AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hajmola Recipe : બજારમાંથી ખરીદવાની જરુર નથી… હવે ઘરે જ બનાવો હાજમોલા, આ રહી રેસિપી

હાજમોલા એક પાચક ગોળી છે. જે સ્વાદમાં પણ ભરપૂર હોય છે. તેનો મસાલેદાર સ્વાદ બાળકોથી લઈને પુખ્ય વયના લોકો સુધી બધાને ગમે છે. આ ગોળીની અનેક વિશેષતા છે. જો તમને ઉબકા આવી રહ્યા હોય અથવા પેટમાં ગેસનો દુખાવો હોય, તો મસાલાથી બનેલી આ મીઠી અને ખાટી ગોળી કામમાં આવી શકે છે.

Hajmola Recipe :  બજારમાંથી ખરીદવાની જરુર નથી... હવે ઘરે જ બનાવો હાજમોલા, આ રહી રેસિપી
| Updated on: Nov 26, 2025 | 7:20 AM
Share

હાજમોલા એક પાચક ગોળી છે. જે સ્વાદમાં પણ ભરપૂર હોય છે. તેનો મસાલેદાર સ્વાદ બાળકોથી લઈને પુખ્ય વયના લોકો સુધી બધાને ગમે છે. આ ગોળીની અનેક વિશેષતા છે. જો તમને ઉબકા આવી રહ્યા હોય અથવા પેટમાં ગેસનો દુખાવો હોય, તો મસાલાથી બનેલી આ મીઠી અને ખાટી ગોળી કામમાં આવી શકે છે.

ઘરે બનાવેલી વસ્તુઓ વધુ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ અથવા કૃત્રિમ રંગોનો ઉપયોગ થતો નથી. તમને ફક્ત પોષણ મળે છે. એકવાર બનાવી લીધા પછી, હાજમોલા ગોળીઓ લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકો છો.

હાજમોલા બનાવવા માટેની સામગ્રી

2 ચમચી અજમો, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળીના બીજ, 1 ચમચી કાળા મરી, 1.5 ચમચી કાળું મીઠું, 1/2 ચમચી સફેદ મીઠું, 3 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ગોળનો પાવડર , 3 ચમચી પાણી, 1 ચમચી તેલ, બે ચપટી કોર્નફ્લોર, અને જો ઈચ્છો તો કોટિંગ માટે દળેલી ખાંડ.

હાજમોલા કેવી રીતે બનાવી?

ઘરે હાજમોલા બનાવવા માટે, અજમાના બીજ, જીરું, વરિયાળી અને કાળા મરી, એટલે કે બધા મસાલાને ભેળવી દો. તેમને સુગંધ આવે ત્યાં સુધી એક પેનમાં શેકો. આ શેકેલા મસાલાને 5 મિનિટ માટે ઠંડુ થવા દો. હવે, બધા મસાલાને ગ્રાઇન્ડરમાં નાખો અને 4 ચમચી પાણી ઉમેરો. તેમને એકસાથે પીસી લો. પાવડર બરાબર થઈ જાય પછી, કાળું મીઠું, સફેદ મીઠું, ગોળ અને આમચૂર પાવડર ઉમેરો અને ફરીથી પીસી લો. જો ઈચ્છો તો, તમે બે ચપટી હિંગ પણ ઉમેરી શકો છો. આનાથી ચીકણી પેસ્ટ બનશે.

આ રીતે બનાવો હાજમોલાની ગોળી

તમારા હાથમાં થોડું તેલ લગાવો અને તૈયાર કરેલા મસાલાના પેસ્ટના ગોળીઓ બનાવો. હવે, તેના પર થોડો કોર્નફ્લોર છાંટો અને તેને થોડી મિનિટો માટે ઓવનમાં મૂકો જેથી તેઓ સખત થઈ જાય. આ રીતે, તમારો હાજમોલા તૈયાર છે. તો બધા ગોળા ઉપર ખાંડના પાવડરથી કોટ કરીને હવાચુસ્ત બરણીમાં સ્ટોર કરી શકો છો.

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">