Tomato Barfi Recipe : દૂધ અને માવા વગર ઘરે બનાવો ટામેટા બરફી, આ રહી સરળ રેસિપી
જ્યારે પણ મીઠાઈ ખાવાની ઇચ્છા થાય છે, ત્યારે રસગુલ્લા, બરફી કે હલવાનો વિચાર આવે છે. જોકે, આપણે બરફી વિશે વાત કરી રહ્યા છીએ. બરફીના ઘણા પ્રકારો છે, કેટલાક લોકો માવા બરફી ખાય છે અને કેટલાક લોકો કાજુ બરફી ખાય છે. પરંતુ આજે અમે તમને એક એવી બરફી વિશે જણાવીશું જેના વિશે ઘણા ઓછા લોકોને જાણ હશે.

Tomato Barfi Recipe
કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે મીઠાઈ બનાવવામાં આવતી હોય છે. ત્યારે કેટલાક લોકો લાડુ બનાવતા હોય છે. તો કેટલાક લોકો વિવિધ પ્રકારની બરફી બનાવતા હોય છે. તમે ટામેટાંનું શાક ખાધું હશે પણ તમે ક્યારેય ટામેટા બરફી નહીં ખાધી હોય. તમે ઘરે સરળતાથી ટામેટા બરફી બનાવી શકો છો. આજે અમે તમને ટામેટા બરફીની રેસિપી જણાવીશું.
ટામેટા બરફી બનાવવાની રેસિપી
- ટામેટા બરફી બનાવવા માટે, સૌ પ્રથમ ટામેટાંને નાના ટુકડામાં કાપીને પીસી લો.
- જ્યારે તેની પેસ્ટ તૈયાર થઈ જાય, ત્યારે પ્યુરીને એક બાઉલમાં કાઢી લો.
- હવે ધીમે ધીમે ટામેટા પ્યુરીમાં મેંદાનો લોટ મિક્સ કરો. ધ્યાન રાખો કે લોટ મિક્સ કરતી વખતે ગઠ્ઠા ન બને.
- હવે નોન-સ્ટીક પેનમાં ખાંડ અને પાણી ઉકાળો. ચાસણી તૈયાર થાય એટલે તેમાં ટામેટા અને લોટની પેસ્ટ ઉમેરો. હવે સારી રીતે રાંધો.
- ત્યારબાદ તેમાં શેકેલી નારિયેળની છીણ ઉમેરો. ત્યારબાદ બરાબર મિક્સ કરો.
- ટામેટા સારી રીતે રંધાઈ જાય એટલે ડ્રાય ફ્રુટ કાપીને મિક્સ કરો અને ધીમા તાપે રાંધો.
- જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા લાગે, ત્યારે એક પ્લેટમાં ઘીના થોડા ટીપા નાખો અને તે ઘી સારી રીતે ફેલાવો અને તેના પર મિશ્રણ નાખો.
- થોડા કલાકો સુધી સેટ થવા મુકો. જ્યારે બરફી સારી રીતે સેટ થઈ જાય, ત્યારે છરીની મદદથી તેને નાના ટુકડા કરી લો. હવે ઉપર ડ્રાય ફ્રુટ પણ છાંટો. તમારી સ્વાદિષ્ટ ટામેટા બરફી તૈયાર છે.
નોંધ – ટામેટાની બરફી બનાવવામાં દૂધનો ઉપયોગ ન કરવો. ટામેટા ખાટા હોવાથી દૂધમાં મિક્સ થવાથી એસિડ બને છે. જેના કારણે પેટ બગડી શકે છે. આ બરફી બનાવવા માટે ખાટા ટામેટાનો ઉપયોગ ન કરો.
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
