મહારાષ્ટ્ર : દાઉદના બે સાથીદાર સહીત 3 ને 10 વર્ષની સજા, પાકિસ્તાનમાં ગુટખાની ફેક્ટરી ખોલી રહ્યા હતા
ફરિયાદી અનુસાર , જોશી અને સહ-આરોપી રસિકલાલ ધારીવાલ વચ્ચે પૈસાને લઈને વિવાદ થયો હતો અને આ બંનેએ વિવાદના સમાધાન માટે દાઉદ ઈબ્રાહિમની મદદ પણ માંગી હતી. વિવાદનું સમાધાન કરવાના માટે દાઉદ ઇબ્રાહિમે 2002માં કરાચીમાં ગુટખા ફેક્ટરી સ્થાપવા માટે તેમની મદદ માંગી હતી.
મહારાષ્ટ્રના મુંબઈની એક કોર્ટે સોમવારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા એક કેસમાં ત્રણ લોકોને દસ વર્ષની સજા સંભળાવી છે. આ આખો કેસ પાકિસ્તાનમાં ગેરકાયદે ગુટખા ફેકટરી સ્થપાવડાવાનો છે. જેમા મુંબઈની વિશેષ અદાલતે ગુટખા બનાવતા જે.એમ. જોશી, તેમજ દાઉદ ઈબ્રાહીમના સાથીદાર ઝમીરુદ્દીન અંસારી અને ફારૂક મન્સુરીને દશ વર્ષની સજા ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે.એમ. જોશી અને રસિકલાલ ધારીવાલ વચ્ચે પૈસાને લઈને વિવાદ થયો હતો. વિવાદનો ઉકેલ લાવવા માટે બન્નેએ દાઉદ ઈબ્રાહિમનો સંપર્ક કર્યો હતો. દાઉદ ઈબ્રાહિમે, આરોપીઓ પાસે પાકિસ્તાનના કરાચી શહેરમાં ગુટખા ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપવામાં મદદ મેળવી હતી. આ કેસમાં વિશેષ ન્યાયાધીશ બીડી શેલ્કેએ, દાઉદની સાથીદાર એવા બે અને ગુટખા ઉત્પાદક જોશીને મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) અને ભારતીય દંડ સંહિતાની વિવિધ જોગવાઈઓ હેઠળ દોષિત ઠેરવ્યા હતા. અને આ કાયદા હેઠળ 10 વર્ષની જેલની સજા ફટકારી હતી.
કરાચીમાં ગુટખાની ફેક્ટરી ખોલવાની હતી
ફરિયાદી અનુસાર, જે.એમ. જોશી અને સહ-આરોપી રસિકલાલ ધારીવાલ વચ્ચે પૈસાને લઈને વિવાદ થયો હતો અને આ બંનેએ વિવાદના સમાધાન માટે દાઉદ ઈબ્રાહિમની મદદ પણ માંગી હતી. વિવાદનું સમાધાન કરવાના માટે દાઉદ ઇબ્રાહિમે 2002માં કરાચીમાં ગુટખા ફેક્ટરી સ્થાપવા માટે તેમની મદદ માંગી હતી. કોર્ટમાં કેસ ચાલવા દરમિયાન ધારીવાલનું મૃત્યુ નિપજ્યું હતું. દાઉદ ઈબ્રાહીમ આ કેસમાં વોન્ટેડ આરોપી સાબિત થયો હતો.
દાઉદ ઈબ્રાહીમ શેતાન બન્યો
તાજેતરમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર એમ.એન. સિંહે કહ્યું હતું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ શેતાન બની ગયો હતો કારણ કે તેને સામાજિક ઓળખ આપવામાં આવી હતી અને સારા લોકો સાથે ઉઠતો- બેસતો હતા. તેમણે કહ્યું કે તેમણે કહ્યું કે રાજકારણીઓ ગુનેગારોનો ઉપયોગ કરે છે કારણ કે તેમને લાગે છે કે સમાજ પર ગુનેગારોની પકડ છે. પોલીસ દળમાં રાજકીય દખલગીરીના કારણે કેટલાક અધિકારીઓ પણ બેઈમાન બની જાય છે. ભૂતપૂર્વ પોલીસ કમિશનર એમ.એન. સિંહે 2021 એન્ટિલિયા બોમ્બ કેસને શરમજનક ઘટના ગણાવી હતી, જેમાં મુંબઈ પોલીસના કેટલાક અધિકારીઓ કથિત રીતે સામેલ હતા.
લિફ્ટની ટ્રોલી પડી જવાથી બે મજૂરોના મોત થયા હતા
બીજી તરફ, સોમવારે મધ્ય મુંબઈના વરલી વિસ્તારમાં 15 માળની ઈમારતમાં લિફ્ટ ટ્રોલીને અથડાતા બે મજૂરોના મોત થયા હતા. ફાયર વિભાગના એક અધિકારીએ આ ઘટનાની જાણકારી આપી હતી. આ ઘટના સાંજે 4.30 વાગ્યાની આસપાસ અવિઘ્ના ટાવર ખાતે બની હતી. જ્યારે મજૂરો બિલ્ડિંગના બહારના ભાગમાં કાચ સાફ કરી રહ્યા હતા.તેમણે કહ્યું કે લિફ્ટનો દોરો અચાનક તૂટી ગયો અને ટ્રોલી નીચે પડી ગઈ. ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને બંનેને નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.