્ટ્રના (Maharashtra) અકોલા જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે મોડી રાત્રે અકોલાના જૂના શહેરમાં બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન મામલો એટલો ગરમાયો હતો કે બંને જૂથના લોકો રસ્તા પર આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કરવા લાગ્યા હતા. બંને જૂથો વચ્ચે થયેલી મારામારીમાં રસ્તાની બાજુમાં પાર્ક કરાયેલા અનેક વાહનોને નુકસાન થયું હતું.
હિંસક અથડામણની જાણ થતાં પોલીસે દોડી આવી બંને જૂથોનો ઘટનાસ્થળેથી પીછો કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટના વિશે માહિતી આપતા અકોલા જિલ્લાના એસપી સંદીપ ઘુગેએ કહ્યું કે બે જૂથો વચ્ચે ઝઘડાની માહિતી મળી હતી, પરંતુ બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે લોકો રસ્તા પર આવી ગયા અને પથ્થરમારો કરવા લાગ્યા. આ પથ્થરમારામાં અનેક વાહનોને નુકસાન થયું હતું. આ લોકોએ કેટલાક ક્ષતિગ્રસ્ત વાહનોને આગ ચાંપી દીધી હતી.
अकोला के पुराना शहर थाना क्षेत्र में शनिवार शाम मामूली विवाद को लेकर दो गुटों में हिंसक झड़प हो गई। हिंसक भीड़ ने कुछ वाहनों को क्षतिग्रस्त कर दिया है। फिलहाल स्थिति नियंत्रण में है: संदीप घुगे, पुलिस अधीक्षक, अकोला, महाराष्ट्र pic.twitter.com/pm2lfA5Qc2
— ANI_HindiNews (@AHindinews) May 14, 2023
આ પણ વાંચો : Railway News: ટિક્ટિ ચકાસણી ઝુંબેશમાં મુંબઈથી કોસાડ સુધી રૂ.16.76 કરોડની રકમ વસૂલ કરાઈ
સમગ્ર અકોલા શહેરમાં કલમ 144 લાગુ
ફાયર બ્રિગેડની મદદથી વાહનોમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. એસપી સંદીપ ઘુગેએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે, ઘટનામાં સામેલ લોકોની ઓળખ કરવા માટે CCTV કેમેરા સ્કેન કરવામાં આવી રહ્યા છે.
ડીએમએ કહ્યું કે લોકોએ અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ
અકોલા કલેક્ટર નીમા અરોરાએ જણાવ્યું કે એસપી સંદીપ ઘુગેએ સમગ્ર ઘટનાની માહિતી આપી છે. પોલીસ-વહીવટી ટીમે મોડી રાત્રે શહેરમાં ફ્લેગ માર્ચ કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હિંસા કરનાર લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. જે કોઈ અફવા ફેલાવશે તેને બક્ષવામાં આવશે નહીં.