AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teeth Whitening at home: પીળા દાંતને કારણે હસવું મુશ્કેલ બની ગયું છે ? તો આજે જ અજમાવો આ નુસખા, મિનિટોમાં જ ચળકશે દાંત

Teeth Whitening- ઘરગથ્થુ ઉપચારઃ ઘણી વખત દાંતને યોગ્ય રીતે સાફ કર્યા પછી પણ દાંત પીળા રહે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ ઉપાયો તમારા માટે છે

Teeth Whitening at home: પીળા દાંતને કારણે હસવું મુશ્કેલ બની ગયું છે ? તો આજે જ અજમાવો આ નુસખા, મિનિટોમાં જ ચળકશે દાંત
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 11:08 AM
Share

Teeth Whitening at home: સ્મિત એ ચહેરાની શોભા છે. એક સુંદર સ્મિત હંમેશા પર્સાનાલિટી ખુબ મહત્વનો ભાગ છે.પરંતુ જો હસતી વખતે પીળા દાંત (Yellow Teeth) નજર આવે તો ? હાંસી પાત્ર બની જવાય, આનાથી તમારી પર્સાનાલિટીમાં પણ ખુબ ખારબ અસર થાય છે. ઘણી વખત એમ બને કે રોજ ચોક્કસાઇ પુર્વેક દાંત સાફ (Teeth Whitening) કરવા છતા તેમા પીળાશ રહી જતી હોય. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોય તો આજે તમને પીળા દાંતથી છુટકારો આપાવાની અમુક ટીપ્સ જણાવશું.

ખાવાનો સોડા

બેકિંગ સોડા નેચરલ ક્લિનજીંગ છે, તેમા પ્રાકૃતીક રીતે વસ્તુને સફેદ કરવાના ગુણ હોય છે. આ જ કારણ છે કે બેકિંગ સોડા પણ ટૂથપેસ્ટનો એક મહત્વપૂર્ણ ઘટક છે. જો તમે ઘરે તમારા દાંતને ચળકાવવા માંગો છો, તો 1 ચમચી ખાવાના સોડામાં 2 થી 3 ચમચી પાણી મિક્સ કરો અને આ મિશ્રણથી તમારા દાંત સાફ કરો. ખાવાનો સોડા મોંમાં આલ્કલાઇનની સ્થિતી બનાવે છે જે બેક્ટેરિયાને દૂર રાખવામાં મદદ કરે છે.

સરસવનું તેલ અને હળદર

મોતી જેવા સફેદ અને ચળકતા દાંત ( White Teeth) મેળવવા માટે સરસવનું તેલ અને હદરની મદદ લઇ શકો છો. આ માટે તમે સરસવના તેલમાં એક ચમચી હળદર મેળવી તેને પેસ્ટને આંગળી વળે દાંત પર ઘસવાથી અને નિયમિત તેના ઉપયોગથી ટુંક સમયમાં જ દાંત સફેદ અને ચળકદાર થઇ જાય છે.

ઓઇલ પુલિંગ

દાંતને સ્વસ્થ રાખવા માટે ઓઇલ પુલિંગનો ઉપયોગ પુરાતન ભારતમાં ખૂબ જ લોકપ્રિય હતો. આ પ્રક્રિયામાં તેલના કોગળા કરવામાં આવે છે. આમ કરવાથી મોઢાના તમામ બેક્ટેરિયા બહાર આવે છે. આ એક વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી પદ્ધતિ છે. આ માટે તમારે એક ચમચી નારિયેળ અથવા તલના તેલથી સારી રીતે કોગળા કરવા પડશે.

સફરજનો સરકો (apple cider vinegar)

એસેટિક એસિડ એ એપલ સીડર વિનેગરના મુખ્ય ઘટકોમાંનું એક છે જે બેક્ટેરિયાને અસરકારક રીતે મારવામાં મદદ કરે છે. દાંત સાફ કરવા માટે સફરજન સીરકાને પાણીથી પાતળું કરો અને આ માઉથવોશથી કોગળા કરો. એપલ સાઇડર વિનેગર દાંતની અંદર સુધી જાય છે અને ધીમેધીમે દાંત સાફ કરે છે.

નારંગી અને લીંબુ

સફરજન સીડર વિનેગરની જેમ, અન્ય સાઇટ્રસ ફળો જેમ કે નારંગી અને લીંબુ પણ દાંતને સફેદ કરવામાં મદદ કરે છે. નિયમિત સેવનની સાથે તમે નારંગી અને લીંબુની છાલ પણ તમારા દાંત ઘસી શકો છો. તેનાથી દાંતની પીળાશ દૂર થશે અને દાંત ચમકદાર સફેદ બનશે. જો કે, તમારા દાંત પર છાલ લગાવ્યા પછી, તમારા મોંને સાદા પાણીથી બે થી ત્રણ વખત સારી રીતે ધોઈ લો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

આ પણ વાંચો :પહેલીવાર દુનિયાની સામે આવેલી Peng Shuai પોતાની વાયરલ પોસ્ટને ખોટી ગણાવી, પોતાનું નિવેદન બદલ્યું

આ પણ વાંચો :ધર્મ સંસદમાં આપેલા નિવેદનો પર RSS ચીફ મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન, કહ્યું તેઓ હિંદુ વિચારધારાનું પ્રતિનિધિત્વ નથી કરતા

g clip-path="url(#clip0_868_265)">