Railway News: ટિક્ટિ ચકાસણી ઝુંબેશમાં મુંબઈથી કોસાડ સુધી રૂ.16.76 કરોડની રકમ વસૂલ કરાઈ
પશ્ચિમ રેલવે દ્વારા તમામ મુસાફરોને મુશ્કેલી મુક્ત, આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે વિવિધ ટ્રેનો શરૂ કરાઇ છે. પરંતુ આ દરમ્યાન ટિકિટ ચકાસણી ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
પશ્ચિમ રેલવે દ્વારા ટિક્ટિ ચકાસણી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત એપ્રિલ માસમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં મુંબઈ ઉપનગરીય વિભાગમાંથી ટિકિટ વગરના પેસેન્જર પાસેથી રૂ.4.71 કરોડ સહિત મુંબઈથી કોસાડ સુધી રૂ.16.76 કરોડની રકમ વસૂલ કરવામાં આવી છે.
ટિકિટ વિનાના અનિયમિત મુસાફરોને રોકવા માટે સતત પ્રયાસ
પશ્ચિમ રેલવે દ્વારા તમામ મુસાફરોને મુશ્કેલી મુક્ત, આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેનો, મેલ, એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિ-ડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિનાના અનિયમિત મુસાફરોને રોકવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
2.46 લાખ ટિકિટ વિનાના અને અનિયમિત મુસાફરો સામે કાર્યવાહી
પશ્ચિમ રેલવે દ્વારા મળતી માહિતી પ્રમાણે 2.46 લાખ ટિકિટ વિનાના, અને અનિયમિત મુસાફરોને શોધી કાઢવામાં આવ્યા હતા. જેની પાસેથી 16.76 કરોડ રૂપિયાની રકમ વસૂલ કરવામાં આવી હતી. જેમાં બુકિંગ વગરના સામાનના કેસનો પણ સમાવેશ થાય છે.
એસી લોકલ ટ્રેનોમાં અનધિકૃત પ્રવેશને રોકવા માટે ચેકીંગ
આ સાથે જ વધુમાં એપ્રિલ મહિનામાં પશ્ચિમ રેલવેએ મુંબઈ ઉપનગરીય વિભાગ પર 83,522 જેટલા કેસ શોધીને રૂ 4.71 કરોડનો દંડ વસૂલ કર્યો હતો. એસી લોકલ ટ્રેનોમાં અનધિકૃત પ્રવેશને રોકવા માટે નિયમિત સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે. જેમાં ટિકિટ નહીં ધરાવતા મુસાફરો સેમ કાર્યવાહી કરવામાં આવી હતી.
6300 અનધિકૃત મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો
આ ઝુંબેશના પરિણામે એપ્રિલ-2023માં 6300થી વધુ અનધિકૃત મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો છે અને 21.34 લાખ રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યા છે, જે પાછલા વર્ષની તુલનામાં 238.19 % જેટલા વધુ છે.
રેલવે વિભાગ દ્વારા આ સાથે વિવિધ નવી ટ્રેનો મુસાફરો માટે શરૂ કરવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા-જયપુર અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ નવી રેલ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે. મંડળ રેલવે પ્રવક્તા અમદાવાદના જણાવ્યા મુજબ આ ટ્રેનની વિગતો આ મુજબ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો