26/11 મુંબઈ હુમલાના 13 વર્ષ : આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાથી કાંપી ઉઠી માયાનગરી, જાણો શું થયું હતું આજના દિવસે

આ હુમલા દરમિયાન મુંબઈ લગભગ સાઠ કલાક સુધી બંધક બની ગયું હતું. આ હુમલાને યાદ કરતા આજે પણ લોકોના દિલ કંપી જાય છે. હુમલામાં વિસ્ફોટ થયા, આગ લાગી, ગોળીબાર થયા, સાથે જ હુમલાખોરોએ મુંબઈના મુખ્ય યહૂદી કેન્દ્ર નરીમાન પોઈન્ટ પર પણ કબજો કર્યો હતો.

26/11  મુંબઈ હુમલાના 13 વર્ષ : આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાથી કાંપી ઉઠી માયાનગરી, જાણો શું થયું હતું આજના દિવસે
Mumbai Attack
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 11:26 AM

Mumbai Attack : 26 નવેમ્બર, 2021 એટલે કે આજે મુંબઈમાં થયેલા ભયાનક હુમલાને 13 વર્ષ પૂર્ણ થયા. આજના દિવસે જ પાકિસ્તાન સ્થિત જેહાદી સંગઠન લશ્કર-એ-તૈયબના 10 લોકોએ મુંબઈની તાજ હોટલ (Taj Hotel) પર હુમલો કર્યો અને 4 દિવસમાં 12 હુમલા કરીને માયાનગરીને હચમચાવી નાખી. તાજ હોટલ, નરીમાન હાઉસ, મેટ્રો સિનેમા અને છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિત અન્ય સ્થળો પરના હુમલામાં (Terrorist Attack) અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

મુંબઈ હુમલાને યાદ કરીને આજે પણ લોકોના દિલ કાંપી જાય છે

આ હુમલા દરમિયાન મુંબઈ લગભગ સાઠ કલાક સુધી બંધક બની ગયું હતું. મુંબઈ હુમલાને યાદ કરતા આજે પણ લોકોના દિલ કંપી જાય છે. મુંબઈ હુમલાની તપાસમાં (Mumbai Attack Investigation) જે બહાર આવ્યું છે તે અનુસાર, 10 હુમલાખોરો કરાંચીથી બોટ દ્વારા મુંબઈમાં પ્રવેશ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ બોટમાં ચાર ભારતીય હતા, જેઓ કિનારે પહોંચતા સુધીમાં માર્યા ગયા હતા. રાત્રે લગભગ આઠ વાગ્યે હુમલાખોરો કોલાબા નજીક કફ પરેડના માછલી બજાર પર ઉતર્યા હતા. બાદમાં તેઓ ચાર જૂથોમાં વહેંચાઈ ગયા અને ટેક્સી લઈને પોતપોતાના સ્થાન તરફ પ્રયાણ કર્યું. એવું કહેવાય છે કે, આ લોકોની હલચલ જોઈને કેટલાક માછીમારોને શંકા ગઈ અને તેઓએ પોલીસને પણ જાણ કરી હતી.

26/11 ના મોટા ત્રણ મોરચા

મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ પર રાત્રે લગભગ 9.30 વાગ્યે ગોળીબારના સમાચાર આવ્યા હતા. મુંબઈના આ ઐતિહાસિક રેલવે સ્ટેશનના મુખ્ય હોલમાં બે હુમલાખોરો ઘૂસી ગયા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. તેમાંથી એક મુહમ્મદ અજમલ કસાબ હતો, જ્યારે હુમલો થયો ત્યારે તાજમાં 450 અને ઓબેરોય ખાતે 380 લોકો હાજર હતા.

હુમલાની બીજી સવારે એટલે કે 27 નવેમ્બરે સમાચાર આવ્યા કે તમામ બંધકોને તાજમાંથી છોડાવી લેવામાં આવ્યા છે, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે હુમલાખોરો પાસે હજુ પણ કેટલાક લોકો બંધક છે, જેમાં ઘણા વિદેશીઓ પણ સામેલ છે. હુમલા બાદ બંને હોટલને રેપિડ એક્શન ફોર્ડ (RPF), મરીન કમાન્ડો અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) કમાન્ડોએ ઘેરી લીધી હતી.

સુરક્ષા દળો ત્રણ દિવસથી આતંકવાદીઓ સામે લડતા રહ્યા

29 નવેમ્બરની સવાર સુધીમાં નવ હુમલાખોરોનો ખાત્મો કરવામાં આવ્યો હતો. જ્યારે આ હુમલાને કારણે 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હતી પરંતુ 160 થી વધુ જીંદગી આ હુમલામાં હોમાઈ હતી. ત્રણ દિવસ સુધી સુરક્ષાદળોએ આતંકવાદીઓ મજબુત લડત આપી. આ દરમિયાન વિસ્ફોટ થયા, આગ લાગી, ગોળીબાર થયો અને બંધકોની આશા ક્ષીણ થતી રહી અને માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વભરના 1.25 અબજ લોકોની નજર તાજ, ઓબેરોય અને નરીમાન હાઉસ પર ટકેલી હતી.

આ પણ વાંચો : Pune : સામાજિક કાર્યકર અન્ના હજારેની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતા પૂણેની ખાનગી હોસ્પિટલમાં કરાયા દાખલ

આ પણ વાંચો : Maharashtra: ક્રાઈમ બ્રાંચ ઓફિસમાં પરમબીરસિંહ સાથે 6 કલાક સુધી ચાલી પુછપરછ, તેમની વિરૂદ્ધ 5 કેસ છે દાખલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">