AIMIMના મહિલા કાઉન્સિલર સહર શેખના, મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના નિવેદનથી રાજકીય વિવાદ, આખરે કરાઈ સ્પષ્ટતા
જો કે, સહર શેખના આ વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ વધતા, આખરે સહર શેખે સ્પષ્ટતા કરી હતી. તેણે એવો દાવો કર્યો હતો કે, તેના નિવેદનને ફેરવી તોળવામાં આવ્યું છે. રાજકીય વિરોધીઓ તેને ધાર્મિક ઉન્માદ સાથે વિવાદને ચગાવી રહ્યા છે.
મહારાષ્ટ્રના થાણેના મુબ્રામાં તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં વિજેતા બનેલ AIMIM કાઉન્સિલર સહર શેખે ઉચ્ચારેલ એક નિવેદને રાજકીય ગરમાવો સર્જી દીધી છે. 16 જાન્યુઆરીના રોજ જાહેર થયેલા મહાનગરપાલિકાઓના પરિણામ બાદ, મુંબ્રામાંથી વિજેતા બનેલ AIMIM કાઉન્સિલર સહર શેખે સમગ્ર મુંબ્રા શહેરને લીલા રંગે રંગવાનુ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. આ નિવેદનને પગલે, મહારાષ્ટ્રના રાજકારણમાં લીલા વિરુદ્ધ ભગવા રંગના પડધા પડ્યા હતા.
જો કે, સહર શેખના આ વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ વધતા, આખરે સહર શેખે સ્પષ્ટતા કરી હતી. તેણે એવો દાવો કર્યો હતો કે, તેના નિવેદનને ફેરવી તોળવામાં આવ્યું છે. રાજકીય વિરોધીઓ તેને ધાર્મિક ઉન્માદ સાથે વિવાદને ચગાવી રહ્યા છે.
સહર શેખે જણાવ્યું કે, “અમારા પક્ષ AIMIMના ઝંડાનો રંગ લીલા છે, જો અમારા પક્ષના ઝંડાનો રંગ પીળો, નારંગી કે ભગવો હોત, તો હું તે રંગ વિશે વાત કરતી હોત. પરંતુ અમારા પક્ષનો ઝંડો લીલો રંગનો હોવાથી, હું મુંબ્રાને લીલા રંગે રંગવા ઈચ્છું છું.” તેણે ઉમેર્યું કે આ વાત પાર્ટી સ્તરે રાજકારણની હતી, જેને વિરોધીઓએ સાંપ્રદાયિક રાજકારણ બનાવી દીધું છે, અને તેનો કોઈ સમુદાય કે રંગ સાથે સંબંધ નથી.
જો કે, સહર શેખના આ નિવેદનને પગલે, ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયા અને સાંસદે મુબ્રા પોલીસ મથકે, સહર શેખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.