AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Rasam Recipe : સાઉથ ઈન્ડીયન સ્ટાઈલમાં ઘરે બનાવો ટામેટા રસમ, જાણો સંપૂર્ણ રેસિપી

ટામેટા રસમ સ્વાદમાં મસાલેદાર હોય છે. લોકોને ટામેટાંનો ખાટો સ્વાદ ગમે છે. તેને તમિલનાડુમાં ચારુ અને કેરળમાં ઠક્કાલી રસમ તરીકે ઓળખવામાં આવે છે. તે ટામેટા, કાળા મરી, લસણ, જીરું અને મીઠાથી બનાવવામાં આવે છે. જો તમે દક્ષિણ ભારતીય ભોજનના શોખીન છો, તો તમને આ ટામેટા રસમ રેસીપી ચોક્કસ ગમશે.

Tomato Rasam Recipe : સાઉથ ઈન્ડીયન સ્ટાઈલમાં ઘરે બનાવો ટામેટા રસમ, જાણો સંપૂર્ણ રેસિપી
Tomato Rasam Recipe
| Updated on: Oct 30, 2025 | 11:42 AM
Share

ટામેટા રસમ સ્વાદમાં મસાલેદાર હોય છે. લોકોને ટામેટાંનો ખાટો સ્વાદ ગમે છે. તેને તમિલનાડુમાં ચારુ અને કેરળમાં ઠક્કાલી રસમ તરીકે ઓળખવામાં આવે છે. તે ટામેટા, કાળા મરી, લસણ, જીરું અને મીઠાથી બનાવવામાં આવે છે. જો તમે દક્ષિણ ભારતીય ભોજનના શોખીન છો, તો તમને આ ટામેટા રસમ રેસીપી ચોક્કસ ગમશે.

ટામેટા રસમ બનાવવા માટેની સામગ્રી:

  • 2 ટામેટા, નાના ટુકડામાં કાપેલા
  • 2 ટામેટા, બારીક સમારેલા
  • 1 ચમચી જીરું
  • 10-12 આખા કાળા મરીના દાણા
  • લસણની 3-4 કળી
  • 1 ટેબલસ્પૂન તેલ
  • 1/4 ચમચી રાયના દાણા
  • એક ચપટી હિંગ
  • 5-6 મીઠા લીમડાના પાન
  • 2 આખા સૂકા લાલ મરચાં
  • 3 ટેબલસ્પૂન બારીક સમારેલા કોથમીરના પાન
  • 1/2 ચમચી લાલ મરચાંનો પાવડર
  • 1 1/2 કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

ટામેટા રસમ બનાવવાની રીત:

  • સૌપ્રથમ, લસણ, કાળા મરીના દાણા અને જીરું પીસી લો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. તે જ મિક્સર જારમાં, મોટા કાપેલા ટામેટા પીસી લો.
  • ત્યારબાદ હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યારે, હિંગ, રાયના દાણા, કમીઠા લીમડાના પાન અને આખા લાલ મરચાં ઉમેરો.
  • આ પછી, તેલમાં જીરું, લસણ અને કાળા મરીનું મિશ્રણ ઉમેરો. એક મિનિટ શેક્યા પછી, ટામેટાની પ્યુરી (પીસેલી પેસ્ટ) ઉમેરો અને 4-5 મિનિટ માટે રાંધો.
  • હવે પછી 2 ચમચી કોથમીરના પાન ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ પછી, રસમમાં મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરો અને 1 મિનિટ માટે સારી રીતે હલાવતા રહો.
  • આ પછી, બારીક સમારેલા ટામેટાં ઉમેરો અને 2 મિનિટ માટે હલાવતા રહો. છેલ્લે, રસમમાં પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. જ્યારે તે ઉકળવા લાગે, ત્યારે આગ ઓછી કરો અને 5 મિનિટ માટે રાંધો.
  • આ ઉપરાંત ગેસ બંધ કર્યા પછી, રસમમાં કોથમીરના પાન ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તૈયાર રસમને ભાત સાથે પીરસો અથવા એક કપ જેમ છે તેમ પીવો.

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">