Summer Special Train: રેલ્વેએ ગુજરાતથી બિહાર માટે સ્પેશિયલ ટ્રેન શરુ કરી, જાણો કઈ રીતે કરાવશો ટિકિટ બુકિંગ

|

May 12, 2022 | 4:13 PM

IRCTC: પશ્ચિમ રેલવે ટ્વિટ કર્યું કે, મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને પટના વચ્ચે વિશેષ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Summer Special Train: રેલ્વેએ ગુજરાતથી બિહાર માટે સ્પેશિયલ ટ્રેન શરુ કરી, જાણો કઈ રીતે કરાવશો ટિકિટ બુકિંગ
Symbolic image
Image Credit source: file photo

Follow us on

Summer Special Train: ઘણા રાજ્યોની શાળાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે. લાંબી રજાઓના કારણે બાળકો તેમના માતા-પિતા સાથે ફરવા જાય છે. આ રીતે ટ્રેનોમાં ભીડ થાય છે. હવે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ગુજરાત અને બિહાર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન અમદાવાદ પટના વચ્ચે દોડશે. ટ્રેનમાં ટિકિટનું બુકિંગ IRCTC વેબસાઈટ પર શરુ છે.પશ્ચિમ રેલ્વે (Western Railway )એ ટ્વીટ કર્યું, “યાત્રીઓની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ ( Ahmedabad) અને પટના વચ્ચે સમર સ્પેશિયલ (Summer Special Train) ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09417નું બુકિંગ 12મી મે, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઈટ પર શરૂ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ટ્રેન નંબર 09417 અમદાવાદથી પટના વચ્ચે દોડશે. આ ટ્રેન અઠવાડિયામાં એકવાર દોડશે. સોમવારે સવારે 9:10 કલાકે ચાલનારી આ ટ્રેન બીજા દિવસે મંગળવારે સવારે 9:10 કલાકે પટના પહોંચશે. આ પછી ટ્રેન નંબર 09418 પટનાથી અમદાવાદ માટે રવાના થશે. તે મંગળવારે સવારે 11:45 વાગ્યે પટનાથી ઉપડશે અને ગુરુવારે સવારે 11:20 વાગ્યે અમદાવાદ પહોંચશે.

જાણો ટ્રેન ક્યાં ઉભી રહેશે?

આ સ્પેશિયલ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર, વારાણસી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બક્સર, આરા અને દાનાપુર સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવવામાં આવ્યા છે.

તેમજ ભારતના આસ્થાળુ નાગરિકો માટે ભારતીય રેલ્વે (Indian Railway) મોટી સોગાત લઈને આવ્યું છે. IRCTC અને રેલ્વે મંત્રાલય ભારત ગૌરવ પર્યટક ટ્રેન (Bharat Gaurav Tourist Train)ની શરૂઆત કરી રહ્યા છે. ધાર્મિક પર્યટનને વેગ આપવા આધુનિક સુવિધા માટે તૈયાર કરવામાં આવેલી ભારત ગૌરવ ટ્રેન શ્રી રામાયણ યાત્રા માટે ચલાવવામાં આવશે. આ સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેન દિલ્લીથી 21 જૂનના રોજ રવાના થશે. આ ટ્રેન દ્વારા પર્યટકો પ્રભુ શ્રીરામ સાથે જોડાયેલા બધા જ મહત્વના ધાર્મિક સ્થળોના દર્શન કરી શકશે. આ યાત્રામાં કુલ 18 દિવસ લાગશે.

Next Article