AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CharDham Yatra 2026 : ચારધામની યાત્રા હરિદ્વાર જ કેમ કરવામાં આવે છે, જાણો કારણ

સનાતન પરંપરામાં ચારધામની યાત્રાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વર્ષ 2026માં આ પવિત્ર યાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો છે પરંતુ તમે ક્યારે વિચાર્યું કે, ચારધામની યાત્રા હંમેશા હરિદ્રારથી કેમ કરવામાં આવે છે? તો ચાલો આ ધાર્મિક પરંપરા પાછળના કારણો અને ચારધામની પૌરાણિક કથાઓ વિશે જાણી લઈએ.

CharDham Yatra 2026 : ચારધામની યાત્રા હરિદ્વાર જ કેમ કરવામાં આવે છે, જાણો કારણ
| Updated on: Apr 22, 2026 | 4:20 PM
Share

ચારધામ યાત્રા 2026ની શરુઆત થઈ ચૂકી છે. 19 એપ્રિલના રોજ અક્ષય તૃતીયના પાવન અવસર પર ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલવાની સાથે ભક્તોની ભીડ જોવા મળી હતી.22 એપ્રિલ એટલે આજે કેદારનાથના કપાટ ખુલી ચૂક્યા છે. 23 એપ્રિલના રોજ બદ્રીનાથના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખુલશે. પરંતુ શું તમે વિચાર્યું કે, આ પાવન યાત્રાની શરુઆત હંમેશા હરિદ્વારથી કેમ કરવામાં આવે છે?આ ચારે ધામોના ધાર્મિક મહત્વ શું છે. તે વિશે વિસ્તારથી જાણીએ.

હિંદુ ધર્મમાં હરિદ્વારને દેવતાઓનો દ્વાર કહેવામાં આવે છે. માન્યતા છે કે, અહીથી દેવભૂમિ ઉત્તરાખંડના પવિત્ર તીર્થની યાત્રાનો પ્રવેશ દ્વાર શરુ થાય છે. આ શહેર ગંગા નદીના કિનારે વસે છે. અહી સ્નાન કરવાથી વ્યક્તિ પોતાના પાપથી મુક્ત થઈ જાય છે.

આ માટે શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા પર નીકળતા પહેલા હરિદ્વારમાં ગંગા સ્નાન કરી આત્મશુદ્ધિ કરે છે. ધાર્મિક માન્યતા એ પણ છે કે, હરિદ્વાર વગર ચારધામની યાત્રા કરવી અધુરી માનવામાં આવે છે. આ કારણે વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે.

ગંગોત્રી ધામની કથા

ગંગોત્રી ધામને માતા ગંગાનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, રાજા ભગીરથે પોતાના પૂર્વજો માટે મોક્ષ મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને, માતા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરિત થઈ હતી. એવું માનવામાં આવે છે કે ગંગાનો સાચો સ્ત્રોત ગૌમુખ ગ્લેશિયર છે, પરંતુ ગંગોત્રી ધામમાં જ તેમની પૂજા કરવામાં આવે છે.

યમુનોત્રી ધામની કથા

યમુનોત્રી ધામને માતા યમુનાનું ઉદ્ધમ સ્થાન માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર યમુના સૂર્ય દેવ અને સંજ્ઞાની દીકરી છે અને યમરાજની બહેન છે. કહેવામાં આવે છે કે, યમુનોત્રીમાં સ્નાન કરવાથી મૃત્યુનો ભય સમાપ્ત થાય છે અને વ્યક્તિને અકાળે મૃત્યુથી મુક્તિ મળે છે.

કેદારનાથ ધામની કથા

કેદારનાથ ધામ ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંથી એક છે. પૌરાણિક કથા અનુસાર મહાભારતમાં યુદ્ધ પછી પાંડવ પોતાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે શિવની શરણમાં આવ્યા હતા. ભગવાન શિવ તેનાથી નારાજ થઈ પોઠિયોનું રૂપ ધારણ કરીને અહીં છુપાઈ ગયા. પાછળથી, જ્યારે પાંડવોએ તેમને ઓળખી લીધા, ત્યારે શિવ તેમની સમક્ષ પ્રગટ થયા અને જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થયા.

બદ્રીનાથ ધામની કથા

બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. માન્યતા છે કે,ભગવાન વિષ્ણુ અહી તપાસ્યા કરી રહ્યા હતા. ત્યારે માતા લક્ષ્મીએ તેને ઠંડીથી બચવા માટે બદ્રીના વૃક્ષનું રુપ ધારણ કર્યું હતુ. આ કારણે આ સ્થાનનું નામ બદ્રીનાથ પડ્યું હતુ. એવું પણ માનવામાં આવે છે કે, અહી દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ચાર ધામ યાત્રાને શા માટે ખાસ માનવામાં આવે છે?

ચાર ધામ યાત્રા ફક્ત ધાર્મિક યાત્રા નથી, પરંતુ આધ્યાત્મિક શુદ્ધિ અને મુક્તિનો માર્ગ પણ છે. ગંગોત્રી (જળ), યમુનોત્રી (શક્તિ), કેદારનાથ (શિવ) અને બદ્રીનાથ (વિષ્ણુ), આ ચાર ધામ જીવનના ચાર મહત્વપૂર્ણ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. દર વર્ષે, લાખો ભક્તો આ કઠિન છતાં પવિત્ર યાત્રા પર નીકળે છે અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે.

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો

Follow Us
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
g clip-path="url(#clip0_868_265)">