AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: વર્કિંગ વુમન પોતાની બેગમાં આ 4 વસ્તુઓ જરુર રાખો, તમારો ચહેરો હંમેશા ચમકશે

Beauty Tips: જો તમે કોર્પોરેટ સેક્ટરમાં કામ કરી રહ્યા છો તો આ વાત તમારા માટે જરૂરી છે કે તમે તમારી જાતને હંમેશા તૈયાર રાખો. તમે હંમેશા તમારી બેગમાં કેટલીક મેકઅપ પ્રોડક્ટ્સ (Makeup products) જરુર રાખો, જેનો તમે જરૂર પડ્યે ઉપયોગ કરી શકો. તો ચાલો જાણીએ આ પ્રોડક્ટ વિશે.

Beauty Tips: વર્કિંગ વુમન પોતાની બેગમાં આ 4 વસ્તુઓ જરુર રાખો, તમારો ચહેરો હંમેશા ચમકશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2023 | 9:32 AM
Share

Beauty in Bag: વર્કિંગ વુમનને ઓફિસની સાથે -સાથે ધરની જવાબદારી પણ સંભાળવી પડે છે. આ કામોની સાથે કેટલીક વસ્તુઓ પણ મેનેજ કરવી થોડી મુશ્કેલી બને છે. કેટલીક વખત સવારે ઓફિસ જતી વખતે તૈયાર થવાનો સમય હોતો નથી પરંતુ તમે કોર્પોરેટ સેક્ટરમાં કામ કરવાની સાથે-સાથે પોતાની જાતને પણ અપટુડેટ રાખવી જરુરી હોય છે. જો તમારે કામ અને ઘરની જવાબદારીઓ વચ્ચે તૈયાર થવાનો સમય મળશે નહિ તો અમે તમને કેટલીક ટિપ્સ બતાવવા જઈ રહ્યા છીએ.

તમારે જરુરી મેકઅપ પ્રોડક્ટને તમારી સાથે બેગમાં રાખી શકો છો. જરુર પડે ત્યારે તમે આ વસ્તુઓનો ઉપયોગ સરળતાથી કરી શકો છો. ચાલો તો આજે આપણે જાણીએ કે, કઈ-કઈ પ્રોડક્ટને તમે હંમેશા તમારી સાથે રાખી શકો છો.

BB ક્રીમ

જલ્દી જલ્દીમાં તમે જો ઘરથી ચેહરા પર મોઇશ્ચરાઇઝર કે પછી કોઈ સારી ક્રીમ લગાવવાનું ભુલી ગયા છો તો તમારા બેગમાં રાખેલી BB ક્રીમનો ઉપયોગ કરી શકો છો. આ તમને મોઈશ્ચરાઈઝરનું પણ કામ કરે છે. આ સાથે તમારા ચેહરાને યુવી કિરણોથી પણ બચાવશે.

કંસીલર

ઘણી વખત ચહેરાના ખીલ અથવા ખીલના ડાઘ આપણા ચહેરાની સમગ્ર સુંદરતાને બગાડે છે. જ્યારે વિવિધ પ્રકારની ક્રિમનો ઉપયોગ કર્યા પછી પણ ફોલ્લીઓ છુપાતી નથી, તો તમે આ માટે કંસલીરનો ઉપયોગ કરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે માત્ર તે જગ્યાઓ પર જ કન્સિલર લગાવવું જોઈએ જ્યાં ડાઘ-ધબ્બા હોય.

લિપસ્ટિક

લુકને કંપલીટ કરવામાં લિપસ્ટિક મહત્વનો રોલ ભજવે છો. તમે તમારા બેગમાં લિપસ્ટિકના કેટલાક શેડ રાખી શકો છો, જરુર પડતી વખતે તમે મેટ કે પછી ગ્લોસી લિપસ્ટિકનો ઉપયોગ કરી શકો છો.લિપસ્ટિકનો ઉપયોગ તમે બ્લશનો પણ ઉપયોગ કરી શકો છો. લિપસ્ટિકના કેટલાક શેડનો ઉપયોગ કરી લાંબા સમય સુધી હોઠ પર રાખી શકો છો.

આ સિવાય તમે આખો દિવસ તાજગી મહેસુસ કરવા માટે તમે પોકેટમાં પરફ્યુમ પણ રાખી શકો છો.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">