રિયલ લાઈફમાં ‘જેઠાલાલ’થી પણ નાના છે ‘બાપુજી’, જાણો કઈ રીતે આ રોલ માટે થઇ હતી પસંદગી

અમિત ભટ્ટ સૌરાષ્ટ્રના રહેવાસી છે. તેમની ઉંમર વાસ્તવિક જીવનમાં 48 વર્ષ જ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓએ માત્ર 36 વર્ષની ઉંમરે જેઠાલાલના પિતાની ભૂમિકા ભજવી હતી.

  • tv9 webdesk37
  • Published On - 13:11 PM, 5 May 2021
રિયલ લાઈફમાં 'જેઠાલાલ'થી પણ નાના છે 'બાપુજી', જાણો કઈ રીતે આ રોલ માટે થઇ હતી પસંદગી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બાપુજીનો રોલ કરતા અભિનેતા

લોકોનો સૌથી પ્રિય શો છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’. તે 2008 થી પ્રેક્ષકોને હસાવી રહ્યો છે. આ શોની ખાસિયત એ છે કે આણે ફક્ત બાળકો જ નહીં પરંતુ આખું કુટુંબ તેને એક સાથે જુએ છે. તેની વાર્તા મુંબઈની ગોકુલધામ સોસાયટીમાં રોજિંદા જીવનની વાર્તાઓ પર બનેલી હોય છે. સીરિયલમાંના બધા પાત્રો એક કરતા એક ચડિયાતા છે. તેમાંથી એક છે બાપુજી. બાપુજીને પણ લોકો ખૂબ પસંદ કરે છે. બાપુજી એટલે ચંપકલાલ. તેમનું અસલી નામ અમિત ભટ્ટ છે. આજે તમને બાપુજીના વાસ્તવિક જીવન વિશે રસપ્રદ વાતો જણાવીશું.

જાણો એમની રિયલ લાઈફ વિશે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં અમિત ભટ્ટ એક વડીલની ભૂમિકા નિભાવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ ખુબ નાની ઉંમરના અને રોમેન્ટિક પતિ છે. તેમની રીયલ લાઈફની તસવીરો જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે અમિત ભટ્ટ કેટલા રોમેન્ટિક મૂડના છે. તેમની પત્ની પણ સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી. પત્નીનું નામ ક્રિતી ભટ્ટ છે. અમિતને 2 પુત્રો છે, જે જોડિયા બાળકો છે.

જેઠાલાલથી પણ નાની ઉંમર

અમિત ભટ્ટ સૌરાષ્ટ્રના રહેવાસી છે. તેમની ઉંમર વાસ્તવિક જીવનમાં 48 વર્ષ જ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓએ માત્ર 36 વર્ષની ઉંમરે જેઠાલાલના પિતાની ભૂમિકા ભજવી હતી. અને તેઓ વાસ્તવમાં તેમના પુત્ર એટલે કે ‘જેઠાલાલ’ ઉર્ફ દિલીપ જોશી કરતા પણ નાના છે, પરંતુ બંનેની જોડીને પ્રેક્ષકોને ખૂબ પસંદ આવી છે. અત્યારે દિલીપ જોશીની ઉંમર 52 વર્ષ છે.

ઓડિશન વિના થઇ હતી પસંદગી

અમિત ભટ્ટ અગાઉ પણ ઘણી સિરિયલોમાં દેખાયા હતા પરંતુ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ‘બાપુજી’ના રૂપમાં ઘણી ઓળખ મળી હતી. અમિત ભટ્ટને આ રોલ માટે ઓડિશન આપવાની જરૂર નહોતી. અમિત ભટ્ટની પસંદગી ઓડિશન વિના કરવામાં આવી હતી. તેઓ 13 વર્ષથી આ પાત્ર ભજવી રહ્યા છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન બાપુજી એટલે કે અમિત ભટ્ટે કહ્યું કે બાપુની ભૂમિકા માટે નિર્માતાને દિલીપ જોશી દ્વારા તેમનું નામ સૂચવવામાં આવ્યું હતું. આ પછી અમિત ભટ્ટ એક હોટલમાં નિર્માતાને મળ્યા અને તેમને બાપુની ભૂમિકા ભજવવા માટે સાઈન કરી.

સોશિયલ મીડિયા પર અમિત ભટ્ટની તસવીરો ઘણી વાર વાયરલ થાય છે. ચાહકો તેમની ઘંટી તસવીરો પણ શેર કરે છે. લોકો અમિતની રીલ અને રીઅલ લાઇફ ફોટા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. ઘણા યુઝર્સે તેની સરખામણી શાહરૂખ ખાન સાથે પણ કરવા માંડે છે.

 

આ પણ વાંચો: 300 ઉચ્ચ અધિકારીઓને લઈને યોજાઈ વર્કશોપ, કેન્દ્ર સરકારની ઈમેજ સુધારવા પર અપાયું જ્ઞાન!

આ પણ વાંચો: ઊંડા કુવામાં પડી ગયું હાથીનું બચ્ચું, જુઓ JCB ની મદદથી કેવી રીતે બચાવવામાં આવ્યો જીવ