Dark spots Remove Tips : ચપ્પલના કારણે તમારા પગમાં પડી ગયા છે કાળા ડાઘ, તો આ હેક્સથી તેને કરો દૂર
તમે રોજબરોજ ચપ્પલ પહેરો અને તેના કારણે પગ પરના ડાર્ક સ્પોટ્સ પડી જતાં હોય છે. તો આ ડાર્ક સ્પોટ્સ દૂર કરવા વિવિધ ઘરેલું ઉપાયોની મદદ લઈ શકો છો. અનેક લોકો આ સમસ્યા અનુભવી રહ્યા છે. અહીં આપવામાં આવેલા નુસખા લઈ આ તમામ વધુ સારા પરિણામો આપશે. ખાસ કરીને પગની ટેનિંગ દૂર કરવા માટે મધ અને ઓલિવ ઓઈલ સહિત અનેક ઉપાયો ફાડા કારક છે. ચાલો જાણીએ કેટલાક અસરકારક ઉપાયો વિશે.

Dark spots : ચપ્પલ અથવા ખુલ્લા સેન્ડલ પહેરનાર વ્યક્તિઓના પગ ઘણીવાર કાળા દેખાય છે. આનું કારણ ટેનિંગ હોઈ શકે છે. ખાસ કરીને પગના ડાર્ક સ્પોટ્સની આપણે કેટલીક વાર અવગણના કરતાં હોઈએ છીએ.
મહત્વનુ છે કે ચહેરાની આપણે જે રીતે દેખભાળ કરીયે તેમ પગની ટેનિંગ દૂર કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે પણ તમારા પગના ટેનિંગને અવગણી રહ્યા છો, તો તે અન્યની સામે શરમનું કારણ બની શકે છે. તેથી, પગ પરના કાળા નિશાન દૂર કરવા ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવીશું જેના દ્વારા પગની ટેનિંગ દૂર કરી શકાય છે.
મધ અને ઓલિવ ઓઇલ
પગની ટેનિંગ દૂર કરવા માટે મધ અને ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક માનવમાં આવે છે. આ તમારા પગની સ્કિનને ક્લીન કરે છે. સાથે પગને હાઈડ્રેદ રાખે છે. તેનાથી પગની ચમક અને રંગ નિખરે છે. જો તમે પગમાંથી ટેનિંગ દૂર કરવા માંગો છો, તો 1 ચમચી મધ અને 2 ચમચી ઓલિવ તેલ વડે તમે તમારા પગની ટેનિંગ . હવે તેને સારી રીતે મિક્સ કરીને તમારા પગ પર લગાવો અને મસાજ કરો. નિયમિતપણે પગ પર મધ અને ઓલિવ ઓઈલ લગાવવાથી પગની સુંદરતા વધી શકે છે.
કોન્જેક સ્પોન્જનો ઉપયોગ કરો
કોન્જેક સ્પોન્જનો ઉપયોગ પગની સુંદરતા વધારવા માટે કરી શકાય છે. આ રીત વડે સ્ક્રબિંગ દરમિયાન તમારા પગની ત્વચાનો રંગ સુધરે છે. સાથે તમારા પગની ડ્રાઈનેસને દૂર કરીને ડાઘ અને ફોલ્લીઓ ઘટાડવામાં મદદ રૂપ સાબિત થાય છે. થોડા સમય માટે તેનો નિયમિત ઉપયોગ કરવાથી તમને વધુ સારા પરિણામો મળી શકે છે.
આ પણ વાંચો : Beauty Tips: વર્કિંગ વુમન પોતાની બેગમાં આ 4 વસ્તુઓ જરુર રાખો, તમારો ચહેરો હંમેશા ચમકશે
ઓટમીલ છે અસરકારક
પગની સુંદરતા વધારવા માટે ઓટમીલનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે. ઓટમીલ વધુ સારું સ્ક્રબ છે. તેના ઉપયોગથી પગની ડેડ સ્કિન દૂર કરી શકાય છે. મહત્વનુ છે કે તેનો ઉપયોગ કરવા માટે, 1 ચમચી નારિયેળ તેલ લઈ તેમાં થોડું ઓટમીલ મિક્સ કરવું અને તેને તમારા પગ પર લગાવો અને સ્ક્રબ કરો. તેનાથી પગનો રંગ સુધરી શકે છે.