ChatGPT બન્યું 16 વર્ષના બાળક માટે સુસાઈડ કોચ! માતા-પિતાએ કર્યો કેસ
શું ચેટજીપીટીના કારણે થયેલી આત્મહત્યા પર OpenAI ને સજા મળશે? Chatgptનો ઉપયોગ કરીને પોતાનું હોમવર્ક કરતો હતો છોકરો,ચાલો જાણીએ કે, અમેરિકા અને ભારતમાં કંપનીની જવાબદારી અને કાનુન શું કહે છે.

દુનિયાની ફેમસ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ કંપની OpenAI એક વખત ફરી મુસીબતમાં ફસાય છે.તેનું કારણ એ છે કે, ચેટબોટ ChatGPT, જેના પર ખુબ ગંભીર આરોપ લાગ્યા છે. અમેરિકાના કૈલિફોર્નિયામાં રહેનાર એક 16 વર્ષના છોકરાએ ચેટજીપીટીના કારણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. છોકરાના પિતા કહે છે કે, તેનો દીકરો ઘણીવાર અભ્યાસ અને હોમવર્ક કરવા માટે ચેટજીપીટીનો ઉપયોગ કરતો હતો.
શરુઆતમાં આ એઆઈ ટૂર તેના માટે અભ્યાસમાં મદદગાર સાબિત થયો છે પરંતુ એઆઈ ટૂલ બાદ તેના માટે સુસાઈડ કોચ બન્યો છે. આ કારણ છે કે, પરિવારે OpenAI વિરુદ્ધ કોર્ટમાં 40 પાનાનો દાવો દાખલ કર્યો છે. આ ફરિયાદમાં કંપની પર બેદરકારી અને ખતરનાક માહિતી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે ,જો આ આરોપો કોર્ટમાં સાચા સાબિત થાય છે, તો કોને સજા થશે અને આ માટે કોને જવાબદાર ઠેરવવામાં આવશે, ચાલો જાણીએ.
કોણ બનશે જવાબદાર?
જો આ કેસ સાચો સાબિત થાય છે તો,ChatGPTએ ખોટો ભ્રામક કે જો ગેરકાયદેસર સામગ્રી પૂરી પાડવામાં આવે અને OpenAI તેને રોકવા માટે યોગ્ય પગલાં ન ભરે, તો તેની જવાબદારી સંપૂર્ણપણે કંપનીની રહેશે. આવા કિસ્સાઓમાં, કોર્ટ OpenAI કંપની પર દંડ, વળતર અથવા કડક નિયમનકારી પ્રતિબંધો લગાવી શકે છે.અમેરિકામાં ટેક કંપનીઓ પર પહેલા પણ ડેટા પ્રાઈવસી ઉલ્લંધન અને યુઝર સેફ્ટીના કેસમાં અરબો ડોલરનો દંડ લાગી ચૂક્યો છે.
જો કેલિફોર્નિયામાં ChatGPT વિરુદ્ધ કેસ દાખલ થાય અને આરોપો સાબિત થાય, તો સીધો ગુનેગાર ChatGPT નહીં પરંતુ OpenAI કંપનીના CEO અથવા મેનેજર હશે.
અમેરિકામાં શું કહે છે નિયમ?
અમેરિકામાં જો કોઈ કંપની પર કેસ દાખલ થાય છે અને જો તે દોષિત સાબિત થાય છે, તો માત્ર કંપની જ નહીં પરંતુ તેની સાથે સંકળાયેલા લોકો જેમ કે અધિકારીઓ કે કર્મચારીઓને પણ સજા થઈ શકે છે.કંપની પર સજા તરીકે મોટો દંડ પણ લાગી શકે છે અને તેને લાખો ડોલરનું વળતર ચૂકવવું પડી શકે છે.જો કોઈ અધિકારી કે કર્મચારીની સીધી જવાબદારી સાબિત થાય છે તો તેને જેલની સજા પણ થઈ શકે છે. એટલે કે, ટુંકમાં કાનુન માત્ર કંપનીને જ નહી પરંતુ તેમાં કામ કરનાર જવાબદાર લોકોને પણ સજા આપે છે.
