રાયગઢમાંથી મળેલી બોટને લઈ તપાસ તેજ, આતંકવાદી કનેક્શનને લઈ દેવેન્દ્ર ફડણવીસે આપ્યુ નિવેદન

બોટ પકડાયા બાદ રાયગઢ પોલીસે સમગ્ર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

રાયગઢમાંથી મળેલી બોટને લઈ તપાસ તેજ, આતંકવાદી કનેક્શનને લઈ દેવેન્દ્ર ફડણવીસે આપ્યુ નિવેદન
Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 4:19 PM

મહારાષ્ટ્રના (Maharashtra) રાયગઢ જિલ્લાના (Raigad) હરિહરેશ્વરમાં દરિયામાંથી શંકાસ્પદ બોટ પકડાય છે. આ બોટમાંથી AK-47 સહિત કેટલાક અન્ય હથિયારો પણ મળી આવ્યા છે. બોટ પકડાયા બાદ સમગ્ર જિલ્લામાં રાયગઢ પોલીસે હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. એટીએસ ચીફ વિનીત અગ્રવાલની ટીમ ઘટનાસ્થળે જવા માટે રવાના થઈ ગઈ છે. બોટમાંથી મળી આવેલી રાઈફલ અને કારતુસ અસલી છે કે નકલી, તેની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં આ બોટ ઓમાન સિક્યોરિટી ફોર્સની હોવાનું કહેવાય છે. આ મામલો મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો છે. આજે (14 ઓગસ્ટ, ગુરુવાર) મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રનો બીજો દિવસ છે. એનસીપીના નેતા અને અઘાડી સરકારમાં રાયગઢ જિલ્લાના સંરક્ષક મંત્રી અદિતિ તટકરેએ આ મામલો વિધાનસભામાં ઉઠાવ્યો હતો. અદિતિ તટકરેએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે તેની વિગતવાર તપાસ કરવાની માંગ કરી હતી.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તપાસના આપ્યો આદેશ

આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ ઘટનાની વિગતવાર તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ સમયે મહારાષ્ટ્રની સાથે સાથે સમગ્ર દેશમાં તહેવારોનો સમય ચાલી રહ્યો છે. આવતીકાલે જન્માષ્ટમી છે. આ સાથે ગણેશ ઉત્સવ પણ આવી રહ્યો છે. આવામાં શંકાસ્પદ બોટમાંથી હથિયારો મળી આવતાં જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અદિતિ તટકરેએ સીએમ પાસે નાગરિકોની સુરક્ષા માટે વધારાના પોલીસ ફોર્સની માંગ પણ કરી.

પ્રાથમિક માહિતી મુજબ ઓમાન સિક્યુરિટીની સ્પીડ બોટ

હાલ જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે તે એવી છે કે આ બોટ ઓમાન સિક્યુરિટી ફોર્સની છે. આ કોઈ શંકાસ્પદ બોટ નથી. આ સમાચાર હવે પ્રશાસનના સૂત્રોમાંથી મળી રહ્યા છે. આમાં ડિસ્મેંટલ હથિયાર છે. આ બોટ ભટકીને અહીં પહોંચી છે. પરંતુ પોલીસ તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. એટીએસ ચીફ વિનીત અગ્રવાલે TV9 ભારતવર્ષ સાથે વાત કરતા કહ્યું કે, ‘બોટમાંથી મળેલા હથિયાર લીગલ છે અને ઓફિશિયલ છે. તેથી આ બોટ શંકાસ્પદ નથી અને ન તો તેમાંથી મળેલા હથિયારો શંકાસ્પદ છે. છતાં આ બોટ અહીં સુધી કેવી રીતે પહોંચી? તેની તપાસ શરૂ કરી છે. તપાસ બાદ જ આ વિશે વિગતવાર કંઈક કહી શકાશે.

બોટમાં કોઈ વ્યક્તિ હાજર નથી

આ બોટમાં કોઈ વ્યક્તિ હાજર ન હતું. આ બોટ ખાલી હતી. જેમાં 3 AK-47 અને કારતુસ સાથે કેટલાક કાગળો મળી આવ્યા છે. શિંદે સરકાર તરફથી ભરત ગોગાવલેએ TV9 ભારતવર્ષ સાથે વાત કરતાં કહ્યું કે ગભરાવાની જરૂર નથી. રાયગઢ પોલીસ સંપૂર્ણ રીતે સતર્ક છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">